For Quick Alerts
For Daily Alerts

પેશાવર એરપોર્ટ પર મિસાઇલ દ્વારા હુમલો, 10ના મોત
પેશાવર, 16 ડિસેમ્બર: પાકિસ્તાનના પશ્ચિમોત્તર પેશાવર શહેરમાં આવેલા એરપોર્ટ પર અને તેની આસપાસના વિસ્તારમાં પાંચ મિસાઇલ ફેંકીને હુમલો કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે, અને 40 જેટલા લોકો ઘાયલ થયા છે.
સ્થાનિયલોકો અને સાક્ષીઓએ જણાવ્યું કે શનિવારની લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ આ રોકેટ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, યુનિવર્સિટી ટાઉન અને આસપાસના અન્ય વિસ્તારોમાં આવીને પડી હતી.
ટેલિવિઝન સમાચાર ચેનલોએ અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે આ રોકેટ ખૈબર-પખ્તૂનખ્વા પ્રદેશની રાજધાની પેશાવર પાસેના કબાઇલી વિસ્તારોમાંથી છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારે ગોળીબાર પણ થયો હતો, જેના જવાબમાં પોલીસ જવાનોએ જવાબી ગોળીબાર કર્યો હતો.
ખૈબર શિક્ષક હોસ્પિટલના વરિષ્ઠ અધિકારી ઉમર અયુબે જણાવ્યું કે હોસ્પિટલમાં બે મૃતદેહ અને 30 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ઇજાગ્રસ્તોમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે. જોકે હજી સુધી કોઇપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાદારી સ્વીકારી નથી.
Comments
English summary
Terrorists launch rocket attack on Peshawar airport, 10 died, 40 injured.
Story first published: Sunday, December 16, 2012, 15:48 [IST]