For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાને નોર્વેના દૂતાવાસમાં દારૂની બોટલ ફોડી, પુસ્તકો આગને હવાલે કર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વપસીને આજે (ગુરુવાર) 25 દિવસ પૂરા થયા છે, જે દરમિયાન તાલિબાની લડવૈયાઓએ લોકો પર અનેક પ્રકારના અત્યાચાર ગુજાર્યા હતા. લોકો તાલિબાનના જુલમથી બચવા માટે અન્ય દેશોમાં આશરો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાનની વપસીને આજે (ગુરુવાર) 25 દિવસ પૂરા થયા છે, જે દરમિયાન તાલિબાની લડવૈયાઓએ લોકો પર અનેક પ્રકારના અત્યાચાર ગુજાર્યા હતા. લોકો હજૂ પણ તાલિબાનના જુલમથી બચવા માટે અન્ય દેશોમાં આશરો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આતંકવાદીઓએ હવે અફઘાનિસ્તાનથી તમામ બહાર નીકળવાના તમામ માર્ગો બંધ કરી દીધા છે. આ દરમિયાન તાલિબાનનો અસલી ચહેરો ફરી એક વખત સામે આવ્યો છે, તેમણે હવે કાબુલમાં નોર્વેના દૂતાવાસમાં તોડફોડ કરી છે.

Taliban

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નોર્વેના દૂતાવાસ પર કબ્જો કર્યા બાદ તાલિબાન બંદૂકધારીઓએ ત્યાં રાખવામાં આવેલી દારૂની બોટલ તોડી નાખી હતી અને પુસ્તકોનો પણ નાશ કર્યો હતો. ઈરાનમાં નોર્વેના રાજદૂત સિગવાલ્ડ હૌજે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, તાલિબાનોએ હવે કાબુલમાં નોર્વેના દૂતાવાસ પર કબ્જો કરી લીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે, તે અમને દૂતાવાસ બાદમાં પરત સોંપશે, પરંતુ પહેલા ત્યાં રાખવામાં આવેલી દારૂની બોટલ તોડી નાખવી પડશે અને બાળકોના પુસ્તકોનો નાશ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તાલિબાને કહ્યું હતું કે, તે દૂતાવાસ સહિત વિદેશી દેશોની રાજદ્વારી સંસ્થાઓમાં દખલ નહીં કરે. જો કે સત્ય કોઈથી છૂપાયેલું નથી કે તાલિબાન કાચિંડાની જેમ રંગ બદલવામાં નિષ્ણાત છે, આ પહેલા તાલિબાન પોતાના ઘણા વચનો તોડી ચૂક્યું છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી રહ્યા છે, જેનું નેતૃત્વ હેબતોલ્લા અખુંદઝાદા કરી શકે છે.

ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીને કાર્યકારી ગૃહમંત્રી તરીકે તાલિબાનની કટ્ટર વચગાળાની સરકારમાં શામેલ કરવામાં આવ્યા છે. ગત મહિને ડેન્માર્ક અને નોર્વેએ જાહેરાત કરી હતી કે, તેમને કાબુલમાં તેમના દૂતાવાસ બંધ કરી રહ્યા છે અને અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થતાં તેમના કર્મચારીઓને પરત બોલાવી રહ્યા છે.

English summary
Today (Thursday) marks the 25th day since the return of the Taliban to Afghanistan, during which Taliban fighters inflicted many atrocities on the people. People are still trying to seek refuge in other countries to escape the tyranny of the Taliban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X