• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હઝારા: પાકિસ્તાનના એ મૂળનિવાસી મુસલમાનો જેમની જિંદગી દોજખ બની ગઈ

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના લઘુમતી હઝારા સમુદાય માટે 2021ના વર્ષની શરૂઆત ખૂબ જ ગમગીન હતી. બલૂચિસ્તાન પ્રાંતમાં સુન્ની ઉગ્રવાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટે હુમલો કરીને કોલસાની ખાણમાં કામ કરી રહેલાં 11 સગીરની હત્યા કરી.

3 જાન્યુઆરીએ થયેલી આ દુર્ઘટનાની ન માત્ર મીડિયા અને સોશિયલ મીડિયા પર નિંદા કરવામાં આવી, પણ આ ઘટનાએ પાકિસ્તાનમાં હઝારા સમુદાયની સ્થિતિ પર પણ લોકોનું ધ્યાન ખેંચ્યું.

સુન્ની બહુમતીવાળા પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં શિયા મુસલમાનોમાં હઝારા સમુદાય લાંબા સમયથી ઉગ્રવાદી સમૂહના હુમલાને સહન કરી રહ્યો છે અને સરકાર તરફથી તેમની ઉપેક્ષા કરવામાં આવી છે.

જોકે સરકારે દેશના આ લઘુમતી સમુદાયને ફરીથી આશ્વાસન આપ્યું છે કે તે પાકિસ્તાનમાં 'બરાબરના નાગરિક' છે અને તેમને સંરક્ષણ આપવું સરકારનું કામ છે.


કોણ છે હઝારા?

હઝારા સમુદાય મધ્ય અફઘાનિસ્તાનના હઝારાજાત વિસ્તારના મૂળનિવાસી છે. અફઘાનિસ્તાનમાં અત્યાચાર પછી 19મી સદીમાં આ બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં આવીને વસ્યા છે.

પાંચ લાખથી વધારે હઝારા પાકિસ્તાનમાં રહે છે. આમાં મોટા ભાગના બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાની આસપાસ રહે છે અને આ લોકો દાયકાઓથી અલગાવવાદી આંદોલનના સાક્ષી છે.


હુમલાનું કારણ શું રહ્યું?

નિષ્ણાતોનું કહેવું છે કે આ ધર્મના કારણે થયું છે.

શિયા અને સુન્ની મુસ્લિમના મતભેદનું મુખ્ય કારણ પેયગંબર મોહમ્મદના ઉત્તરાધિકારીને લઈને રહ્યું છે. આનું કારણ બંને સંપ્રદાયની વચ્ચે તણાવ એક સામાન્ય બાબત છે.

એવું માનવામાં આવે છે કે શિયાવિરોધી ભાવના પાકિસ્તાનમાં કટ્ટર સુન્ની આંદોલન પછી વધવાની શરૂ થઈ અને શિયા સમુદાયને 'કાફિર' (વિધર્મી) જાહેર કરવાના પહેલાં પોસ્ટર 1981માં ક્વેટાની દીવાલ પર ચિપકાવવામાં આવ્યું.

આ પછી હઝારા સમુદાયને નિશાને બનાવતા અનેક વર્ષો સુધી હુમલા થયા. આમાંથી મોટા ભાગના હુમલાની જવાબદારી લશ્કર-એ-ઝાંગવીએ લીધી.

2013માં અંગ્રેજી અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં પ્રકાશિત એક લેખ અનુસાર, "હઝારા સમુદાયની સામે વધતી હિંસાના કેસ આખા પાકિસ્તાનમાં સાંપ્રદાયિક હિંસાના વધેલા કેસનો જ એક ભાગ છે. આનું કારણ સુન્ની ઉગ્રવાદી સમૂહોનું વધવું છે જેમાં તાલિબાન પણ સામેલ છે, કારણ કે આ તમામ પોતાની ઝેરીલી શિયાવિરોધી વિચારધારાના હિસાબથી કામ કરી રહ્યા છે."

