For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડામાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો આતંક, 15 પોઝિટીવ કેસ નોંધાયા!

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ હવે વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે. હવે કેનેડામાં ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના વાયરસના 15 કેસની પુષ્ટિ થઈ છે.

|
Google Oneindia Gujarati News

ઓટાવા, 04 ડિસેમ્બર : કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ હવે વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે. હવે કેનેડામાં ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના વાયરસના 15 કેસની પુષ્ટિ થઈ છે. કેનેડામાં 15 લોકો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે. રોઇટર્સે કહ્યું છે કે કેનેડિયન જાહેર આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગંભીર બીમારીનું વલણ સમગ્ર દેશમાં ફરીથી વધવાનું શરૂ થઈ શકે છે. ફેડરલ સરકારે કહ્યું કે તેણે COVID-19 રસીકરણ પર રાષ્ટ્રીય સલાહકાર બોર્ડની ભલામણને સમર્થન આપ્યું છે. જે અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણના છ મહિના બાદ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

Omicron

કેનેડાની સરકારે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે, તેણે યુનાઇટેડ સ્ટેટ્સ સિવાયના તમામ દેશોમાંથી હવાઈ માર્ગે આવતા લોકોને COVID-19 ટેસ્ટ રિપોર્ટ સાથે મુસાફરી કરવાની સૂચના આપી છે. કેનેડાએ દક્ષિણ આફ્રિકા સહિત 10 દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાના ચીફ પબ્લિક હેલ્થ ઓફિસર થેરેસા ટેમે પત્રકારોને જણાવ્યું કે, દેશભરમાં ફરીથી તકેદારી વધારવાની જરૂર છે. આ પ્રકારનો ફેલાવો થવાની સંભાવના હોવા છતાં આપણે સતર્ક રહેવાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે, કેનેડામાં એક 12 વર્ષનો બાળક પણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયો હતો. પરંતુ તે શુક્રવાર (03 ડિસેમ્બર)ના રોજ સ્વસ્થ થઈ ગયો હતો. બાળક થોડા દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકા ગયો હતો. તમને જણાવી દઈએ કે કોરોનાનું આ નવું વેરિઅન્ટ ઓમિક્રોન સૌથી પહેલા સાઉથ આફ્રિકામાં જોવા મળ્યું હતું.

સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, ટોરોન્ટોએ શુક્રવારે મોડી રાત્રે ઓમિક્રોન COVID-19 વેરિઅન્ટના તેના પ્રથમ ત્રણ કેસ નોંધ્યા હતા. જેમાંથી બે વ્યક્તિ તાજેતરમાં નાઈજીરિયાથી પરત ફર્યા હતા, જ્યારે અન્ય વ્યક્તિ સ્વિટ્ઝર્લેન્ડથી પરત ફર્યા હતા. થેરેસા ટેમે કહ્યું કે, હાલમાં ગંભીર બીમારી કોરોનાના કેસ આવવાનું બંધ થઈ ગયું છે. પરંતુ હવે ફરી આવવા લાગ્યા છે અને ફરી વધવાના શરૂ થઈ શકે છે.

અહી એ ઉલ્લેખનિય છે કે, કોરોનાના આ નવા વેરિઅન્ટને લઈને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે અને મોટાભાગના દેશ પોતાની સરહદો પર સુરક્ષા વધારી રહ્યાં છે. બીજી તરફ આ વાયરસ વેરિઅન્ટ સતત દુનિયાભરમાં ફેલાઈ કહ્યું છે. હાલ 30 થી વધુ દેશોમાં આ વેરિઅન્ટના કેસ નોંધાયા છે.

English summary
Terror of Corona Omicron variant in Canada, 15 positive cases reported!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X