For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ કહ્યું "દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન"

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દેશોની વિદેશયાત્રાના અંતિમ પડાવ હેઠળ હાલ કેનડામાં છે. બુધવારે વડાપ્રધાન કેનેડાના પ્રધાન સ્ટીફન હાર્પરને મળ્યા હતા. અને બન્ને દેશો વચ્ચે કેટલાક ઐતિહાસિક કરારો થયા હતા.

જે મુજબ કેનેડા ભારતને અન્ય પાંચ વર્ષ સુધી 3000 મીટ્રિક ટન યૂરેનિયમ આપશે. અંદાજે 15 અરબ, 82 કરોડ રૂપિયામાં ખરીદાયેલું આ યુરેનિયમ ભારતની વિજળીના પ્રશ્નોને રાહત આપવામાં મદદરૂપ થશે.

આ ઉપરાંત બન્ને દેશોના વડાએ તેમની મુલાકાત પર એક જોઇન્ટ સ્ટેમેન્ટ પણ આપ્યું. જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની આ મુલાકાતે બન્ને દેશોના સંબંધોને એક નવી ઉર્જા અને વિશ્વાસ આપ્યો છે.

ત્યારબાદ મોદીએ અહીંની ટોરેન્ટોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધ્યા હતા. નોંધનીય છે કે મોદીના આ ભાષણને સાંભળવા માટે ટોરેન્ટોમાં અંદાજે 10,000 થી પણ વધુ લોકો આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ તેમની આટલી આગતા સ્વાગતા માટે કેનેડાનો આભાર માનતા કહ્યું હતું કે તે આ સ્તકાર કદી પણ નહીં ભૂલે.

ત્યારે મોદીની આ કેનેડા યાત્રા કેવી રહી અને ત્યાં તેમનો કેવી રીતે આદર સત્કાર કરવામાં આવ્યો તેની તમામ ખબર માટે જુઓ આ ફોટો સ્લાઇડર...

મોદી મળ્યા ગવર્નરને

મોદી મળ્યા ગવર્નરને

બુધવારે ઓટ્ટાવા પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી સૌપ્રથમ કેનેડાના ગવર્નર જનરલ ડેવિડ જોહન્સ્ટનને મળ્યા.

બપોરનું ભોજ હાર્પર સાથે

બપોરનું ભોજ હાર્પર સાથે

તે પછી વડાપ્રધાન, કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર સાથે મુલાકાત કરી તેમની જોડે બપોરનું ભોજ લીધું. ત્યારબાદ બન્ને દેશોના વડાએ ઉર્જા, અને મેક ઇન ઇન્ડિયા જેવા વિષયો પર ચર્ચા કરી. અને બન્ને મહત્વના કરારો પર હસ્તાક્ષર

કેનેડાની યુરેનિયમ ભેટ

કેનેડાની યુરેનિયમ ભેટ

બન્ને દેશો વચ્ચે થયેલા કરારો મુજબ અન્ય પાંચ વર્ષ સુધી કેનેડા ભારતને યુરેનિયમ આપશે. જે અંગે કરાર કરવામાં આવ્યા. નોંધનીય છે કે 1970માં કેનેડાએ ભારતને યુરેનિયમ આપવાની ના પાડી દીધી હતી. પણ હવે બન્ને દેશોના સંબંધ ફરી સારા થતા કેનેડા ભારતને 3000 મેટ્રિક ટન યુરેનિયમ આપશે

મોદીને અપાઇ તોપોની સલામી

મોદીને અપાઇ તોપોની સલામી

કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર અને તોપોની સલામી આપી રાજકીય આદર સાથે સન્માનવામાં આવ્યા.

બન્ને દેશોનું જોઇન્ટ સ્ટેમેન્ટ

બન્ને દેશોનું જોઇન્ટ સ્ટેમેન્ટ

મહત્વપૂર્ણ કરારો થયા બાદ બન્ને દેશોના વડાએ સાથે મળીને પ્રેસને સંબોધી. આ પ્રસંગે મોદીએ કહ્યું કે આ ભારત અને કેનેડાના સંબંધોનો નવો યુગ છે તો બીજી તરફ સ્ટીફને કહ્યું કે ભારત અને કેનેડા બન્ને મળીને તેમની યુવાશક્તિને વધુ પગભર કરવા પ્રયત્ન કરશે.

કેનેડા હાઉસ ઓફ કોમન્સની મુલાકાત

કેનેડા હાઉસ ઓફ કોમન્સની મુલાકાત

ત્યારબાદ બન્ને નેતાઓએ ઓટ્ટાવાના પાર્લામેન્ટ હીલ ખાતે આવેલ કેનેડાના હાઉસ ઓફ કોમન્સની મુલાકાત લીધી. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંની નોંધપોથીમાં તેમના સ્મરણો કંડાર્યા.

મોદીએ નહેરુને કર્યા યાદ

નોંધનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉસ ઓફ કોમન્સની મુલાકાત લઇ રહ્યા હતા ત્યારે તેમણે 1949માં અહીં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે જગ્યાએ ભાષણ આપ્યું હતું તે જગ્યા બતાવાનું કહ્યું હતું. જે બાદ તેમણે તે જગ્યાની મુલાકાત લીધી હતી.

