છ કલાકમાં બાળકી પર 30 લોકોએ ગુજાર્યો બળાત્કાર

Posted By:
Subscribe to Oneindia News

બર્મિંઘમ, 23 ફેબ્રુઆરીઃ બળાત્કારની વારદાતોના સમાચાર વાંચ્યા અને સાંભળ્યા બાદ બધા કહે છે કે માનવ કરતા તો જાનવર સારા હોય છે, પરંતુ આજના સમાચાર વાંચીને તમને ખરેખર લાગશે કે માનવતા અહીં આવીને શર્મસાર થઇ ગઇ છે. બર્મિઘમમાં એક શાળાની વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાં આવ્યો, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એ વિદ્યાર્થિની સાથે છ કલાકની અંદર 30 લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. બળાત્કાર કરવામાં એક શાળાનો વિદ્યાર્થી અને તેના પિતા પણ હતા.

minor-rape
શરમજનક વાત એ પણ છે કે, બળાત્કાર કરનારા બધા એશિયાના હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લોકોએ વિદ્યાર્થિની ભોળવીને આ બધુ કર્યું. તેને કહેવામાં આવ્યું કે આમ કરવાથી તે મોટી થઇ જશે. આ સમાચાર આવ્યા બાદ બ્રિટેનમાં તમામ લોકો સ્તબ્ધ રહી ગયા અને સ્તબ્ધ કરનારો તેનાથી પણ મોટો અહેવાલ હતો મહિલાઓ માટેની એક એનજીઓના કાર્યરત શાઇસ્તા ગોહિરનો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આવુ માત્ર એક વિદ્યાર્થિની સાથે નથી થયું પરંતુ અનેક વિદ્યાર્થિનીઓ સાથે થયું છે.

અહેવાલ અનુસાર ઘણી વિદ્યાર્થિનીઓ સાથે આવું થઇ ચૂક્યું છે. એશિયન સમાજમાં અનેક સમુદાયમાં યુવતીઓનુ યૌન શોષણ થઇ રહ્યું છે અને પોલીસ આવા મામલાઓને ગંભીરતાથી લઇને ત્વરિત કાર્યવાહી કરવાના બદલે તેને દબાવવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં, પરંતુ તમામ સમુદાયના નેતાઓ પણ તેને ગંભીરતાથી લેતા નથી.

સગીરા સાથે સતત છ કલાક સુધી અંદાજે 30 લોકો સુધી બળાત્કારની ઘટનાને પણ શાઇસ્તા જ પ્રકાશમાં લાવી હતી. બર્મિઘમની સિટી કાઉન્સિલમાં મામલો દાખલ કરીને અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે.

English summary
A teenage girl was groomed and raped by up to 30 Asian men - including a father and his schoolboy son - during an horrific sex attack lasting six hours.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.