
2022: કયો દેશ સૌથી પહેલા અને કયો દેશ સૌથી છેલ્લે મનાવે છે નવા વર્ષની ઉજવણી
નવી દિલ્લીઃ નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે અને આપણે વર્ષ 2021ને પાછળ મૂકીને વર્ષ 2022માં પ્રવેશ કરી ચૂક્યા છે. આ પ્રસંગે આખી દુનિયામાં ઉજવણીનો માહોલ છે અને દરેક દેશ પોતાની રીતે ખુશીઓ મનાવી રહ્યો છે. શું તમે જાણો છો કે દરેક દેશ એક જ સમયે નવા વર્ષની ઉજવણી નથી કરતા પરંતુ ખુશીઓ મનાવવાનો તેમનો સમય અલગ-અલગ હોય છે અને અલગ-અલગ સમયે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવે છે.

સૌથી પહેલા કયા દેશમાં સ્વાગત
ઓશિનિયા દુનિયાનો પહેલો એ દેશ છે જે નવા વર્ષનુ સૌથી પહેલા સ્વાગત કરે છે. પ્રશાંત દ્વીપમાં સ્થિત આ નાના દેશ ઉપરાંત ટોંગા, સમોઆ અને કિરિબાતી નવા વર્ષનુ સ્વાગત કરનાર પહેલો દેશ છે. 1 જાન્યુઆરીથી અહીં 31 ડિસેમ્બરે સવારે 10 વાગે જ થઈ જાય ચે અને એક જાન્યુઆરી થતા જ અહીં આતશબાજી શરુ થઈ જાય છે અને લોકો નવા વર્ષનુ સ્વાગત કરે છે.

સૌથી છેલ્લા કયા દેશમાં સ્વાગત
સંયુક્ત રાજ્ય અમેરિકા પાસે સ્થિત નિર્જન ટાપુ હાઈલેન્ડ અને બેકરમાં સૌથી છેલ્લે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022નુ પણ સ્વાગત આ ટાપુ પર સૌથી છેલ્લા કરવામાં આવશે. ભારતમાં જ્યારે એક જાન્યુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગશે ત્યારે આ ટાપુ પર એક જાન્યુઆરી દસ્તક દેશે અને ત્યારબાદ અહીં રહેતા લોકો નવા વર્ષની ઉજવણી કરશે.

કયા દેશમાં કેટલા વાગે હેપ્પી ન્યૂ યર
અમે તમને અમુક ચોંકાવનારી વિગતો જણાવવાના છીએ. ભારતીય સમય અનુસાર કયા દેશમાં હેપ્પી ન્યૂ યર કેટલા વાગે મનાવાય છે તે અમે તમને જણાવીશુ. એટલે કે અલગ-અલગ દેશોમાં જ્યારે નવુ વર્ષ દસ્તક આપે છે એ વખતે ભારતમાં સમય શું થઈ રહ્યો હોય છે.
31 ડિસેમ્બરની રાતે જે દેશ કરે છે સ્વાગત
ન્યૂઝીલેન્ડ, સાંજના સાડા 3 PM(31 ડિસેમ્બર-ભારત)
ઑસ્ટ્રેલિયા, સાંજના સાડા 6 PM(31 ડિસેમ્બર-ભારત)
જાપાન, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા - 8.30 PM(31 ડિસેમ્બર-ભારત)
ચીન, ફિલીપીન્સ અને સિંગાપુર - 9.30 PM(31 ડિસેમ્બર-ભારત)
બાંગ્લાદેશ - 11.30 PM(31 ડિસેમ્બર-ભારત)
નેપાળ - 11.45 PM(31 ડિસેમ્બર-ભારત)
ભારત, શ્રીલંકા - 12 AM
પાકિસ્તાન - 12.30 AM
જર્મની, ફ્રાંસ, ઈટલી, બેલ્જિયમ અને સ્પેન - 4.30 AM
બ્રિટન, આયરલેન્ડ, આઈસલેન્ડ, પોર્ટુગલ - 5.30 AM

1 જાન્યુઆરીએ જે દેશ કરે છે સ્વાગત
બ્રાઝિલ - સવારે 7.30 વાગે
આર્જેન્ટીના, ચિલી, પરાગ્વે - સવારે 8.30 વાગે
ન્યૂયૉર્ક, વૉશિંગ્ટન - સવારે 10.30 વાગે
શિકાગો - સવારે 11.30 વાગે
કોલોરાડો અને એરિજોના - બપોરે 12.30 વાગે
નેવેદા - બપોરે 1.30 વાગે
અલાસ્કા - બપોરે 2.30 વાગે
હવાઈ - બપોરે 3.30 વાગે
અમેરિકન સાઓઆ - સાંજે 4.30 વાગે
હાઉલેન્ડ અને બેકર આયલેન્ડ - સાંજે 5.30 વાગે