India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ વ્યક્તિ જેના કહેવા પર અમેરિકાએ ઇરાકમાં યુદ્ધ છેડી દીધું

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

અમેરિકાના બે વખતના ડિફેન્સ સેક્રેટરી (રક્ષા સચિવ) ડોનાલ્ડ રમ્સફેલ્ડનું 88 વર્ષની વયે નિધન થયું છે. તેમને ઇરાક યુદ્ધના આર્કિટેક્ટ એટલે કે ઇરાક યુદ્ધ છેડનારી મુખ્ય વ્યક્તિઓમાંથી એક ગણવામાં આવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં અમેરિકાએ ઇરાકમાં યુદ્ધ છેડ્યું હતું. અને આજે પણ આ યુદ્ધની અસરો વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન છે.

અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા 9/11 ના હુમલા પછી આતંક સામે કથિત યુદ્ધ છેડનારી મુખ્ય વ્યક્તિ હોવાનું તેમને માનવામાં આવે છે. તેઓ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશના શાસન હેઠળ સેક્રેટરી પદે હતા.

જોકે યુદ્ધના સંઘર્ષના ત્રણ વર્ષ બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે તેમના રેકર્ડનો બચાવ કર્યો હતો પરંતુ નિષ્ણાતો તેમના નિર્ણયોના ટીકાકાર રહ્યા છે.

તેમનું કહેવું છે કે ડોનાલ્ડના નિર્ણયોને પગલે જ ઇરાક અને અન્ય વિસ્તારમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી.

બુધવારે તેમના પરિવારે જણાવ્યું કે ન્યૂ મેક્સિકોમાં તેમના નિવાસસ્થાને ડોનાલ્ડનું નિધન થયું. પરિવારે નિવેદનમાં કહ્યું કે તેમને છ દાયકાની જાહેર સેવાઓમાં અસાધારણ સિધ્ધિ બદલ ઇતિહાસ યાદ રાખશે.

નિવેદનમાં એવું પણ કહેવાયું કે, “દેશ માટે તેમણે જે કર્તવ્ય અને નિષ્ઠા પૂરી પાડી તેના માટે પણ તેમને યાદ રાખવામાં આવશે.”

તેમના નિધનના પગલે પૂર્વ રાષ્ટ્રપતિ બુશે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે વ્યક્તિ તરીકે ડોનાલ્ડ રમ્સફેલ્ડ બુદ્ધિશાળી અને પ્રામાણિક હતા. તેમણે ખૂબ જ ઇમાનદારીથી તેમની ફરજ બજાવી હતી.

વળી વર્તમાન સરકારમાં રક્ષા સચિવ લૉઇડ ઑસ્ટિને પણ કહ્યું. “સેક્રેટરી રમ્સફેલ્ડે નિષ્ઠાપૂર્વક દેશનની સેવા કરી છે.”


કોણ હતા ડોનાલ્ડ રમ્સફેલ્ડ?

ડોનાલ્ડ રમ્સફેલ્ડ

ડોનાલ્ડ રમ્સફેલ્ડ 1932માં શિકાગોમાં જન્મ્યા હતા. દાયકાઓ સુધી તેમણે રાજકીય અને ખાનગી ક્ષેત્રમાં સેવા આપી છે.

જેઓ 1960માં પ્રથમ વખત વૉશિંગ્ટન ડીસી આવ્યા હતા અને તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના શાસનમાં વિવિધ પદો પર સેવાઓ આપી હતી.

વર્ષ 1975માં તેઓ રક્ષા સચિવ પદ મેળવનારી સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા. વળી તેઓ સૌથી વધુ ઉંમર સુધી આ સેવા પર ફરજ બજાવનારી વ્યક્તિ પણ રહ્યા છે.

જ્યારે 9/11 હુમલો થયો ત્યારે તેઓ અમેરિકન સેનાના મુખ્યાલય પૅન્ટાગોનમાં હતા. જ્યાં વિમાન ક્રૅશ કરાયું ત્યાં પહોંચનારી વ્યક્તિઓમાં એક ડોનાલ્ડ પણ હતા. તેમણે ઘાયલોને ખુદ સ્ટ્રેચર પર લઈ જવામાં મદદ કરી હતી.

હુમલા માટે જવાબદાર અલ-કાયદા સામે એક મહિના બાદ અમેરિકાએ ખાસ અભિયાન છેડ્યું હતું. અફઘાનિસ્તાનમાં ગણતરીના સપ્તાહોમાં તાલિબાન સરકાર પડી ભાંગી હતી.

આ પછી અમેરિકી પ્રશાસનનું ધ્યાન ઇરાક તરફ વધ્યું હતું. જો કે આ હુમલાઓમાં ઇરાકની કોઈ ભૂમિકા નહોતી.

પરંતુ વર્ષ 2003ના માર્ચમાં ઇરાક પર હુમલો કરવા માટે રમ્સફેલ્ડે આધાર તૈયાર કર્યો. તેમાં કહેવાયું કે ઇરાકમાં માનવજાતને નષ્ટ કરી દેનારા હથિયારો છે અને તે વિશ્વ માટે મોટું જોખમ છે. જોકે બાદમાં આવા કોઈ હથિયારો નહોતા મળ્યા.

તેઓ પત્રકાર પરિષદમાં રિપોર્ટરો સાથેના સંવાદો માટે પણ જણીતા હતા. તેમને એક વાર 2002માં પત્રકારે પૂછ્યું કે શું ખરેખર ઇરાકમાં એ હથિયારો હતા?