મોદીએ સ્ટીફનને લીફ્ટ આપી

ઓટ્ટાવા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર ટેરેન્ટોમાં ભણી નીકળ્યા. જ્યાં વડાપ્રધાન મોદીએ સ્ટીફન આપી લીફ્ટ. બન્ને નેતાઓ એર ઇન્ડિયાના પ્લેનમાં ટેરેન્ટો પહોંચ્યા. જે અંગે વિદેશ મામલા પ્રવક્તા સૈયદે કર્યું ટ્વિટ

ટોરેન્ટોમાં લોકો મોદીને ધેરી વળ્યા

ટોરેન્ટો પહોંચતા જ હવાઇમથક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય સમુદાયના લોકો ધેરી વળ્યા. વળી મોદીએ પણ લાઇન તોડી લોકોની પાસે જઇને તેમને ઓટાગ્રાફ આપ્યા. ત્યારે કેનેડાના વડાપ્રધાન સ્ટીફન પણ મોદીની સાથે જ હતા. જે અંગે સ્ટીફને કંઇક આ રીતે ટ્વિટ કર્યું.

ટોરેન્ટોમાં નમો નમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેનેડાની જનતાએ મેડિસન સ્કેવરની યાદો તાજી કરાવી. લગભગ 10,000 લોકો મોદીનું ભાષણ સાંભળવા હાજર રહ્યા. ભારતીય સમુદાય દ્વારા આયોજીત કરવામાં આવેલા આ પ્રોગ્રામમાં જાણીતા ગાયક સુખવિંદર સિંહે ગીતો ગાઇ સ્ટેજ ગજાવ્યું

ટોરેન્ટોમાં ભારતની ઝલક

ટોરેન્ટોમાં ભારતની ઝલક

તો બીજી તરફ ભારતીય સમુદાયના લોકોએ અહીં ગરબા અને ભરતનાત્યમ જેવા કાર્યક્રમ કરીને ભારતની સંસ્કૃતિની ઝાંખી બતાવી.

મોદી મોદી કહીં ગૂંજી ઉઠ્યું ટોરેન્ટો

મોદી મોદી કહીં ગૂંજી ઉઠ્યું ટોરેન્ટો

કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરે ટોરેન્ટોની રીકો કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાય દ્વારા યોજવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સમારંભને સંબોધ્યું. પણ લોકો સ્ટીફનના ભાષણ વખતે જ મોદી મોદીની બૂમો પાડવા લાગ્યા છેવડે સ્ટીફને નરેન્દ્ર મોદીને સ્ટેજ પર આમંત્રિત કર્યા અને આખું સ્ટેડિયમ મોદીના નામથી ગૂંજી ઉઠ્યું.

મોદીએ કહ્યું "બદલ ગયા ઇન્સાન"

ટેરોન્ટોમાં લોકોને સંબોધતા મોદીએ જૂના સમયનું ગીત યાદ કર્યું. "દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન". અને પછી કહ્યું કે ભારતના લોકો હવે બદલાઇ રહ્યા છે. તેમની વિચાર શક્તિ બદલાઇ રહી છે. ભારત બદલાઇ રહ્યું છે.

ગીફ્ટની અદલ બદલ

કેનેડામાં ભારત બાદ સૌથી વધુ શીખ સમુદાયના લોકો રહે છે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન સ્ટીફનને ગુરુનાનક દેવનું એક ચિત્ર આપ્યું. જેમાં નાનક સાહેબ તેમના શિષ્યોને જ્ઞાન આપી રહ્યા છે.

વિપક્ષ પર લગાવી ચાબૂક

વિપક્ષ પર લગાવી ચાબૂક

વિપક્ષ પર બોલતા મોદી કહ્યું "તે લોકો ગંદકી કરી જતા રહ્યા છે અમે હવે સફાઇ કરીએ છીએ". વધુમાં કહ્યું કે "તેમને જે કરતા 42 વર્ષ લાગ્યા મારી સરકારે તે 10 મહિના કરી લીધું. અને જુઓ હું તમારી સામે છું"

બધા પ્રશ્નનો અંત છે વિકાસ

બધા પ્રશ્નનો અંત છે વિકાસ

વધુમાં મોદીએ કહ્યું કે કેસરિયો રંગ ક્રાંતિનો રંગ છે અને અમે ભારતમાં ક્રાંતિ લાવીને રહીશું. ભારત જોડે સક્ષમ યુવાશક્તિ છે. તેમણે કહ્યું કે બધા પ્રશ્નોનો અંત છે વિકાસ અને મારી સરકાર વિકાસમાં માને છે.

કેનેડાના છાપામાં મોદી-મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વિદેશ યાત્રા કેટલી હદે સફળ ગઇ તેનો અંદાજે તમે આ વાત પરથી લગાવી શકો છે કે છેલ્લા 2 દિવસના કેનેડાના તમામ મોટા છાપાના ફ્રન્ટ પેઝ પર ખાલી મોદી અને મોદી જ છવાયેલા છે.

English summary
Modi woos Indian diaspora in Toronto, wants India to be known as Skill India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X