ડિનર કરતી મહિલાના જમવામાં નિકળ્યો મનુષ્યનો પ્રાઇવેટ પાર્ટ, જુઓ વીડિયો
કલ્પના કરો કે તમે તમારું રાત્રિભોજન અથવા બપોરનું ભોજન આરામથી કરી રહ્યા છો અને અચાનક તમારા ખોરાકમાંથી પ્રાઇવેટ પાર્ટ નિકળે તો. આ દ્રશ્ય જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આવો જ એક કિસ્સો આફ્રિકાના દેશ ઘાનામાં સામે આવ્યો છે. એક મહિલા ખોરાક ખાઈ રહી હતી ત્યારે તેના ખોરાકમાં માણસના પ્રાઈવેટ પાર્ટ જેવું કંઈક દેખાયું. પહેલા તો તેને ગેરસમજ થઈ, પરંતુ જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તે માણસનો પ્રાઇવેટ પાર્ટ હતો.

મહિલાએ સ્ટ્રીટ પરથી ખરીદ્યુ હતુ જમવાનુ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે વીડિયો શેર કરવામાં આવ્યો હતો તે બતાવે છે કે મહિલા તેના હાથમાં 'માણસના પ્રાઇવેટ પાર્ટ-આકારની' વસ્તુ બતાવે છે અને દાવો કરે છે કે તેને તે ફૂડ પેકેટમાં મળ્યો છે જે તેણે સ્ટ્રીટ પરથી ખરીદ્યું હતું. વીડિયોમાં મહિલા માંસનો ટુકડો બતાવતી જોવા મળે છે જે તેને તુઓ ઝફી નામની વાનગીમાં મળે છે. તુઓ ઝફી ઘાનામાં ઉપલબ્ધ મુખ્ય ખોરાક છે. અનાજ અને માંસમાંથી બનેલો આ ખોરાક સ્ટ્રીટ ફૂડના સ્ટોલ પર સરળતાથી ઉપલબ્ધ હોય છે.

માણસના લિંગ જેવી ચીજ નિકળી
મહિલાએ આ જ ગલીમાંથી આ વાનગી ખરીદી હતી. જો કે તેના ખોરાકમાં માનવ લિંગ જેવું કંઈક જોવા મળતાં તે આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરતાં મહિલાએ લોકોને વિનંતી કરી હતી કે તેઓ સ્ટ્રીટ સ્ટોલ પરથી ખરીદેલી ખાદ્ય ચીજોનું સેવન કરતા પહેલા તેની કાળજીપૂર્વક તપાસ કરે. લોકોએ એમ પણ કહ્યું કે મહિલાએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ કારણ કે દરેક જણ સોશિયલ મીડિયા પર નથી.

યુઝર્સ આપી રહ્યું છે સલાહ
એક યુઝરે લખ્યું, "કૃપા કરીને પોલીસને જાણ કરો, કારણ કે ઘણા લોકો પાસે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની એક્સેસ નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, "પોલીસે આ મામલાની તપાસ કરવી જોઈએ અને જો આ સસ્તી પબ્લિસિટી માટે ફેક સ્ટોરી છે, તો મહિલાએ કાર્યવાહી કરવી જોઇએ. કૃપા કરીને તમે શું ખાઓ છો તેની કાળજી રાખો. સલામત રહો.
પહેલા પણ સામે આવી ચુકી છે આવી ઘટના
ઘાનામાં ફૂડ પેકેટમાંથી આવી ઘૃણાસ્પદ વસ્તુ મળી આવી હોય તેવું આ પહેલીવાર નથી. 2016 માં અકોસા નામની મહિલાને તેના ખોરાકમાં લિંગ જેવા આકારનો માંસનો ટુકડો મળ્યો હતો. આ ઘટના ઘાનાના અકરામાં બની હતી. યુકે મેટ્રોના અહેવાલ મુજબ અકોસાએ પોલીસનો સંપર્ક કર્યો અને માંસના ટુકડા પર ડીએનએ પરીક્ષણ માટે કહેવામાં આવ્યું હતુ જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.