• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રાએ 20 લાખ વર્ષનો રેકોર્ડ તોડ્યો

|
Google Oneindia Gujarati News

જળવાયુ પરિવર્તનનું સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણ છે, તે આપણે બધા જાણીએ જ છીએ, તેમાં પણ કાર્બન ડાયોક્સાઈડ(CO2) નું સૌથી મોટું યોગદાન છે, તે પણ બધા જાણે જ છે. પરંતુ કાર્બન ડાયોક્સાઈડ સિવાય અન્ય કઈ-કઈ ગેસ છે, જે પૃથ્વીને વિનાશ તરફ લઈ જઈ રહી છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. અમે વાત કરી રહ્યા છીએ એવા ગેસોની જે ગ્રીનહાઉનસ ગેસોની શ્રેણીમાં આવે છે અને પાછલા કેટલાક દશકાઓમાં વાતાવરણમાં તેની માત્રામાં તેજીથી વધારો થયો છે. સોમવારે ઈંટરગવર્મેંટલ પેનલ ફોર ક્લાઈમેટ ચેન્જના સમૂહ-1ના રિપોર્ટનું માનીએ તો વર્ષ 2019માં વવાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આટલી વધુ માત્રા ગત 20 લાખ વર્ષમાં પણ નથી રહી. આ ઉપરાંત નાઈટ્રસ ઓક્સાઈડ અને મીથેનની વધતી માત્રા પર પણ વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે.

ગ્રીનહાઉસ ગેસ સાથે જોડાયેલા ખાસ તથ્ય

વાતાવરણમાં અમુક ગેસ છે, જેમને ગ્રીનહાઉસ ગેસની શ્રેણીમાં રાખવામાં આવે છે. તેમાં કાર્બન ડાયોક્સાઈડ, મીથેન, નાઈટ્રસ ઓક્સાઈડ અને અમુક ફ્લોરિનેટેડ ગેસ સામેલ છે.

કાર્બન ડાયોક્સાઈડ

જ્યાં સુધી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ સંતુલિત માત્રામાં રહે છે, ત્યાં સુધી સંપૂર્ણ જૈવ વિવિધતા માટે ફાયદાકારક છે, પરંતુ જો તેની માત્રા વધી ગઈ તો માત્ર વૃક્ષોને જ નહી બલકે સમગ્ર પૃથ્વી માટે ખતરો પેદા થઈ શકે છે, જેની શરૂઆત અત્યારે થઈ જ ગઈ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ પ્રમુખ રૂપે કોલસો, પ્રાકૃતિક ગેસને ઓઈલ ઈંધણ અને અન્ય જૈવિક પદાર્થોને સળગાવવાથી વધે છે. જેના પરિણામસ્વરૂપ વાતાવરણમાં કેટલાય પ્રકારના કેમિકલ રિએક્શન (રાસાયણિક અભિક્રિયાઓ) થાય છે. આપણી વચ્ચે રહેલાં વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડને અવશોષિત કરી લે છે, જે એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ સમજવાની જરૂરત છે કે વૃક્ષો એક લિમિટ સુધી જ તેને અવશોષિત કરી શકે છે. એટલે જ વૃક્ષો કાપવાને બદલે વાવવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. પૃથ્વી પર જે કાર્બન ડાયોક્સાઈડ બચ્યો છે તેની માત્રા સતત વધી રહી છે, જે પૃથ્વીને નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે.

climate change

IPCCના વૈજ્ઞાનિકો શું કહે છે

પર્યાવરણના છઠ્ઠા ચક્રના આંકલન માટે આઈપીસીસી દ્વારા વિવિધ સમૂહ બનાવવામાં આવ્યાં છે, જેમાં પહેલા સમૂહના રિપોર્ટમાં કાર્બન ડાયોક્સાઈડના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ ગત 2000 વર્ષમાં જે બદલાવ થયો છે, તે અભૂતપૂર્વ છે. 1750 બાદથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં તેજીથી વધારો નોંધાયો છે. વર્ષ 2019માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા અત્યાર સુધીની સૌથી વધુ નોંધાઈ છે. આટલી વધુ માત્રા ગત 20 લાખ વર્ષમાં પણ રહી નહીં હોય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આગામી સમયમાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન વધીને 400 ગીગાટન થઈ શકે છે, પરંતુ જો આપણે તેને 67% સુધી રોકવામાં સફળ થઈ જઈએ છીએ તો 2099 સુધી પૃથ્વીના તાપમાનમાં થતો વધારો પણ 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત થઈ શકે છે.

