For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ પાંચ ભયનાક વિનાશકારી તોફાનો

|
Google Oneindia Gujarati News

hurricane-sandy-slams
ન્યુયોર્ક, 30 ઑક્ટોબરઃ સૅન્ડી નામના વિનાશક તોફાનને અમેરિકાના સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે, ત્યારે અહીં એવા કેટલાક ભયાનક વિનાશકારી તોફાનો અંગે માહિતી આપવામાં આવી રહી છે.

1- સુપરસ્ટ્રોમ સૅન્ડી: ઋતુના છેલ્લા પડાવમાં જમૈકા, ક્યુબા, બહ્માસ, હૈતી સહિત અમેરિકામાં આવેલા તોફાન બાદ હાલ એસ્ટર્ન કેનેડા અને અમેરિકાના મિડ એટ્લાન્ટિક અને નોર્થએસ્ટ ભાગમાં સૅન્ડી નામનું ભયાનક તોફાન આવ્યું છે. 2012ના એટ્લાન્ટિક તોફાની મોસમમાં સૅન્ડી 18મું ટ્રોપિકલ ચક્રવાત, 18મું નામ ધારણ કરેલું વાવાઝોડું અને 10મું તોફાન છે. વેસ્ટર્ન કેરેબિયન સમુદ્ર પર 22મી ઓક્ટોબરે સેંડી નામના ભયાનક તોફાનના મોજાઓનું નિર્માણ થયું હતું. આ ટ્રોપિકલ દબાણ છ કલાકની અંદર ટ્રોપિકલ વાવાઝોડામાં બદલાઇ ગયું હતું. સૅન્ડી નામનું તોફાન ધીરે-ધીરે નોર્થ તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં આ તોફાનના કારણે 43 કરતા વધારે લોકોના મોત નિપજ્યા છે.

2- 1962નું કોલંબસ ડે તોફાનઃ 1962નું કોલંબસ ડે તોફાન બિગ બ્લો અને તાયફૂન ફ્રેડા તરીકે પણ જાણીતું છે. આ તોફાન 12 ઑક્ટોબર 1962ના રોજ અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં આવ્યું હતું. 1948માં આવેલા ભયાનક તોફાન પછીનું આ વિનાશક તોફાન હતું. આ તોફાનને 20મી સદીનું સૌથી ભયાનક તોફાન તરીકે ગણાવવામાં આવ્યું હતું. આ વિનાશક તોફાનમાં 46 લોકોના મોત થયા હોવાનું નોંધાયું છે.

3- 1975નું ગ્રેટ સ્ટ્રોમઃ 9મી થી 12મી જાન્યુઆરી 1975 દરમિયાન સેન્ટ્રલ અને સાઉથવેસ્ટ અમેરિકાના મોટા ભાગમાં એક ભયાનક તોફાને વિનાશ નોતર્યો, જે ગ્રેટ સ્ટ્રોમ તરીકે કહેવાયો. સાઉથ વેસ્ટ અમેરિકામાં આ તોફાને સર્જેલા 45 ચક્રવાતોમાં 12 લોકોના મોત નિજપયા જ્યારે બરફનો વરસાદ થવાના કારમણે મિડવેસ્ટમાં 58 લોકોના મોત નિપજ્યા હતા. આજે પણ આ તોફાનને મિડવેસ્ટનું સૌથી ખરાબ તોફાન અને અમેરિકામાં જાન્યુઆરીમાં આવેલા સૌથી મોટા ચક્રવાત તરીકે ગણવામાં આવે છે.

4- 1991નો પરફેક્ટ સ્ટ્રોમઃ 1991નો પરફેક્ટ સ્ટ્રોમ, 1991ના હોલોવીન નોરએસ્ટર તરીકે પણ જાણીતું છે. 28મી ઑક્ટોબરે એટ્લાન્ટિક કેનેડામાં હલકું દબાણ સર્જાયું હતું, જે શક્તિશાળી વાવાઝોડામાં પરિણમ્યું હતું. આ તોફાનની અસર અમેરિકાના ઇસ્ટ વિસ્તારમાં વધારે થઇ હતી. અમેરિકાના ઇસ્ટ વિસ્તારમાં મોટા મોજાઓ ઉછળી રહ્યાં હતા જે બાદમાં ટ્રોપિકલ સ્ટ્રોમમાં પરિવર્તિત થઇ ગયા હતા.

5- વેસ્ટર્ન નોર્થ અમેરિકન સ્ટ્રોમ કોમ્પલેક્સઃ 2008માં જાન્યુઆરી મહિનામાં આવેલા આ ભયાનક તોફાને પેસિફિક સમુદ્રમાં એવા શક્તિશાળી ચક્રવાત સર્જ્યા હતા કે જેની અસર વેસ્ટર્ન નોર્થ અમેરિકાથી લઇને વેસ્ટર્ન બ્રિટિશ કોલમ્બિયા નજીક તિજીઉના, મેક્સિકો, કેલિફોર્નિયા સહિત કાસકેડ અને સિએર્રા નવાડા પર્વતોની હારમાળા સુધી થઇ હતી. આ તોફાનના કારણે અમેરિકાના ત્રણ રાજ્યોમાંથી 12 લોકોના મોત નિપજ્યા હતા અને ઘણું નુક્સાન પહોંચ્યુ હતું.

English summary
As superstorm Sandy has caused large-scale devastation across USA, here we bring you the list of five deadly superstorms ever to hit the world hard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X