2019માં પાકિસ્તાનના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે હઝારા સમુદાયે દેશના સંપ્રદાયવિરોધી ડંખને સહન કર્યો છે.

આમાં કહેવામાં આવ્યું, "હઝારા 1999થી સતત આતંકવાદીઓ અને ધાર્મિક કટ્ટરપંથીઓના નિશાને રહ્યા છે, આમાં આત્મઘાતી હુમલા અને નિશાન બનાવીને કરવામાં આવેલી હત્યા સામેલ છે."

હઝારા સમુદાયના સભ્ય અને માનવાધિકાર કાર્યકર્તા સજ્જાદ ચંગેઝી બીબીસી મૉનિટરિંગને કહે છે, "હઝારા સમુદાયને પાકિસ્તાનના નીતિ-નિર્માતાઓના કારણે પણ નુકસાન થયું છે, જેમણે ઉગ્રવાદી સંગઠનોને 'સારા તાલિબાન' સમજીને સહન કર્યા અને તેમને પડકાર ન ફેંક્યો."

"ધાર્મિક સમૂહ જાહેરમાં નફરતવાળાં ભાષણોમાં સામેલ રહ્યા છે. એક વખત સુન્નત (સુન્ની સમૂહ) જાહેરમાં ક્વેટામાં હઝારા સમુદાયની સામે અભિયાન ચલાવ્યું હતું."

હઝારા લાંબા સમયથી પાકિસ્તાનના સૈન્ય સામે લશ્કર-એ-ઝાંગવીની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. સૈન્યએ વાયદો કર્યો હતો કે તે સમુદાયને સુરક્ષા આપશે અને 2018માં લશ્કર-એ-ઝાંગવીના એક મુખ્ય ઉગ્રવાદીને મારી નાખ્યો હતો.

પાકિસ્તાન હંમેશાં ભારત પર દેશમાં સાંપ્રદાયિક અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવતું રહ્યું છે.

તાજી ઘટના પર વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે દેશની ગુપ્તચર સંસ્થાઓએ જાણ્યું છે કે પાકિસ્તાનમાં 'સાંપ્રદાયિકતા ભડકાવવા' માટે ભારત ઇસ્લામિક સ્ટેટનું સમર્થન કરી રહ્યું છે.


જીવતા રહેવાનો સંઘર્ષ

હઝારા પોતાની સુરક્ષાને લઈને ડરેલા રહે છે.

મોટા ભાગના હઝારા બલૂચિસ્તાનમાં રહે છે જેને દેશનો સૌથી ઓછો વિકસિત પ્રાંત માનવામાં આવે છે.

આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંસાધનોનો ભંડાર છે અને આ ભાગમાં ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર (સીપીઈસી) પણ પડે છે.

ધ ન્યૂઝ દૈનિક અખબારે 30 ડિસેમ્બરે એક લેખ પ્રકાશિત કર્યો જેમાં લખ્યું હતું, "બલૂચિસ્તાનમાં એવી સામાન્ય ભાવના છે કે પ્રાંતના કોલસા અને ગેસના ભંડારનું કેન્દ્ર (સંઘીય સરકાર) અને બીજા પ્રાંત દોહન કરી રહ્યા છે અને પોતે બલૂચિસ્તાનને પોતાનું સંશાધન ઓછામાં ઓછું મળી રહ્યું છે."

સુરક્ષાને લઈને ઊભા થયેલા ડરની અસર કામ અને શિક્ષણ પણ થાય છે.

https://www.youtube.com/watch?v=1FxqJ35y_kA

એક આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થા માઇનૉરિટી રાઇટ્સ ગ્રૂપ ઇન્ટરનેશનલ ફીચર્સની વેબસાઇટ પર 'એ શહીદો તુમ કહાં હો' નામની ડૉક્યુમૅન્ટરી છે, જે આ પ્રાંતમાં એક યુવા હઝારા છોકરીની કહાણી છે. તે પોતાનાં માતાને કહે છે કે પરીક્ષાકેન્દ્ર જો દૂર છે તો તેઓ તેને ત્યાં લઈને ન જાય.

