વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય સંકટ ઘોષિત કર્યું
નવી દિલ્હીઃ ચીનમાં તેજીથી ફેલાઈ રહેલ જાનલેવા કોરોના વાયરસ દુનિયાભર માટે નવી મુસીબત બનીને સામે આવ્યો છે. તેની ભયાનકતાને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World Health Organisation) આને આંતરરાષ્ટ્રીય સંકટ ગણાવી દીધું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખિયા ટેડ્રોસ એબનૉમ ગેબ્રીસસે જણાવ્યું કે કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંકટ ઘોષિત કરવાનું મુખ્ય કારણ એજ હતું કે આ માત્ર ચીનમાં નથી થઈ રહ્યું, બલકે કેટલાય દેશમાં વાયરસ ફેલાઈ રહ્યો છે. અમારી ચિંતા એ છે કે અન્ય દેશોમાં કમજોર સ્વાસ્થ્ય વ્યવસ્થાને કારણે આ વધુ ફેલાઈ શકે છે.

18 દેશોમાં ફેલાયો આ વાયરસ
જણાવી દઈએ કે કોરોના વાયરસથી ચીનમાં મૃત્યુ પામના લોકોની સંખ્યા 213 સુધી પહોંચી ચૂકી છે. ડબલ્યૂએચઓ તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના અન્ય દેશોમાં અત્યાર સુધી કુલ 98 મામલા સામે આવી ચૂક્યા છે. કુલ 18 દેશોમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે, જો કે તેના કારણે દર્દીઓના મોત નથી થયાં. વધુ પડતા મામલા એવા લોકોા છે જેમણે ચીનની યાત્રા કરી હોય અને તે પણ ખાસ કરીને વુહાન શહેરની. આ વાયરસ આ શહેરમાંથી જ સૌથી પહેલા ફેલાવવો શરૂ થયો. જ્યારે કોરોના વાયરસથી પડિત વ્યક્તિને કારણે અન્ય વ્યક્તિમાં પણ વાયરસ ફેલાવવાના 8 મામલા સામે આવ્યા છે, જે જર્મની, જાપાન, વિયેતનામ અને અમેરિકાના છે.

અભૂતપૂર્વ પ્રકોપ
ડૉક્ટર ટેડ્રોસે જણાવ્યું કે આ વાયરસ અભૂતપૂર્વ પ્રકોત તરીકે સામે આવ્યો છે. તેમણે ચીન દ્વારા આ વાયરસથી બચાવને લઈ પગલાંના વખાણ કર્યાં છે. જો કે તેમણે કહ્યું કે ચીનથી વેપાર અને યાત્રા કરવા પર નિયંત્રણનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે હું તમને જણાવી દેવા માંગું છું કે આ ઘોષણા ચીન વિરુદ્ધ અવિશ્વાસ મત નથી. જો કે કેટલાય દેશોએ ચીનની યાત્રાને લઈ મહત્વના પગલાં ઉઠાવ્યાં છે અને કેટલાક દિવસો સુધી ચીનની ઉડાણોને પણ રદ્દ કરી દીધી છે.

કેટલીય કંપનીઓએ કામ બંધ કર્યું
કોરોના વાયરસને કારણે ગૂગલ, સ્ટારબક્સ, ટેસ્લા સહિત કેટલીય કંપનીઓએ ચીનમાં પોતાનું કામ બંધ કરી દીધું છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ પાછલા મહિને જ સામે આવ્યો છે. અત્યાર સુધી ચીનમાં કોરોના વાયરસથી જોડાયેલા કુલ 7736 મામલા સામે આવી ચૂક્યા છે. જ્યારે દુનિયાભરમાં આ વાયરસથી પીડિતોની વાત કરીએ તો તેમની સંખ્યા 12167 પર પહોંચી ચૂકી છે.
હનીમૂન પર મમ્મીને પણ સાથે લઈ ગયો, પત્નીએ આપ્યા તલાક, વાંચો તલાકના અજીબો-ગરીબ કારણો