For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેસ્ટ કેન્સરના ભયથી એન્જલિના જોલીએ કઢાવી નાખ્યાં બંને સ્તન

|
Google Oneindia Gujarati News

લોસ એન્જલસ, 14 મે : હોલીવુડ અભિનેત્રી એન્જલિના જોલીએ સ્તન કેન્સરથી બચવા માટે એક ઓપરેશન કરાવ્યું છે. આ માટે તેણે ડબલ માસટેકટોમી ઓપરેશનમાંથી પસાર થવું પડ્યું હતું. જેમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર)થી બચવા માટે એક અથવા બંને સ્તનોને આંશિક અથવા પૂર્ણ રીતે દૂર કરવામાં આવે છે.

ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત પોતાના લેખમાં 37 વર્ષીય એન્જલિના જોલીએ આ સર્જરી કરાવી હોવાની વાત કહી છે. આમ કરવા પાછળનું કારણ પણ તેણે લેખમાં જણાવ્યું છે. એન્જલિનાએ જણાવ્યું છે કે તેમના ડૉક્ટરનું કહેવું છે કે તેમને સ્તન કેન્સર થવાની શક્યતા 87 ટકા અને અંડાશયનું કેન્સર થવાની શક્યતા 50 ટકા જેટલી છે.

તેમણે જણાવ્યું કે માસટેકટોમીની પ્રક્રિયા ફેબ્રુઆરીમાં શરૂ થઇ હતી અને એપ્રિલના અંતમાં પૂરી થઇ હતી. 'માય મેડિકલ ચોઇસ' શીર્ષક હેઠળના લેખમાં એન્જલિનાએ જણાવ્યું કે તેમના માતા લગભગ એક દાયકા સુધી કેન્સર સામે લડતી રહી હતી. માત્ર 56 વર્ષની વયે કેન્સરની બીમારીથી તેમનું મૃત્યુ થયું હતું.

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિનાના જણાવ્યા અનુસાર તેઓ ઇચ્છે છે કે આ બિમારી તેમના બાળકો પાસેથી તેમની માતા ન છીનવી લે. "પરંતુ આ હકીકત છે કે મારા શરીરમાં એક ખરાબ જીન બીઆરસીએ 1 છે જે સ્તન કેન્સર અથવા અંડાશયના કેન્સરના જોખમને ખૂબ વધારે દેતું હોય છે."

તેમણે કહ્યું કે એક વાર જ્યારે તેમને પોતાની સ્વાસ્થ્ય હકીકત અંગે જાણ થઇ ત્યારે તેમણે ડબલ માસટેકટોમીની નવ સપ્તાહ સુધી ચાલનારી પ્રક્રિયાથી પસાર થવાનો નિર્ણય લીધો. એન્જલિનાના જણાવ્યા અનુસાર ડબલ માસટેકટોમી કરાવ્યા બાજ તેમને કેન્સર થવાનું જોખમ ઘટીને માત્ર 5 ટકા રહી ગયું છે.

તેમણે પોતાની ડબલ માસટેકટોમી દરમિયાન પ્રેમ અને સમર્થન માટે પોતાના પાર્ટનર બ્રાડ પિટના વખાણ કર્યા છે. આ સાથે તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે ઓપરેશન બાદ તેમના બાળકોને કોઇ પ્રકારની અસહજતા મહેસૂસ નહીં થાય.

તેઓ જણાવે છે કે "હું સ્વયંને મજબૂત મહેસૂસ કરી રહી છું. મેં આ નિર્ણય કર્યો છે અને તેના કારણે મારા સ્ત્રીત્વમાં કોઇ પરિવર્તન આવ્યું નથી અને આવશે નહીં. જે પણ મહિલાઓ આ વાંચશે, મને આશા છે કે તેમને પણ ખ્યાલ આવશે કે આવી સ્થિતિમાં તેમની પાસે પણ વિકલ્પ છે."

તેમના જણાવ્યા અનુસાર "હું દરેક મહિલાને પ્રોત્સાહિત કરવા માંગું છું. ખાસ કરીને એવી મહિલાઓ માટે જેમના કુટુંબમાં સ્તન કેન્સર પારિવારિક બિમારી છે. હું ઇચ્છું છું કે તેઓ આ વિશે જાગૃત બને અને ડોક્ટરને મળીને યોગ્ય સારવાર કરાવે જે તેમના જીવનના અનેક તબક્કે તેમને મદદરૂપ બનશે. ત્યાર બાદ તેઓ પોતાની પસંદથી નિર્ણય લે. "

English summary
To prevent breast cancer, Jolie had double mastectomy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X