મ્યાનમારના PM મોદીના ભાષણના 10 મુખ્ય મુદ્દાઓ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મ્યાનમારની મુલાકાતે છે. મ્યાનમારમાં પીએમ મોદીએ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી સાથે મુલાકાત કરી હતી અને બંને નેતાઓ વચ્ચે ડેલિગેશન સ્તરની બેઠક પણ થઇ હતી. જે પછી પીએમ મોદી અને આંગ સાન સૂ કીએ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. અહીં નરેન્દ્ર મોદીએ આંગ સાન સૂ કીના વખાણ કરતાં કહ્યું કે, શાંતિની સ્થાપના માટે તમે જે ઉમદા પ્રયાસો કર્યા અને હિંમત દાખવી એ માટે હું તમને અભિનંદન પાઠવું છું. આ પરિષદમાં પીએમ મોદીએ રોહિંગ્યા મુસલમાનોના મુદ્દે નામ લીધા વિના જ પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો.

modi in myanmar

પીએમ મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ

  • વર્ષ 2014માં ASEAN Summit વખતે હું અહીં આવ્યો હતો, પરંતુ સ્વર્ણિમ ભૂમિ મ્યાનમારની આ મારી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે.
  • અમે મ્યાનમારના પડકારોને સમજીએ છીએ, પાડોશી દેશ હોવાને કારણે સુરક્ષા મામલે બંનેના હિતો સમાન છે.
  • આથી જરૂરી છે કે, આપણે જમીન અને સમુદ્રની સીમા પર સુરક્ષા જાળવવા માટે સાથે મળીને કામ કરીએ.
  • રખાઇન સ્ટેટમાં ચરમપંથી હિંસાને કારણે સુરક્ષા દળો અને નિર્દોષ લોકોને થયેલ જીવહાનિ અને એની ચિંતાઓમાં અમે પણ ભાગીદાર છીએ.
modi in myanmar

ગ્રેટિશ વિઝાની ઘોષણા

  • મ્યાનમારની એક્તા અને ભૌગોલિક અખંડતાનું સન્મના થાય એવો ઉકેલ શોધવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે, જેથી શાંતિ, ન્યાય, સન્માન અને લોકતાંત્રિક મૂલ્ય સુનિશ્ચિત થાય.
  • મ્યાનમારના રાજનેતાઓ, યૂએનના પ્રતિનિધિ અને અન્ય અધિકારીઓને ભારત આવવાની ઇચ્છા છે, તેમને ગ્રેટિશ વિઝા આપવામાં આવશે.
  • ભારતની જેલમાં બંધ મ્યાનમારના 40 નાગરિકોને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકો હવે પોતાના પરિવારોને મળી શકશે.
modi in myanmar

બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર

  • ભવિષ્યના અમારા પ્રોજેક્ટ મ્યાનમારના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
  • અમે મ્યાનમાર અને ભારત વચ્ચેની કનેક્ટિવિટીને સુધારવાની દિશામાં પગલા લીધા છે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવામાં તે અગત્યની ભૂમિકા ભજવશે.
  • રસ્તાઓ અને પુલનું નિર્માણ, ઊર્જા લિંક્સ અને કનેક્ટિવિટી વધારવાના અમારા પ્રયાસો એક સારા ભવિષ્ય તરફ સંકેત કરે છે.
English summary
PM Narendra Modi in Myanmar. Read his top 10 statements after meetin Aung San Suu Kyi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.