મીથેન ગેસ (CH4)

બીજો ગ્રીનહાઉસ ગેસ મીથેન છે, જે વાહનોમાં ઉપયોગ કરાતા ઈંધણના સળગવાથી નીકકળે છે. સાથે જ યાતાયાતમાં પ્રયોગ કરતો કોલસો, પ્રાકૃતિિક ગેસ, પેટ્રોલ, ડીઝલના પ્રયોગ પર ઉત્સર્જિત થાય છે. આ ઉપરાંત મવેશી, કૃષિ કાર્યો, ભૂમિના ઉપયોગ, જૈવિક અપશિષ્ટ, વગેરેથી નીકળે છે.

નાઈટ્રસ ઓક્સાઈડ (N2O)

નાઈટ્રસ ઓક્સાઈડનું ઉત્સર્જન મુખ્ય રૂપે કૃષિ કાર્યો, ઔદ્યોગિક ગતિવિધિઓ, કોલસો અથવા જૈવિક ઈંધણ સળવાવા પર અથવા તો કચરોનો ઢગલો સળગાવવા પર નાઈટ્રસ ઓક્સાઈડનું ઉત્સર્જન થાય છે. વધુમાં અપશિષ્ટ રૂપે ઉદ્યોગોથી નીકળતા ગંદા પાણીને સાફ કરવાના ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પણ આ ગેસનું ઉત્સર્જન થાય છે.

N2O અને CO2 પર વૈજ્ઞાનિકોએ શું કહ્યું

આઈપીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ બંને ગેસની માત્રા 2019માં પાછલા 8 લાખ વર્ષમાં ક્યારેય ના રહી હોય તેટલી માત્રામાં મળી આવી છે. 1970 બાદથી પૃથ્વી ગરમ થવાનો દર ઘણો વધી ગયો છે. જેટલું તાપમાન પાછલા 2000 વર્ષમાં નથી વધ્યું, તેટલું જ તાપમાન પાછલા 50 વર્ષમાં વધી ગયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરી મીથેનના ઉત્સર્જનને ઘણી હદે ઘટાડી શકાય છે. રિપોર્ટ મુજબ શહેરોના વાતાવરણમાં N2O ઉપરાંત સલ્ફર ડાઈઓક્સાઈડ (SO2)ની માત્રા પણ સતત વધી રહી છે. આ બંને ગેસ એયરોસોલના રૂપમાં હવામાં ભારે માત્રામાં હાજર રહે છે અને દરેક વર્ષે આ ગેસના કારણે 42 લાખ લોકોના મૃત્યુ સમય પહેલાં થઈ જાય છે. જો કે આ બંને ગેસ મળીને વાતાવરણને ઠંડું કરવાનું કામ પણ કરે છે.

વૈજ્ઞાનિકકોએ 195 દેશોની સરકારોને ઉકેલ આપ્યો છે કે જો એયરોસોલ પોલ્યૂશનને ખતમ કરી દેવામાં આવે, તો તેનાથી સ્વાસ્થ્ય અને નાણાકીય લાભ તો થશે, ઉપરાંત પૃથ્વીના વધતા તાપમાનને નિયંત્રિત કરવામાં પણ સફળતા મળી શકે છે.

ફ્લોરિનેટેડ ગેસ

ગ્રીનહાઉસ ગેસની શ્રેણીમાં કેટલાંક ફ્લોરીનેટેડ ગેસ પણ સામેલ છે. જેમ કે હાઈડ્રોફ્લોરોકાર્બન, પર ફ્લોરોકાર્બન, સલ્ફર હેક્સાફ્લોરાઈડ અને નાઈટ્રોજન ટ્રાઈફ્લોરાઈડ. આ તમામ માનવ જનિત સિંથેટિક ગ્રીનહાઉસ ગેસ છે, જે મુખ્યરૂપે મોટી-મોટી ફેક્ટરીઓથી ઉત્સર્જિત થાય છે. આ ગેસ ઓછી માત્રામાં ઉત્સર્જિત થઈ રહી હોવા છતાં તેનો દુષ્પ્રભાવ CO2, CH4 અને N2Oથી પણ વધુ ગંભીર છે, કેમ કે આ ગેસ પૃથ્વીના વાતાવરણ ઉપર ઓઝોનના સ્તરને તેજીથી નુકસાન પહોંચાડી રહ્યું છે.

English summary
The amount of carbon dioxide in the atmosphere broke the 2 million year record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X