ડોનાલ્ડ ટ્રમ્પની સામે મહાભિયોગની કાર્યવાહી બંધારણીય : અમેરિકી સેનેટમાં મતદાન
અમેરિકાની કૉંગ્રેસ પર કરાયેલા હુમલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી ચલાવતા પહેલા અમેરિકાની સેનેટે માન્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચલાવવામાં આવનારી મહાભિયોગની કાર્યવાહી બંધારણીય છે અને તેમણે સંપૂર્ણ કાર્યવાહીની પરવાનગી આપી છે.
જોકે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે દલીલ કરી હતી કે તેમણે વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ટ્રાયલનો સામનો કરવાનો થતો નથી.
સેનેટમાં મતદાન થતા 56-44ની બહુમતીથી મહાભિયોગની કાર્યવાહી આગળ વધારવાની પરવાનગી મળી હતી. કેટલાંક રિપબ્લિકન્સે પણ તેનું સમર્થન કર્યું હતું.
ગયા મહિને અમેરિકી કૉંગ્રેસ કૅપિટલ હિલ્સમાં તોફાન થયું હતું ત્યારે ટ્રમ્પ પર "બળવાને ઉશ્કેરવાનો" આરોપ મૂકાયો હતો.
ટ્રમ્પે 6 જાન્યુઆરીએ આપેલા ભાષણના વીડિયો અને કથિતરૂપે તેમના કેટલાક ટેકેદારો દ્વારા આચરવામાં આવેલા હંગામાના એ વખતના દ્રશ્યોને પુરાવો અને આધાર બનાવી ડેમૉક્રેટ્સે કેસ ચલાવવાની કામગીરીની માગ કરી છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને આ પ્રક્રીયામાં મૂકવાં ગેરબંધારણીય છે અને ડેમૉક્રેટ્સ પર આરોપ મૂક્યો હતો કે આ રાજકીય રીતે પ્રેરિત છે. .
છ રિપબ્લિકન્સ ટ્રાયલને આગળ વધારવા માટે મતદાનમાં ડેમૉક્રેટ્સ સાથે જોડાયા.
- મ્યાનમારમાં ટોળાને વિખેરવા પોલીસે રબરની ગોળીઓ ચલાવી
- ઉત્તરાખંડ હોનારત : 'હું સાત કલાક અંધારી ટનલમાં મોત સામે લડ્યો'
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=yyzqwff4mzg&t=23s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો