For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Thai Cave Rescue: 13 બાળકોને હોસ્પિટલમાંથી ગુરુવારે મળશે રજા

થાઈલેન્ડની શામ લુઆંગ નાંગ નોન ગુફામાંથી ગયા સપ્તાહે બચાવવામાં આવેલી ફૂટબોલ ટીમના 12 છોકરાઓ અને તેમના કોચને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા મળી જશે.

|
Google Oneindia Gujarati News

થાઈલેન્ડની શામ લુઆંગ નાંગ નોન ગુફામાંથી ગયા સપ્તાહે બચાવવામાં આવેલી ફૂટબોલ ટીમના 12 છોકરાઓ અને તેમના કોચને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા મળી જશે. આ બધા 13 લોકો ત્રણ દિવસ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ગુફામાંથી બચાવવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં થાઈ નેવી સીલ ઉપરાંત ઓસ્ટ્રેલિયાથી એક ટીમ આવી હતી. આ બાળકોનો ઈલાજ ચિયાંગ રાઈ પ્રાછનરુકો હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી પિયાસ્કોલ સાકોલસાત્યાડોરે આ વાતની જાણકારી મીડિયાને આપી છે.

કેટલાક બાળકોનું વજન વધ્યુ તો કેટલાકનું ઘટ્યુ

કેટલાક બાળકોનું વજન વધ્યુ તો કેટલાકનું ઘટ્યુ

પિયાસ્કોલે જણાવ્યુ કે હવે બધા 13 લોકોનું સ્વાસ્થ્ય સારુ છે. કેટલાક બાળકો જ્યારે ગુફામાંથી હોસ્પિટલ લાવવામાં આવ્યા તો તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. પરંતુ હવે તેમની હાલતમાં સુધાર થઈ રહ્યો છે. તેમણે જણાવ્યુ કે આ બધાને જલ્દી હોસ્પિટલમાંથી રજા મળી જશે. કેટલાક બાળકોનું વજન પાંચ કિલો સુધી ઓછુ થઈ ગયુ છે જ્યારે કેટલાકનું વજન અને તેમની ભૂખ વધી ગઈ છે. બાળકો વિવિધ પ્રકારના ભોજનની માંગ કરી રહ્યા છે. 15 વર્ષના પિપાટ ફોટી એક વીડિયોમાં કહેતા જોવા મળે છે કે તેને ક્રિસ્પી પોર્ક રાઈસ અને બાર્બેક્યુ પોર્ક રાઈસ ખાવુ છે. આ ઉપરાંત બાળકોએ તેમને આપવામાં આવેલ મોરલ સપોર્ટ માટે બધાનો આભાર માન્યો છે. કેટલાક બાળકોએ સુશીની માંગ કરી છે. જો કે બાળકોનું સ્વાસ્થ્ય સારુ છે તેમછતાં કેટલાક ડૉક્ટરો સામે કેટલાક પડકાર છે.

હવે બધુ ધ્યાન માનસિક સ્વાસ્થ્ય પર

હવે બધુ ધ્યાન માનસિક સ્વાસ્થ્ય પર

ડૉક્ટરોને એ વાતની ચિંતા છે કે તેમને હજુ સુધી જે લોકપ્રિયતા કે પ્રસિદ્ધિ મળી છે તેનાથી આ બાળકો કેવી રીતે નિપટશે. સ્વાસ્થ્ય મંત્રી પિયાસ્કોલે કહ્યુ કે બાળકો અને તેમના પરિવારને જે પણ પ્રસિદ્ધિ કે પછી આકર્ષણ હમણાંથી મળ્યુ છે તેમાંથી બહાર નીકળવા માટે તેમણે તૈયાર રહેવુ પડશે. તેમણે કહ્ય કે પરિવાર અને બાળકોને મીડિયામાં ઈન્ટરવ્યુ આપવાથી રોકવામાં આવ્યા છે કારણકે આનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. તેમણે કહ્યુ કે હવે આપણે મળીને કામ કરવુ પડશે જેથી જ્યારં બાળકો મોટા થાય તો તે શારીરિક અને માનસિક રીતે ફિટ રહે.

2 જુલાઈએ ગુફામાંથી બહાર કાઢ્યા હતા

2 જુલાઈએ ગુફામાંથી બહાર કાઢ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાથી આવેલી વાઈલ્ડ બોર્સ ટીમે આ બધા 13 લોકોને 2 જુલાઈએ ગુફામાંથી બહાર કાઢ્યા હતા. આ ગુફા મ્યાનમારની એકદમ નજીક છે. બાળકોના બહાર આવવાના સમાચારે માત્ર થાઈલેન્ડને જ નહિ પરંતુ દુનિયાના દરેક દેશના લોકોને ખુશી અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.

English summary
Thailand Cave Rescue: All 13 boys will be discharged from hospital on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X