યુક્રેનમાં ફસાયેલા ભારતીય છાત્રો માટે નવી એડવાઈઝરી, સીમાવર્તી વિસ્તારોમાં ન જવા માટે કડક સૂચના
કીવ/નવી દિલ્લીઃ યુક્રેનમાં ફસાયેલા લગભગ 16 હજાર ભારતીયોને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવા માટે ભારત સરકાર સતત કોશિશ કરી રહી છે અને ભારત સરકાર તરફથી એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં યુક્રેનમાં ફસાયેલા છાત્રોને સીમાવર્તી વિસ્તારોમાં નહિ જવાની કડક સલાહ આપવામાં આવી છે.
ભારતની નવી એડવાઈઝરી
ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલ નવી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે, 'બધા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તે સીમા ચોકીઓ પર ભારત સરકારના અધિકારીઓ સાથે પૂર્વ સમન્વય વિના કોઈ પણ સીમા ચોકી પર ન જાય. ભારત સરકારે કહ્યુ છે કે કોઈ પૂર્વ કૉર્ડિનેશન વિના સીમાવર્તી વિસ્તારોમાં ન જાવ અને ભારત સરકારના અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવીને જ બૉર્ડર પોસ્ટ પાસે જાવ. ભારત સરકારે હેલ્પલાઈન નંબર અને ઈમરજન્સી નંબર સ્થાપિત કર્યા છે. સીમાવર્તી વિસ્તારોમાં સ્થિતિ ઘણી સંવેદનશીલ છે અને ભારતીય દૂતાવાસ સતત પડોશી દેશ સાથે સંપર્કમાં છે.'
છાત્રોની વાપસી શરુ
તમને જણાવી દઈએ કે ભારત સરકારે યુક્રેનથી ભારતીય છાત્રોને પાછા લાવવાનુ શરુ કરી દીધુ છે અને ભારતીય છાત્રોને યુક્રેનના રસ્તો ભારત લાવવામાં આવી રહ્યા છે. જો કે, ગુરુવારથી ભારતીય છાત્રોની ઘરવાપસીની તૈયારી શરુ થઈ ગઈ હતી પરંતુ હવે ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે પોલેન્ડ અને હંગેરીના રસ્તે પણ છાત્રોને બહાર કાઢવામાં આવશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય છાત્રો ભણવા માટે જાય છે પરંતુ રશિયાના હુમલા બાદ ભારતીય છાત્રો ત્યાં ફસાઈ ગયા છે અને ઘણા એવા ફોટા સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યુ છે કે જીવ બચાવવા માટે ભારતીય છાત્રો બંકરોમાં છૂપાયા છે જ્યારે ભારત સરકાર તરફથી રેસ્ક્યુ મિશનને તેજ કરી દેવામાં આવ્યુ છે અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કાલે પણ યુક્રેનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી છે.
#UkraineRussiaCrisis All Indian citizens are advised not to move to any of the border posts without prior coordination with GoI officials at border posts: Embassy of India in Kyiv, Ukraine in an advisory to Indian nationals pic.twitter.com/K2Yeu2YxwP
— ANI (@ANI) February 26, 2022