For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તહરીક એ તાલિબાનનો ઇમરાન ખાનને ખુલ્લો પડકાર, કેપ્ટન સહિત ઘણા સૈનિકોની હત્યા

પાકિસ્તાન સરકાર પાકિસ્તાન તાલિબાન સાથે વાતચીત કરી રહી છે, જેને TPP તરીકે પણ ઓળખવામાં આવે છે અને જો તેઓ હથિયારો છોડી દે, તો તેમને માફ કરી દેશે.

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ : ગત અઠવાડિયે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર પાકિસ્તાન તાલિબાન સાથે વાતચીત કરી રહી છે, જેને TPP તરીકે પણ ઓળખવામાં આવે છે અને જો તેઓ હથિયારો છોડી દે, તો તેમને માફ કરી દેશે. આવા સમયે પાકિસ્તાની મીડિયામાં સમાચાર આવ્યા, કે TPPએ 20 દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, પરંતુ TPPના આતંકવાદીઓએ પાંચ પાકિસ્તાની સૈનિકોની નિર્દયતાથી હત્યા કરી અને કહ્યું કે, તેઓએ કોઈ યુદ્ધવિરામની વાત કરી નથી.

તહરીક એ તાલિબાન

TPPએ પાંચ સૈનિકોને માર્યા

TPPએ પાંચ સૈનિકોને માર્યા

શનિવારના રોજ આતંકવાદીઓએ પાકિસ્તાનના ઉત્તર વઝિરિસ્તાન આદિવાસી જિલ્લાના સ્પિનવામ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોના વાહનને નિશાન બનાવતા ફ્રન્ટિયરકોર્પ્સના ચાર સૈનિકો અને લુઈસ ફોર્સના સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા હતા. પાંચ સૈનિકોના મોત બાદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI એ જણાવ્યું છે કે,આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાની સેના પર ભયાનક હુમલો ઉત્તર વઝિરિસ્તાનમાં શૂરા મુજાહિદ્દીનના તાલિબાનકમાન્ડર હાફિઝ ગુલ બહાદુરે આ વિસ્તારમાં 20 દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કર્યાના એક દિવસ પછી થયો છે. જો કે, અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબTTP એ યુદ્ધવિરામના અહેવાલોને નકારી કાઢ્યા છે.

ઈમરાન ખાને માફીની વાત કરી હતી

પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે, જ્યારે ઇમરાન ખાને TPP માટે માફીની વાત કરી હતી અને તેમને મુખ્ય પ્રવાહમાં આવવાની અપીલ કરી હતી, ત્યારેTPPએ 20 દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

ઈમરાન ખાને એક રશિયન ન્યૂઝ નેટવર્ક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમની સરકાર પાકિસ્તાન તહરીકએ તાલિબાનના અનેક જૂથો સાથે વાત કરી રહી છે, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાનના નિવેદન બાદ બીજા જ દિવસે TPPના આતંકવાદીઓએ પાંચ પાકિસ્તાનીસૈનિકોની હત્યા કરી હતી.

'અફઘાન તાલિબાન સમાધાન'

'અફઘાન તાલિબાન સમાધાન'

ઇમરાન ખાને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન તાલિબાન, પાકિસ્તાન અને તહરીક એ તાલિબાન વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યું છે પરંતુહવે પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ TPPના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ યુદ્ધવિરામના અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેની સાથે જોડાયેલાઆતંકવાદીઓને તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા જણાવ્યું છે.

એક નિવેદનમાં ખોરસાનીએ કહ્યું કે, તેમણે ક્યારેય યુદ્ધવિરામ જાહેર કર્યો નથી અને જૂથનું વલણ એકદમસ્પષ્ટ છે. TPPના નેતાઓએ જણાવ્યું છે કે, તેઓ પાકિસ્તાન સરકાર સાથે કોઈપણ પ્રકારના શાંતિ સમાધાન માટે વાતચીત કરી રહ્યા નથી.

પાકિસ્તાન સરકાર ઘૂંટણિયે

પાકિસ્તાન સરકાર ઘૂંટણિયે

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનમાં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે અને આ હુમલાઓ પાછળ તહરીક એ તાલિબાન પાકિસ્તાન જવાબદાર છે. તહરીક એ તાલિબાન પાકિસ્તાને પાકિસ્તાન સરકાર પાસે દેશમાં શરિયા કાયદાનો તાત્કાલિક અમલ કરવાની માગ કરી છે. આવા સમયેTPPના પ્રવક્તા ખુરાસાનીએ એ પણ નકારી દીધું છે કે, તેના સંગઠનમાં કોઈ અણબનાવ છે.

TPP દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમનીકામગીરી સામૂહિક છે અને તેમાંથી કોઈને ગેરમાર્ગે દોરવામાં આવી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, TTP પાકિસ્તાનના બંધારણને સ્વીકારતું નથી અને તેઅફઘાનિસ્તાનની જેમ પાકિસ્તાન પર કબ્જો કરવા માગે છે.

