ભારત સમૃદ્ધ થશે તો દુનિયા સમૃદ્ધ થશેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ બેન્કોકમાં પીએમ મોદીએ આદિત્ય બિરલા ગ્રુપના સ્વર્ણ જયંતિ સમારોહમાં સંબોધન આપતાં કહ્યું કે ભારતમાં હોવાનો આ સારો સમય છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કેટલીય ચીજ ઉપર જઈ રહી છે અને ઘણી ચીજો નીચે આવી રહી છે. પીએણ મોદીએ કહ્યું કે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ, ઈઝ ઑફ લિવિંગ, એફડીઆઈ, ફોરેક્સ કવર, પેટેન્ટ્સ, ઉત્પાદકતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જઈ રહ્યાં છે. જ્યારે ટેક્સ, ટેક્સ રેટ, રેડ ટેપિજ્મ, ભ્રષ્ટાચાર, ક્રોનિઝ્મ નીચે આવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાના સપના તરફ આગળ વધી રહ્યું છે. 2014માં જ્યારે મારી સરકાર આવી હતી તો ભારતનો જીડીપી માત્ર 2 ટ્રિલિયન યૂએસ ડોલરનો હતો. પાંચ વર્ષમાં આ વધીને ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, આ આંકડાઓ બાદ મને વિશ્વાસ છે કે 5 ટ્રિલિયન યૂએસ ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનું ભારતનું સપનું જરૂર પુરું થશે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત સમૃદ્ધ થશે ત્યારે દુનિયા સમૃદ્ધ થશે, આપણી ભારતના વિકાસની સોચ એવી છે કે આનાથી સારી ધરતી તૈયાર થશે.
આની સાથે જ પીએમ મોદીએ લોકોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યું. પીએમે કહ્યું કે રોકાણ અને આસાન બિઝનેસ માટે ભારત આવો, નવું શોધવા અને સ્ટાર્ટઅપ માટે ભારત આવો. જબરદસ્ત પર્યટન સ્થળો જોવા અને અતિથિ ભાવ જોવા માટે ભારત આવો. ભારત તમારું ખુલા મને સ્વાગત કરે છે.
IND vs BAN: પંત કે સેમસન, રોહિતે શર્માએ જણાવ્યું ટી20 સીરિઝમાં કોણ હશે વિકેટકીપર