સેક્સ કરતાં સ્માર્ટફોનને વધુ મહત્વ આપે છે આજના ટીનેજર્સ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ન્યૂયોર્ક, 15 મે: ટેક્નોલોજી અને સ્માર્ટફોનથી આ યુગમાં કિશોર પોતાના ફોન સાથે એટલા જોડાયેલા છે કે તેના માટે તે લગભગ દરેક વસ્તુ ત્યાં સુધી કે સહવાસ પણ છોડી શકે છે. એક રસપ્રદ શોધમાં આ વાત સામે આવી છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેક્ષનમાં આ વાત સામે આવી છે કે અમેરિકામાં 26 ટકા વિદ્યાર્થી મોબાઇલ ફોન વિના રહી શકતા નથી જ્યારે ફક્ત 20 ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે સહવાસ વિના રહી શકે છે.

    વિદ્યાર્થીઓ દરરોજ પાંચ કલાક વધુ સમય ઓનલાઇન વિતાવે છે અને મોટાભાગે એક સમયમાં પાંચથી વધુ એપ્લિકેશનો ઉપયોગ કરે છે. એક સત્ય એ પણ છે કે ટેક્નોલોજીની સમજણ વધવાની સાથે-સાથે વિદ્યાર્થીઓના અભ્યાસની પદ્ધતિમાં ફેરફાર આવ્યો છે. મોટાભાગે વિદ્યાર્થીઓ વર્ગખંડના પારંપારિક અભ્યાસમાં રસ ધરાવતા નથી. તેમાંથી ઘણા ડિજીટલ પરિસરમાં કામ કરવાના આદી છે.

    teenagers-prefer-smart-phones-over-sex

    'ધ હફિંગટન પોસ્ટ'ના અનુસાર 'ત્યાં સુધી કે લેક્ચરમાં પણ નોટ્સ માટે લગભગ અડધા (44 ટકા) વિદ્યાર્થીઓએ કહ્યું કે તે નોટ્સ લખવાની અપેક્ષાએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપશે.'' મધ્ય પૂર્વ યૂરોપ અને આફ્રિકામાં માર્કેટિંગ માટે અરૂબા નેટવર્ક્સના નિર્દેશક ક્રિસ કોજપે જણાવ્યું હતું કે ''કોઇ પણ યુનિવર્સિટી અને કોલેજમાં રમત અને કામ બંને માટે મોબાઇલ સાથે જોડાયેલા રહેવું હવે જીંદગીનો મહત્વપૂર્ણ ભાગ છે.''

    English summary
    Teenagers are so touchy about their screens that they are willing to give up almost everything - even the pleasures of a sexual encounter - in exchange for their smart phones, a fascinating research has revealed.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more