For Quick Alerts
For Daily Alerts
OMG: બટાકાની ફોટો 6.76 કરોડમાં વેચાઈ
શું તમે ક્યારેય પણ બટાકાના ફોટોની કીમત કરોડમાં સાંભળી છે? જો ના સાંભળી હોઈ તો આ ખબરને જુઓ કેમ કે અહી ખાલી એક બટાકાના ફોટોની કીમત કરોડ કરતા પણ વધારે આંકવામાં આવી છે. આ બટાકાના ફોટોની કીમત 6.76 કરોડ થઇ છે.
"ઈલાઈટ રિડર ડોટકોમ" ના રિપોર્ટ મુજબ આ બટાકાનો ફોટો 6.76 કરોડમાં વેચાયો. જે દુનિયાના સૌથી મોંઘા ફોટોમાં સ્થાન પામી ચુક્યું છે. આ ફોટોને "પોટેટો #345(2010)" એવું નામ આપવામાં આવ્યું છે. આ ફોટો ફેમસ ફોટોગ્રાફર કેવિન ઓવેન્સે ખેચ્યો છે.
ફેમસ ફોટોગ્રાફર કેવિન ઓવેન્સે ફોટોમાં બ્લેક બેક ડ્રોપના ઉપયોગમાં નામના કમાઈ છે. આ ફોટોને એક અમીર ખરીદયો જે કેવિન ઓવેન્સેના કામનો પ્રસંશક છે. આ ફોટો કેવિન ઓવેન્સના બધા ફોટોમાં સૌથી મોઘો વેચાયેલો ફોટો છે.