For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સૅન્ડીનો કહેર, 40 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

sandy
ન્યૂયોર્ક, 31 ઑક્ટોબરઃઅમેરિકામાં ચક્રવાત તોફાન સૅન્ડીના કારણે પૂર્વીય તટીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ઝડપી પવનના કારણે જાનમાલની ભારે નુક્સાન થયું છે. જેમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત નિપજ્યાં છે અને લાખો લોકો અંઘારામાં રહેવા મજબૂર બન્યા છે. સતત બીજા દિવસે પણ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ બંદ રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે સાડા સાત અરબ લોકો અંધારપટમાં રહી રહ્યાં છે.

ન્યૂયોર્કમાં ભારે વરસાદના અને ઝડપી પવનના કારણે 10 લોકોના મોત નિપજ્યાં છે. શહેરમાં આગ લાગવાના કારણે અંદાજે 100 ઘર નષ્ટ થયા છે અને ફાયર બ્રિગેડના કર્મીઓ તેના પર કાબુ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

ન્યૂજર્સીમાં તોફાની ઝડપ 80 માઇલ પ્રતિ કલાક છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહી રહ્યાં છે. તટીય વિસ્તારમાં 13 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યાં છે. આ તોફાનના કારણે 6 નવેમ્બરે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીનું પ્રચાર અભિયાન પણ પ્રભાવિત થયું છે. ફોક્સ ન્યૂઝે જણાવ્યા અનુસાર સૅન્ડીએ નોતરેલી તબાહીમાં અત્યારસુધી 40 લોકોના મોત નિપજ્યા છે. પ્રચાર અભિયાનને અધવચ્ચે રોકીને વ્હાઇટ હાઉસ પરત ફરેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના વિસ્તારોમાં આવેલા આ ભયાનક તોફાનને સૌથી મોટી મુશ્કેલી ગણાવી છે.

English summary
sandy storms U.S. death toll rose to least 48, including three children, and the property damage estimate rose to $20 billion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X