For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં પાસ થયેલુ એક સંરક્ષણ બિલ ભારતની મુશ્કેલી વધારી શકે

અમેરિકી સેનેટે 19 જૂને 176 બિલિયન ડૉલરવાળુ એક સંરક્ષણ બિલ પાસ કરી દીધુ છે. આ બિલ બાદ ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા સંબંધોમાં મજબૂતી આવી શકશે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી સેનેટે 19 જૂને 176 બિલિયન ડૉલરવાળુ એક સંરક્ષણ બિલ પાસ કરી દીધુ છે. આ બિલ બાદ ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા સંબંધોમાં મજબૂતી આવી શકશે. અમેરિકાએ વર્ષ 2016 માં ભારતને પોતાનો સૌથી મોટો સુરક્ષા જોડીદાર ગણાવ્યો હતો. એ સમયે બરાક ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિશેષ આમંત્રણ પર તેમની સાથે દ્વિપક્ષીય વાતચીત માટે વોશિંગ્ટન ગયા હતા. આ દરજ્જા બાદ ભારત એડવાન્સ અને ઘણી સંવેદનશીલ ટેકનોલોજી અમેરિકા પાસેથી ખરીદવા સક્ષમ બની શક્યુ હતુ.

સુરક્ષા વિભાગને મજબૂત કરવામાં આવ્યુ

સુરક્ષા વિભાગને મજબૂત કરવામાં આવ્યુ

અમેરિકામાં મંગળવારે જે બિલ પાસ થયુ છે તેને નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ 2019 નામ આપવામાં આવ્યુ છે. બિલ સેનેટ તરફથી 85 મતોથી પાસ કરી દેવામાં આવ્યુ. જ્યારે આના વિરોધમાં માત્ર 10 મતો પડ્યા હતા. સેનેટ આર્મ્ડ સર્વિસીઝ કમિટિના ચેરપર્સન જ્હોન મેક્કેને કહ્યુ કે આ બિલ દ્વ્રારા અમેરિકાના રિફોર્મ એજન્ડાને આગળ વધારવામાં આવ્યો છે અને સાથે જ સુરક્ષા વિભાગને મજબૂત કરવામાં આવ્યુ છે.

ટર્કીની જેમ લાગી શકે છે ભારત પર પ્રતિબંધ

ટર્કીની જેમ લાગી શકે છે ભારત પર પ્રતિબંધ

આ ઉપરાંત એકસાથે મળીને નેશનલ ડિફેન્સ સ્ટ્રેટજી પણ તૈયાર કરવામાં આવશે. આ બિલ દ્વારા જો કે ભારતની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બિલ હેઠળ જો ટર્કીએ રશિયા પાસેથી એસ-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદી તો તેના પર પ્રતિબંધ લગાવવાની વકીલાત કરવામાં આવી છે. ટર્કી નાટોનું સભ્ય છે અને ભારત, રશિયા પાસેથી આ મિસાઈલ સિસ્ટમ ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે.

હજુ ટ્રમ્પની મંજૂરી મળવાની બાકી

હજુ ટ્રમ્પની મંજૂરી મળવાની બાકી

બિલમાં ભારતની સાથે સુરક્ષા સંબંધોને વધુ મજબૂત કરવાની વકીલાત તો કરવામાં આવી છે સાથે સાથે મોટી સુરક્ષા જોડી મજબૂત કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે હજુ આ બિલને કાયદો બનવામાં થોડો સમય લાગશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝ તરફથી આ બિલનું એક અલગ જ સંસ્કરણ પાસ કરવામાં આવ્યુ છે. હવે જોવાનું એ રહેશે કે સેનેટ અને હાઉસ એક જ પ્રકારના બિલ પર હા પાડે છે કે નહિ. જો આમ થયુ તો પછી બંને હાઉસમાં અલગ અલગ મતદાન કરાવવામાં આવશે અને પછી તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

English summary
The US Senate on Tuesday, June 19, passed a defence bill worth $716 billion seeking to strengthen Washington's defence ties with New Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X