પાકિસ્તાનમાં વધુ એક હિંદુ છોકરીનું અપહરણ કરી બળજબરીથી કબૂલ કરાવાયો ઈસ્લામ
પાકિસ્તાનના લાહોરમાં એક કિશોરે હિંદુ છોકરીનું અપહરણ કર્યા બાદ માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. પંજાબ પ્રાંત હેઠળ આવતા લાહોરમાં ગુરુવારે લઘમુતી સમાજની એક યુવતીનું અપહરણ થયા બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો ચાલુ છે. પ્રદર્શનમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની સરકાર પાસે માંગ છે કે તે આ છોકરીને સુરક્ષિત પાછી લાવવાના બધા પ્રયત્નો કરે અને વહેલી તકે તેને પાછી લાવવાનું સુનિશ્ચિત કરે.

આ વખતે 17 વર્ષની નૈનાનું કર્યુ અપહરણ
લાહોરથી 17 વર્ષની હિંદુ યુવતી નૈનાને એક મુસલમાન યુવક અપહરણ કરીને લઈ ગયો છે. લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન નામની જગ્યાએથી નૈનાનું અપહરણ કરવામાં આવ્યુ છે. અપહરણ બાદ હિંદુ સમાજના લોકોએ બેનર અને પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા. આ બધા લોકો બળજબરીથી ધર્માંતરણના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. આ કેસમાં જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે મુજબ નૈનાને તાહિર તામરી નામા એક વ્યક્તિએ અપહરણ કર્યુ છે. તાહિરે પોતાના પિતા અને ભાઈઓની મદદથી નૈનાનું અપહરણ કર્યુ.

કરાંચીમાં કરવામાં આવ્યુ ધર્માંતરણ
એફઆઈઆર મુજબ નૈનાને કરાંચી લાવવામાં આવી અને અહીં તેને ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે નૈનાને જમીતુલ સઈદ ગુલશન-એ-માઈમામાં ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યા અને પછી તાહિરે તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ નૈનાનું નામ નૂર ફાતિમા કરી દેવામાં આવ્યુ છે. ત્યારબાદ તાહિરે પોતાના લગ્ન અને નૈનાના ઈસ્લામ કબૂલ કરવાની બધી માહિતી સોશિયલ મીડિયા પર અપલોડ કરી.

પિતાએ આપી આત્મહત્યાની ધમકી
ગુરુવારે વિરોધ પ્રદર્શનનો બીજો દિવસ હતો. હિંદુ સમાજના લોકો ભારે સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે નૈનાના અપહરણ પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. એક પોસ્ટરમાં લખ્યુ હતુ, ‘હિંદુ અપહરણ બાદ છોકરીઓને બળજબરીથી ધર્માંતરણ બંધ કરવામાં આવે.' વિરોધ પ્રદર્શન દરમિયાન નૈનાના પિતા રઘુરામે ધમકી આપી કે જો તેમને ન્યાય નહિ મળેતો પછી તે પોતાને આગ લગાવી દેશે. રહીમ યાર ખાનમાં કહેવાયછે કે 150,000 હિંદુ પરિવાર રહે છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને પોલિસના સીનિયર અધિકારીઓએ નૈનાને પાછી લાવવાનો ભરોસો વ્યક્ત કર્યો છે ત્યારે તેમણે પોતાનું વિરોધ પ્રદર્શન બંધ કર્યુ.

હોળીના પ્રસંગે થયુ હતુ બે છોકરીઓનું અપહરણ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીના પ્રસંગે બે હિંદુ છોકરીઓ રવીના અને રીનાના અપહરણ બાદ તેમનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ બે મુસલમાન પુરુષો સાથે તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. રવીનાની ઉંમર માત્ર 13 વર્ષ છે અને રીનાની ઉંમર 15 વર્ષ છે. પાકિસ્તાન માનવાધિકાર કમિશનનો રિપોર્ટ જે ગયા અઠવાડિયે આવ્ય છે તેમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં હિંદુ અને ક્રિશ્ચિયન છોકરીઓના બળજબરીથી ધર્માંતરણની ઘટનાઓમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ લગભગ 1000 એવા કેસ છે જે માત્ર સિંધમાં થયા છે. 335 પેજના આ રિપોર્ટમાં ઉમરકોટ, થાપરકાર, મિરપુરખાસ, બાદિન, કરાંચી, ટાંતો અલ્લાયાર, કશ્મોર અને ઘોટકીને બળજબરીથી ધર્માંતરણ માટે સંવેદનશીલ ગણવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ઈમરાનના નિવેદન પર રામ માધવનો જવાબ, 'ભારતની ચૂંટણીથી દૂર જ રહો તો સારુ રહેશે'