અમેરિકાઃ F-1 અને M-1 વિઝા નિયમોમાં થયો અસ્થાયી ફેરફાર, ભારતીય છાત્રોને પણ મળશે રાહત
કોરાના સંકટ દરમિયાન સોમવારે અમેરિકાએ એ વિદેશી છાત્રોને મોટો ઝટકો આપ્યો હતો જે અમેરિકા જઈને અભ્યાસ કરી રહ્યા છે. અમેરિકાએ ઑનલાઈન ક્લાસવાળા વિદેશી છાત્રોના સ્ટુડન્ટ વિઝા પાછા લેવાની ઘોષણા કરી હતી. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ અમેરિકી સરકાર સાથે વાત કરી. હવે આ અંગે અમેરિકા તરફથી નિયમોમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. જેનાથી છાત્રોને રહાત મળશે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે વર્ષ 2020 સેમેસ્ટર માટે F-1 અને M-1 બિન પ્રવાસી વિઝા જરૂરિયાતોમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બિન પ્રવાસી છાત્રોને ઑનલાઈન કોર્સ કે પછી સંસ્થામાં જઈને અભ્યાસ કરવાની અનુમતિ મળશે. આનાથી બિનપ્રવાસી છાત્રો અમેરિકામાં રહીને અભ્યાસ કરી શકશે. જેનાથી ભારતીય છાત્રોને પણ ફાયદો થશે.
શું હતો પહેલો આદેશ?
ટ્રમ્પ પ્રશાસન તરફથી સોમવારે વિઝાના નિયમો વિશે એક એલાન કરવામાં આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જો અમેરિકામાં રહેતા વિદેશી છાત્રોની ક્લાસીઝ ઑનલાઈન થઈ જાય તો તેમને દર સેમિસ્ટર માટે વિઝા આપવામાં નહિ આવે. આના FE-1ના છાત્ર એકેડેમિક કોર્સ અને M-1 સ્ટુડન્ટ વોકેશનલ કોર્સ કરે છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ મુજબ વર્તમાનમાં અમેરિકામાં 11 લાખથી વધુ વિદેશી છાત્રો છે જે સ્ટુડન્ટ વિઝા પર આવેલા છે.
SCનો મોટો ચુકાદો, 31 માર્ચ પહેલા વેચાયેલા BS-4 વાહનોનુ નહિ થાય રજિસ્ટ્રેશન