તેના જવાબમાં તેમણે કહ્યું હતું, “આ સૌ જાણે પણ છે પણ અજાણ છે.”


યુદ્ધના મુખ્ય ઘડવૈયા

વળી વર્ષ 2004માં બગદાદમાં અમેરિકી સૈનિકો દ્વારા જેલમાં કેદીઓનાં શોષણની તસવીરોનો મામલો તેમના કાર્યકાળમાં જ ઘટ્યો હતો. આવો જ મામલે ક્યુબામાં અમેરિકાના નેવલ બેઝ પર રખાયેલી જેલમાં વિદેશી આંતકી શકમંદો સાથે ઘટ્યો હતો.

જોકે રમ્સફેલ્ડે હંમેશાં તેમના રેકર્ડનો બચાવ કર્યો છે.વર્ષ 2011માં તેમણે એક ડૉક્યુમેન્ટરીમાં ખુલાસો કર્યો હતો કે ઇરાક યુદ્ધનો નિર્ણય યોગ્ય હતો. પણ તેમણે આ મામલે કરેલી કેટલીક ટિપ્પણીઓ પર અફસોસ વ્યક્ત કર્યો હતો.

ડોનાલ્ડ તેમના સચિવ તરીકેના કાર્યકાળ સમયે વ્હાઇટ હાઉસની સૌથી નિટકતમ વ્યક્તિ ગણાતા હતા. તેઓ દુશ્મનોનો ખાતમો કરવામાં કુશળ હતા.

તેમને યુદ્ધ મામલેના સૌથી મજબૂત ઘડવૈયા ગણવામાં આવ્યા છે. તેમના પિતા એક રિયલ એસ્ટેટ સેલ્સમેન હતા. તથા તેમના પિતાએ બીજા વિશ્વ યુદ્ધમાં નેવીમાં સેવા આપી હતી.

તેમણે નેવલ સ્કૉલરશિપ પર પ્રિન્સટન યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી હતી. પછી તેમણે પિતાની જેમ જ વર્ષ 1954થી 1957 દરમિયાન એવિએટર તરીકે કામ કર્યું હતું.

પછી એક સાંસદના સહાયક તરીકે વૉશિંગ્ટન ડીસી આવ્યા અને બાદમાં ખુદ ચૂંટાયા અને વર્ષ 1962માં ઇલિનોઇસથી સાંસદ બન્યા હતા.

1975માં કેબિનેટમાં ફેરફાર કરાયા ત્યારે માત્ર 43 વર્ષની વયે તેઓ રક્ષા સચિવ બન્યા હતા.

1998માં તેમણે સરકારની દરખાસ્ત પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં ઇરાક, ઇરાન અને ઉત્તર કોરિયાથી અમેરિકાને મિસાઇલનો મોટો ખતરો હોવાનું તેમણે કહ્યું હતું. અને ત્યાર પછી અમેરાકની મિસાઇલ ડિફેન્સ ક્ષમતા પર ચર્ચા છેડાઈ હતી.

પછી વર્ષ 2008માં તેઓ ફરીથી બુશ પ્રશાસનમાં રક્ષા સચિવ બન્યા. બુશે તેમને ખૂબ જ મજબૂતી દીર્ધદૃષ્ટા ગણાવ્યા હતા.


બિનલાદેનને ટાર્ગેટ કરવા તરત જ મન બનાવ્યું...

https://www.youtube.com/watch?v=rJMiIK9eyns

વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાની વાત કરીએ તો તેના હુમલાના ગણતરીના કલાકો પછી જ રમ્સફેલ્ડે બિન લાદેન અને ઇરાકમાં સદ્દામ હુસૈનને ટાર્ગેટ કરવાનું મન બનાવી લીધું હોવાનું ક્લાસિફાઇડ ફાઇલોમાંથી બહાર આવ્યું હતું.

તેના એક જ મહિના પછી ઇરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકી દળો દ્વારા હવાઈ હુમલા શરૂ થઈ ગયા હતા.

પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ લાવી તેની મંજૂરી મેળવીને યુદ્ધ છેડવાનું આયોજન હતું પરંતુ પછી અમેરિકા અને યુકેએ એવું કર્યા વગર જ ઇરાન પર ત્રાટકવાનું નક્કી કર્યું હતું.

આમ માર્ચ-2003માં ઑપરેશન ઇરાકી ફ્રીડમ શરૂ થયું હતું. જોકે બીજી તરફ એના માટે કોઈ પુરાવા કે આધાર મામલે સવાલ ઉઠી રહ્યા હતા.

અમેરિકી સૈનિક ઇરાકની ધરતી પર બે દાયકાથી વધુ સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. આ યુદ્ધ મામલે તેમણે કહ્યું હતું કે ઇતિહાસ દુખદાયી અને પીડાકારક પણ પરિણમતો હોય છે.

અમેરિકાના ડિફેન્સ વિભાગ અનુસાર સત્તાવારરૂપે આ યુદ્ધમાં અમેરિકાના કુલ પાંચ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે અને 10 હજારથી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. વળી બીજી તરફ હજારો નાગરિકોનો પણ ભોગ લેવાયો હતો.

અમેરિકાના યુદ્ધ ઇતિહાસમાં અફઘાનિસ્તાન પછી ઇરાકનું યુદ્ધ અમેરિકા માટે ઘણું લાબું અને સંઘર્ષમય પુરવાર થયું છે.https://www.youtube.com/watch?v=GmjL6S-RI8o

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The man at whose behest the United States launched the war in Iraq
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X