કેપ્ટનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

કેપ્ટનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

આ અઠવાડિયે TPP આતંકીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સેનાના એક કેપ્ટનને મારી નાખ્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ જણાવ્યું હતું કે, 27વર્ષીય કેપ્ટન સિકંદર તેની બટાલિયન સાથે ખૈબર પખ્તુનખ્વામાં TPP આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા હતા, તે દરમિયાન TPP આતંકવાદીઓએતેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને કેપ્ટનનું મૃત્યુ થયું હતું. આ સિવાય TPPના આતંકવાદીઓએ એક સરહદી ચોકી પર હુમલો કર્યો અને અન્ય એકપાકિસ્તાની સૈનિકની હત્યા કરી હતી.

TTP સામે ઇમરાન સરકાર લાચાર કેમ?

TTP સામે ઇમરાન સરકાર લાચાર કેમ?

તહેરીક એ તાલિબાન પાકિસ્તાન સામે ઇમરાન સરકાર અને પાકિસ્તાન સેના સંપૂર્ણપણે લાચાર છે. પહેલા TPP આતંકવાદીઓ સામાન્ય પાકિસ્તાનીઓને નિશાન બનાવતા હતા, પરંતુ હવે તેઓએ પાકિસ્તાની સેનાને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ દેશની સંસદીય સમિતિ સમક્ષ પોતાની બ્રીફિંગ આપી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અફઘાન તાલિબાન અને પાકિસ્તાન તાલિબાન એક જ સિક્કાની બે બાજુ છે. જ્યારે ઇમરાન ખાન અફઘાનિસ્તાનમાં સ્થિત તાલિબાનને સારા તાલિબાન અને પાકિસ્તાનમાં તાલિબાનને ખરાબ તાલિબાન કહે છે. સૌથી કમનસીબ બાબત એ છે કે, પાકિસ્તાનમાં જે રીતે કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તે પાકિસ્તાની સૈનિકોના ઓપરેશનને સફળ થવા દેતું નથી.

TTP સામે ઇમરાન સરકાર લાચાર કેમ?

તહેરીક એ તાલિબાન પાકિસ્તાન સામે ઇમરાન સરકાર અને પાકિસ્તાન સેના સંપૂર્ણપણે લાચાર છે. પહેલા TPP આતંકવાદીઓ સામાન્ય પાકિસ્તાનીઓને નિશાન બનાવતા હતા, પરંતુ હવે તેઓએ પાકિસ્તાની સેનાને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ દેશની સંસદીય સમિતિ સમક્ષ પોતાની બ્રીફિંગ આપી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અફઘાન તાલિબાન અને પાકિસ્તાન તાલિબાન એક જ સિક્કાની બે બાજુ છે. જ્યારે ઇમરાન ખાન અફઘાનિસ્તાનમાં સ્થિત તાલિબાનને સારા તાલિબાન અને પાકિસ્તાનમાં તાલિબાનને ખરાબ તાલિબાન કહે છે. સૌથી કમનસીબ બાબત એ છે કે, પાકિસ્તાનમાં જે રીતે કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તે પાકિસ્તાની સૈનિકોના ઓપરેશનને સફળ થવા દેતું નથી.

શા માટે પાકિસ્તાન તાલિબાન માથાનો દુઃખાવો બની ગયું?

શા માટે પાકિસ્તાન તાલિબાન માથાનો દુઃખાવો બની ગયું?

જ્યારે પાકિસ્તાન સેના તહરીક એ તાલિબાનના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરે છે, ત્યારે તેમને સ્થાનિક લોકોનું સમર્થન મળતું નથી. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં જે રીતે લોકો કટ્ટરપંથી બની રહ્યા છે, તે હવે તેની અસર બતાવી રહ્યું છે. સ્થાનિક લોકો તહરીક એ તાલિબાનના આતંકવાદીઓને તેમના ઘરમાં છૂપાવે છે, તેમની મદદ કરે છે અને સૌથી મોટી વાત એ છે કે, તહરીક એ તાલિબાનનો આતંકવાદી કોણ છે એ સામાન્ય લોકોને પણ ખબર નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઓફિસથી ત્રણ કિલોમીટર દૂર લાલ મસ્જિદના મૌલાના કહે છે કે, તહરીક એ તાલિબાન પણ પાકિસ્તાનીઓનું અફઘાન તાલિબાન જેવું જ નસીબ કરશે, અને કોઈ તેમનો વિરોધ કરશે નહીં. જેમની સામે પગલા પણ લેવામાં આવતા નથી.

English summary
Tehreek e Taliban has started wreaking havoc in Pakistan. The Taliban took the lives of five soldiers after refusing a ceasefire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X