For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પના ઈનકાર બાદ 15 ઓક્ટોબરે અમેરિકામાં યોજાનાર પ્રેસિડેંશિયલ ડિબેટ રદ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વર્ચ્યુઅલ ડિબેટમાં ભાગ લેવાથી ઈનકાર કર્યા બાદ તેમના અને તેમના પ્રતિસ્પર્ધી જે બિડેન વચ્ચે 15 ઓક્ટોબરે યોજાનારી ડિબેટ રદ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વર્ચ્યુઅલ ડિબેટમાં ભાગ લેવાથી ઈનકાર કર્યા બાદ તેમના અને તેમના પ્રતિસ્પર્ધી જે બિડેન વચ્ચે 15 ઓક્ટોબરે યોજાનારી ડિબેટ રદ કરી દેવામાં આવી છે. અમેરિકામાં પ્રેસિડેંશિયલ ડિબેટ સાથે જોડાયેલ પંચે આ અંગે માહિતી આપી છે. પંચે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે 15 ઓક્ટોબરે કોઈ ડિબેટ નહિ થાય. બધા ઉમેદવારોએ એ દિવસની પોતાની યોજનાઓ વિશે પંચને સૂચિત કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે અંતિમ ચર્ચા 22 ઓક્ટોબરે નૈશવિલે, ટેનેસિમાં થશે.

trump

ઉલ્લેખનીય છે કે ડિબેટ કમિશને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વર્ચ્યુઅલ ડિબેટ કરાવવાની વાત કહી હતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો. ફૉક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યુ કે વર્ચ્યુઅલ ફૉર્મેટમાં ડિબેટ કરાવવાનુ કમિશન ઑન પ્રેસિડેંશિયલ ડિબેટ્સે જે એલાન કર્યુ છે તે મને સ્વીકાર્ય નથી. હું વર્ચ્યુઅલ ડિબેટમાં ભાગ નથી લેવાનો કારણકે આ સમયની બરબાદી છે.

ટ્રમ્પે કહ્યુ કે પહેલી ડિબેટમાં મે બિડેનને હરાવ્યા હતા અને બીજી ડિબેટમાં પણ હું સરળતાથી તેમને હરાવી શકુ છુ. પરંતુ વર્ચ્યુઅલ ડિબેટમાં હું પોતાનો સમય બરબાદ નહિ કરુ. વળી, ટ્રમ્પના આ નિવેદન પર બિડેને કહ્યુ કે કમિશન જે સલાહ આપશે તેને તે માનશે, મને ખબર નથીકે ટ્રમ્પ આગળ શું કરશે, તેમનુ મન દરેક પળે બદલાય છે માટે તેમના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપુ તે બેજવાબદાર ગણાશે.

Weather Alert: બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય, આગલા 3 દિવસ અહીં ભારે વરસાદની આશંકાWeather Alert: બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય, આગલા 3 દિવસ અહીં ભારે વરસાદની આશંકા

English summary
The precidential debate between President Donald Trump and Joe Biden on 15 october has been canceled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X