
છ કલાકમાં બાળકી પર 30 લોકોએ ગુજાર્યો બળાત્કાર
બર્મિંઘમ, 23 ફેબ્રુઆરીઃ બળાત્કારની વારદાતોના સમાચાર વાંચ્યા અને સાંભળ્યા બાદ બધા કહે છે કે માનવ કરતા તો જાનવર સારા હોય છે, પરંતુ આજના સમાચાર વાંચીને તમને ખરેખર લાગશે કે માનવતા અહીં આવીને શર્મસાર થઇ ગઇ છે. બર્મિઘમમાં એક શાળાની વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાં આવ્યો, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એ વિદ્યાર્થિની સાથે છ કલાકની અંદર 30 લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. બળાત્કાર કરવામાં એક શાળાનો વિદ્યાર્થી અને તેના પિતા પણ હતા.
અહેવાલ અનુસાર ઘણી વિદ્યાર્થિનીઓ સાથે આવું થઇ ચૂક્યું છે. એશિયન સમાજમાં અનેક સમુદાયમાં યુવતીઓનુ યૌન શોષણ થઇ રહ્યું છે અને પોલીસ આવા મામલાઓને ગંભીરતાથી લઇને ત્વરિત કાર્યવાહી કરવાના બદલે તેને દબાવવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં, પરંતુ તમામ સમુદાયના નેતાઓ પણ તેને ગંભીરતાથી લેતા નથી.
સગીરા સાથે સતત છ કલાક સુધી અંદાજે 30 લોકો સુધી બળાત્કારની ઘટનાને પણ શાઇસ્તા જ પ્રકાશમાં લાવી હતી. બર્મિઘમની સિટી કાઉન્સિલમાં મામલો દાખલ કરીને અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે.