For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેક્ઝિટ ડીલને લઈ થેરેસા મેની સંસદમાં મોટી હાર, વિપક્ષે કરી ફરી ચૂંટણીની માંગ

બ્રેક્ઝિટ ડીલને લઈ થેરેસા મેની સંસદમાં મોટી હાર

|
Google Oneindia Gujarati News

લંડનઃ બ્રિટનના સાંસદોએ પીએમ થેરેસા મેની બ્રેક્ઝિટ ડીલને ફગાવી દીધી છે. થેરેસા મેની બ્રેક્ઝિટ ડીલ વિરુદ્ધ 423 સાંસદોએ વોટ આપ્યા જ્યારે 202 સાંસદોએ બ્રેક્ઝિટના પક્ષમાં વોટ નાખ્યા. જણાવી દઈએ કે બ્રેક્ઝિટથી બહાર નિકળવા માટે 29 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. એવામાં માત્ર બે મહિના પહેલા આ મતદાને બ્રેક્ઝિટ સમજૂતીને મોટો ફટકો આપ્યો છે. જણાવી દઈએ કે બ્રિટિશ સંસદમાં જો બ્રેક્ઝિટ સમજૂતીનો પ્રસ્તાવ પાસ ન થાય તો બ્રિટેનનો યૂરોપીય સંઘ છોડવાનો ફેસલો અધ્ધર લટકી શકે છે.

brexit

બ્રેક્ઝિટ સમજૂતી વિરુદ્ધ કેટલાય સાંસદોએ વિવિધ કારણોસર વિરોધ કર્યો. સાંસદોના વોટ બાદ પીએમ થેરેસા મેને ફરી એકવાર તેમના વોટ પર વિચાર કરવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ મતદાન પૂરી રીતે યોગ્ય નથી, જ્યારે ઈતિહાસ લખવામાં આવશે તો લોકો સાંસદોના ફેસલા વિશે પૂછશે, શું આપણે યૂરોપિય સંઘને છોડવા માટે મતદાન કર્યું, કે પછી આપણે દેશના લોકોને નિરાશ કર્યા. જણાવી દઈએ કે 18 મહિના સુધી વાતચીતની પ્રક્રિયા બાદ પાછલા વર્ષે નવેમ્બરમાં યૂરોપીય સંઘ સાથે બ્રેક્ઝિટ સમજૂતી પર સામાન્ય સહમતી થઈ હતી. પાછલા વર્ષે ડિસેમ્બરમાં તેને હાઉસ ઑફ કૉમન્સમાં રજૂ કરવામાં આવવાનું હતું, પંતુ મતદાનમાં હારના ડરથી તેને ટાળી દેવામાં આવ્યું હતું.

જ્યારે મતદાન બાદ વિપક્ષી દળ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને કહ્યું કે સાંસદોની ચિંતા દૂર કરવામાં આ સરકાર પૂરી રીતે નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું હતું કે આગામી 24 કલાકમાં થેરેસા મે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો જોઈએ અને દેશમાં ફરીથી મતદાન કરાવવું જોઈએ.

આ પણ વાંચો- અચાનક અમેરિકા રવાના થયા નાણામંત્રી અરુણ જેટલી, થશે મેડિકલ ચેકઅપ

English summary
Theres May lost her Brexit in parliament with huge margin opposition demands re election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X