છોકરી કહે છે, "જ્યાં સુધી અમે ઘરે પરત ફરીને ન આવીએ છીએ, ત્યાં સુધી અમારી માતા અમારી જિંદગી માટે પરેશાન રહે છે."

રાજકીય પરિદૃશ્યમાં કુલ મળીને શિયા સમુદાયની ઘણી સીમિત હાજરી છે.

ધ નેશન દૈનિક અખબારમાં 10 જાન્યુઆરીએ લખવામાં આવ્યું, "પાકિસ્તાનની કુલ વસતીમાં શિયા 20 ટકા છે અને રાષ્ટ્રીય અને પ્રાંતીય ઍસૅમ્બલીમાં આમની ઘણી ઓછી હાજરી છે."

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સરકારનો લઘુમતીને લઈને જે દૃષ્ટિકોણ છે તે બહુમતીવાળા સુન્ની સમુદાયની વસતીથી પ્રભાવિત છે.

ક્વેટાના માનવાધિકાર કાર્યકર્તા ડૉક્ટર જાવેદ સલીમ બીબીસી મૉનિટરિંગને કહે છે, "સુન્ની સંગઠનો અને જેહાદી સમૂહોની વચ્ચે ગઠબંધન રાજકીય રીતે ઘણું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે."


હાલમાં થયેલા હુમલાને લઈને શું પ્રતિક્રિયા આવી?

જાન્યુઆરીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારે ત્યાં સુધી શબની દફનવિધિ કરવાની ના પાડી દીધી જ્યાં સુધી ઇમરાન ખાન તેમને મળવા ન આવે.

અનેક દિવસો સુધી આને લઈને વિરોધપ્રદર્શન ચાલતું રહ્યું અને સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનની ટીકા થતી રહી.

સોશિયલ મીડિયા પર અનેક દિવસો સુધી 'હઝારા લાઇવ્સ મૅટર' અને 'હઝારા શિયા વૉન્ટ્સ જસ્ટિસ' ટ્રેન્ડ થતું રહ્યું.

સામાજિક કાર્યકર્તા સજ્જાદ ચંગેઝી અને તેમના પરિવારે આ હત્યાઓની વિરુદ્ધમાં ભૂખહડતાળ કરી હતી.

છેવટે નવ જાન્યુઆરીએ ક્વેટા શહેરમાં વડા પ્રધાને પ્રદર્શનસ્થળની મુલાકાત કરી અને ભરોસો અપાવ્યો કે સરકાર તેમની સુરક્ષા કરશે.

આ પહેલાં ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું હતું કે આ ઘટનામાં સામેલ રહેલાં 'તત્ત્વો'ને છોડવામાં નહીં આવે. તેઓ પહેલા કેન્દ્રીયમંત્રી હતા, જે વડા પ્રધાનના આદેશથી ક્વેટા પ્રવાસે ગયા હતા.

રાશિદના પ્રવાસ પછી સરકારે બલૂચિસ્તાનના ગૃહમંત્રીને નેતૃત્વમાં આ હત્યાઓની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીનું ગઠન કર્યું. મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર અને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો.

જોકે સામાજિક કાર્યકર્તાઓનું માનવું છે કે હઝારાને નિશાન બનાવાનું બંધ કરવા માટે ઘણું બધું કરવાની જરૂર છે.

ચંગેઝી બીબીસી મૉનિટરિંગને કહે છે, "બલોચ લોકો એક અલગ પ્રાંત ઇચ્છે છે પણ અમે ક્યારેય તેની માગ કરી નથી. અમે ગેસ, સોના અથવા સીપીઈસીમાં ભાગીદારી નથી ઇચ્છતા."

"અમે ઇચ્છતા હતા કે અમારાં બાળકો સવારે શાળાએ જઈ શકે, પુરૂષો કામે જઈ શકે અને રાત્રે ઘરે પરત ફરી શકે. અમે જીવવાનો અધિકાર માગીએ છીએ."


https://www.youtube.com/watch?v=2_0gpvhkSYQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The native Muslims of Pakistan whose lives became hell
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X