For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક શોધ જે કરોડોના પ્રાણ બચાવશે, જાણો આ નોબેલ વિજેતાઓને!

|
Google Oneindia Gujarati News

હાલમાં જ 3 વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત કરવાની જાહેરાત કરવામાં આવી. આ 3 વૈજ્ઞાનિકો તેવી શોધ કરી છે જેનાથી દુનિયાના કરોડો રોગીના પ્રાણ બચી જશે અને તેમને જીવતદાન મળશે. આયરલેન્ડના વિલિયમ સી કૈમ્પબેલ, જાપાનના સતોશી ઓમુરા અને ચીનના વૈજ્ઞાનિક યૂયૂ તૂને મેડિકલ ક્ષેત્રે આ નોબેલ પુસ્કાર આપવામાં આવ્યો છે. વિલિયમ અને સતોશીને આ એવોર્ડનો એક ચોથાઇ ભાગ આપવામાં આવ્યો છે જ્યારે યૂયૂ તૂને આ એવોર્ડની અડધી રકમ આપવામાં આવી છે.

યૂયૂનું કાર્ય
યૂયૂ તૂને મલેરિયાથી લડવાની એક થેરેપી શોધી છે. ડબ્લ્યૂએચઓના રિપોર્ટ મુજબ દર વર્ષે દુનિયામાં 5.84 લાખ લોકો મેલેરિયાના કારણે મરે છે. અને સાડા ત્રણ થી સાત લાખ લોકો તેના જેવા લક્ષણોના કારણે મરે છે. ત્યારે યૂયૂ તૂ એક તેવી થેરેપી વિકસિત કરી છે જેનાથી મલેરિયા ગ્રસ્ત વ્યક્તિ જીલ્દીથી સાજો થઇ શકે.

વિલિયમ સી કૈમ્પબેલ અને સતોશી આમૂરાનું કામ
આ બન્ને મળીને રાઉન્ડ વોર્મની બિમારીથી લડવા માટે દવા બનાવી છે. આ એક ખતરનાક બિમારી છે. આ બિમારી એક કૃમિ આપણા આખા શરીરમાં ફરતો રહે છે અને આપણા પોષક તત્વો ખાઇ શરીરમાં અંદર અંદર વધતો જાય છે. ત્યારે આ બિમારી વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં

નોબેલ પુરસ્કાર

નોબેલ પુરસ્કાર

આ ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમના નામ ઉપરોક્ત મુજબ છે.

આંખોમાં રાઉન્ડ વોર્મ

આંખોમાં રાઉન્ડ વોર્મ

રાઉન્ડ વોર્મ બિમારીમાં એક કૃમિગત બિમારી છે. જેમાં એક કૃમિ આપણા આખા શરીરમાં ફરે છે આપણે તેને જોઇ અને અનુભવી શકીએ છીએ. જેમ કે આંખોમાં ફરી રહેલો આ કૃમિ.

પગમાં ફરી રહેલો આ કૃમિ

પગમાં ફરી રહેલો આ કૃમિ

આ કૃમિના ઇંડા માટી અને પથ્થર પર પડેલા હોય છે. જ્યારે આપણે આવા કોઇ માટી કે પથ્થરના સંપર્કમાં આવીએ છીએ તે ઇંડા અને લાવરા આપણી ત્વચામાં પ્રવેશ કરી લે છે.

સર્જરી

સર્જરી

જ્યારે સર્જરી કરીને આ કૃમિને શરીરની બહાર નીકાળવામાં આવે છે ત્યારે તે આવો દેખાય છે. અને સર્જરી વખતે તેનો કોઇ પણ ભાગ અંદર ના બચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

કેવી રીતે ફેલાય છે આ બિમારી

કેવી રીતે ફેલાય છે આ બિમારી

વળી ગંદા હાથે ખાવાના કારણે પણ આ કૃમિ શરીરમાં પ્રવેશવાનો માર્ગ મેળવી લે છે. અને એક વાર શરીરમાં પ્રવેશ મેળવ્યા બાદ તે શરીરમાં ફરતો રહે છે અને વધતો જાય છે.

વૈજ્ઞાનિક વિલિયમની તસવીર

વૈજ્ઞાનિક વિલિયમની તસવીર

આ બન્ને વૈજ્ઞાનિકોએ આ કૃમિના કારણે ફેલાતા ઇન્ફેક્શનથી બચવા માટેની દવા બનાવી છે. નોંધનીય છે કે આ બિમારી ખૂબ જ ખતરનાક છે.

English summary
The winners of the Nobel Medicine prize 2015 are Irish-born William C Campbell, Satoshi Omura of Japan and China’s Youyou Tu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X