For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ફઝઉલ્લાનું અમેરિકી ડ્રોન હુમલામાં મોત

અમેરિકી ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન(ટીટીપી) ના ચીફ મુલ્લા ફઝઉલ્લાનું મોત થયુ છે. અમેરિકી ઓફિસર તરફથી વૉઈસ ઑફ અમેરિકા (વીઓએ) એ આ વાતની પુષ્ટિ કરી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન(ટીટીપી) ના ચીફ મુલ્લા ફઝઉલ્લાનું મોત થયુ છે. અમેરિકી ઓફિસર તરફથી વૉઈસ ઑફ અમેરિકા (વીઓએ) એ આ વાતની પુષ્ટિ કરી છે. ફઝઉલ્લા સાત નવેમ્બર 2013 થી ટીટીપીનો ચીફ બન્યો હતો. તે સમયે અફઘાનિસ્તાન તાલિબાનના બે ભાગ થઈ ગયા હતા. જેમાં એક ભાગ ટીટીપી હતો. તેને ફઝઉલ્લા લીડ કરતો હતો. સાત માર્ચ 2018 ના રોજ અમેરિકી વિદેશ વિભાગે તેને વોન્ટેડ લિસ્ટમાં નાખ્યો હતો.

mulla fazalullah

13 જૂને અમેરિકાએ કરેલા હુમલામાં લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન ઓ ડોનેલે વીઓએને જણાવ્યુ કે અમેરિકા તરફથી 13 જૂને અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર કાઉન્ટર-ટેરરિઝમ સ્ટ્રાઈક ચલાવવામાં આવી હતી. જો કે હજુ સુધી અમેરિકી રક્ષા વિભાગ પેંટાગનના કોઈ પણ અધિકારીએ આના પર ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે કે આ સ્ટ્રાઈક સફળ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ફઝઉલ્લાએ અમેરિકા અને પાકિસ્તાન સામે ઘણા હાઈ-પ્રોફાઈલ આતંકી હુમલાઓને અંજામ આપ્યો હતો.

ફઝઉલ્લા ડિસેમ્બર 2014 માં પાકિસ્તાનમાં પેશાવર સ્થિત આર્મી સ્કૂલ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં 151 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 130 બાળકો હતા. અમેરિકાએ એ વાત પર પણ ધ્યાન આપ્યુ કે વર્ષ 2012 માં નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈ પર જાનલેવા હુમલો કરનાર આતંકી કોઈ બીજો નહિ પરંતુ ફઝઉલ્લા જ હતો. અમેરિકી વિદેશ વિભાગ તરફથી માર્ચમાં ફઝઉલ્લા પર પાંચ મિલિયન ડૉલરનું ઈનામ ઘોષિત કરવામાં આવ્યુ હતુ. જે સમયે આ ઈનામ ઘોષિત થયુ તે સમયે તેનો પુત્ર અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ફઝઉલ્લાની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ટીટીપી તરફથી ફઝઉલ્લાની મોત વિશે કે હુમલાના સમય વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

English summary
Tehrik-i-Taliban Pakistan (TTP) chief Mullah Fazal Ullah has been killed in a drone strike by US. A US Military official has confirmed the news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X