ટેસ્લાના CEO એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે આતુર, ભર્યું આ પગલું
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક તેમના એક પોલને લઈને ચર્ચામાં છે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા આ પોલમાં તેમણે ટ્વિટરના શેર ખરીદવા અંગે અભિપ્રાય માંગ્યો છે. મસ્કે શેરધારકોને પૂછ્યું છે કે, ટ્વિટરના 100 ટકા શેર ખરીદવા માટે તેમની શ્રેષ્ઠ અને અંતિમ ઓફર શું હોવી જોઈએ. મસ્કે ટ્વિટરના એક શેરની કિંમત પ્રતિ શેર 54.20 ડોલર રાખી છે.

કોર્પોરેટ રાઇડર-સ્ટાઇલ સ્ટ્રેટેજી
કોર્પોરેટ રાઇડર- સ્ટ્રેટેજીની વ્યૂહરચના અપનાવીને, એલોન મસ્કે ટ્વિટર પર ટ્વિટર ખરીદવાની ઓફર મૂકી છે, શેરધારકોને તેમના અભિપ્રાય માટે પૂછ્યું છે.
ઉલ્લેખનીયછે કે, કોર્પોરેટ રેડર એક રોકાણકાર છે, જે કોઈ કંપનીના મોટી સંખ્યામાં શેર ખરીદે છે, જે તેને પૂરતા વોટિંગ અધિકારો આપે છે, જેની મદદથી તે કંપનીના મેનેજમેન્ટનેબદલી શકે છે.
|
આટલી આંકી ટ્વિટરની કિંમત
એલોન મસ્કનું કહેવું છે કે, ટ્વિટરની શેર દીઠ 54.20 ડોલરની કિંમત યોગ્ય છે કે નહીં, તે કંપનીના બોર્ડે નહીં પણ શેરધારકોએ નક્કી કરવું જોઈએ. મસ્કે પોતાનાઓપિનિયન પોલમાં 'હા' અને 'ના' નો વિકલ્પ આપ્યો છે. મસ્કે ટ્વિટરની કિંમત 41.39 બિલિયન ડોલર છે. આ પહેલા તેમણે ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાવાનોઈન્કાર કરી દીધો હતો.

પ્લાન-બી પણ તૈયાર રાખ્યો
ટેસ્લાના ચીફ એલોન મસ્કએ જણાવ્યું હતું કે, જો સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરનું બોર્ડ તેમની ઓફરને ઠુકરાવી દે, તો તેમની પાસે પ્લાન B પણ છે. આવા સમયે,કંપનીએ જણાવ્યું છે કે, તે એલોન મસ્કની ઓફર પર કોઈ નિર્ણય લેતા પહેલા તેના તમામ કર્મચારીઓ સાથે વાત કરશે. કંપનીએ આ માટે ઈમરજન્સી મીટિંગ બોલાવીછે.
— Elon Musk (@elonmusk) April 14, 2022 |
હાલમાં 9 ટકા થી વધુ શેર ધરાવે છે મસ્ક
ટ્વિટરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દરખાસ્ત પર કાળજીપૂર્વક વિચાર કરશે, ત્યાર બાદ જ આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.નોંધનીય બાબત છે કે, મસ્ક પાસે હાલમાં ટ્વિટરના નવ ટકાથી વધુ શેર છે અને હવે તે આખી કંપની ખરીદવા માગે છે. હવે જોવાનું એ રહેશે કે, જો કંપની તેમનીઓફર ઠુકરાવી દે છે, તો તેમનું આગળનું પગલું શું હશે.