For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Thailand Cave rescue: ગુફામાંથી બહાર કઢાયા બધા 12 બાળકો અને કોચ

થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બધા 12 બાળકો અને તેમના કોચને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બધા 12 બાળકો અને તેમના કોચને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે. ગુફામાંથી કઢાયેલ બધા બાળકો અને કોચ સ્વસ્થ જણાવવામાં આવી રહ્યા છે. ગુફામાં ફસાયેલા બાળકોની ઉંમર 11 વર્ષ અને 16 વર્ષ હતી અને તેમના કોચની ઉંમર 25 વર્ષ છે. આ બધા લોકો પ્રેકટીસ મેચ ખતમ થયા બાદ થામ લુઆંગ નાંગ નોન ગુફા ફરવા ગયા હતા. ફૂટબોલની આ યુવા ટીમ 23 જૂનથી ગુફામાં ફસાયેલી હતી.

thailand cave

મેસ્સીથી લઈને રોનાલ્ડો સુધી બધાએ આપી હતી શુભેચ્છાઓ

બે સપ્તાહ બાદ બાળકોએ બહારની દુનિયા જોઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે હવે બાળકો રશિયામાં ચાલી રહેલ ફીફા વર્લ્ડ કપ જોવા જઈ શકશે. થાઈલેન્ડના ડૉક્ટર્સ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ બાળકોની સલામતી માટે દુનિયાભરમાંથી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને બ્રાઝિલના લીજેન્ડ રોનાલ્ડોથી લઈને આર્જેન્ટીનાના સુપરસ્ટાર લિયોનલ મેસ્સીએ પણ બાળકો માટે બેસ્ટ વિશીઝ મોકલ્યા હતા. 23 જૂનથી ગુફામાં ફસાયેલા બાળકો નવ દિવસો બાદ મળી શક્યા.

બાળકોને તેમના માતાપિતા અને બીજા સંબંધીઓથી અત્યારે દૂર રાખવામાં આવ્યા છે. તેમનું માનવુ છે કે અત્યારે ઈન્ફેક્શનનું જોખમ વધુ છે. આ રાહત કાર્યમાં 19 ઓસ્ટ્રેલેયાઈ પણ શામેલ છે જેમાં એક ડૉક્ટર પણ શામેલ છે. તે થાઈલેન્ડની મેડીકલ ટીમ સાથે ગુફાની અંદર હાજર છે અને એ વાતની તપાસ કરી રહ્યા છે કે બાળકોને કઈ અવસ્થામાં બહાર કાઢવાના છે.

English summary
Thai Cave rescue: efforts to save all the boys are on full swing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X