For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૉપલેસ મહિલાઓએ ખુલ્લી છાતી પર લખ્યુ 'પુતિનનુ યુદ્ધ રોકો', જાણો કોણ છે રશિયા વિરોધી આ યુવતીઓ?

યુક્રેની મહિલાઓએ પોતાના કપડા કાઢીને ટૉપલેસ થઈને રશિયાની સેના અને રાષ્ટ્રપતિ પુતિનનો વિરોધ કર્યો.

By Desk
|
Google Oneindia Gujarati News

મેડ્રિડઃ યુક્રેન પર રશિયાના સૈન્ય હુમલાને એક સપ્તાહથી વધુનો સમય થઈ ચૂક્યો છે. જેમાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા પલાયન થવા માટે મજબૂર છે. યુક્રેન સામે યુદ્ધ કરવાને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. ઠેર-ઠેર તેમના પૂતળા બાળવામાં આવી રહ્યા છે જ્યારે અમેરિકા અને અન્ય ઘણા દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. આ દરમિયાન ઘણી યુક્રેની મહિલાઓએ પોતાના કપડા કાઢીને ટૉપલેસ થઈને રશિયાની સેના અને રાષ્ટ્રપતિ પુતિનનો વિરોધ કર્યો.

શરીર પર લખ્યો આ સંદેશ

શરીર પર લખ્યો આ સંદેશ

પ્રદર્શનકારી ટૉપલેસ મહિલાઓએ પોતાની ખુલ્લી છાતી પર બૉડી પેઈન્ટની મદદથી 'યુક્રેન માટે શાંતિ' અને 'પુતિનનુ યુદ્ધ બંધ કરો' જેવા સંદેશ લખ્યા હતા. આ સાથે મહિલાઓએ પોતાના હાથમાં ફૂલોના ગુચ્છા પણ લઈ રાખ્યા હતા. યુક્રેન-રશિયા સંકટ પર મહિલાઓનુ આવુ પહેલુ પ્રદર્શન છે, તેમને અન્ય લોકોનુ પણ સમર્થન મળ્યુ. ટૉપલેસ મહિલાઓ આ પ્રદર્શન સ્પેનમાં હાજર રશિયન દૂતાવાસ સામે કરી રહી છે.

કપડા વિના મહિલાઓએ કર્યો વિરોધ

કપડા વિના મહિલાઓએ કર્યો વિરોધ

આ મહિલાઓ કપડા વિના યુક્રેન પર રશિયાના બૉમ્બમારા સામે રસ્તા પર ઉતરી હતી. શાંતિનો સંદેશ આપવા પ્રદર્શનકારીઓએ પોતાના વાળમાં પણ ફૂલ લગાવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ મહિલાઓ નારીવાદી ફેમિનિસ્ટ સમૂહ ફીમેન સાથે સંબંધિત છે. ફીમેનની સ્થાપના વર્ષ 2008માં યુક્રેનમાં થઈ હતી. શુક્રવારે સ્પેનના મેડ્રિડમાં હાજર રશિયન દૂતાવાસ સામે તેમને નગ્ન વિરોધ પ્રદર્શન કર્યુ.

24 ફેબ્રુઆરીએ રશિયાએ કર્યો હતો હુમલો

24 ફેબ્રુઆરીએ રશિયાએ કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાની સેનાના આક્રમણથી દુનિયાભરના રાજકીય નેતાઓ અને નાગરિકોમાં ભારે આક્રોશ પેદા થયો. મહિલાઓએ પોતાના નાના-મોટા વિરોધ પ્રદર્શનથી રશિયાનો વિરોધ કર્યો. નારીવાદી સમૂહ સેક્સ પર્યટન સામે લડાઈ સહિત ઘણા મુદ્દાઓ પર ટૉપલેસ પ્રદર્શન કરવા માટે પ્રસિદ્ધ છે. એક પ્રદર્શકારીએ પોતાની છાતી પર 'યુક્રેન માટે શાંતિ' લખ્યુ.

ઘણા વર્ષોથી ચાલુ છે રશિયાનો વિરોધ

ઘણા વર્ષોથી ચાલુ છે રશિયાનો વિરોધ

સામે આવેલા ફોટામાં જોઈ શકાય છે કે ટૉપલેસ મહિલાઓને સ્પેનની પોલિસ ત્યાંથી હટાવવાની પણ કોશિશ કરી રહી છે. મહિલાઓએ બૉડી પેઈન્ટથી સંદેશ સાથે બેનર પણ પકડી રાખ્યા હતા. ફીમેન ગ્રુપની મહિલાઓ ઘણીવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના અને યુક્રેનની રશિયન બદમાશીનો વિરોધ કરે છે. આ મહિલાઓ થોડા સમય પહેલાથી યુક્રેન પર રશિયાના દબાણનો વિરોધ કરી રહી છે.

જાણો આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય

જાણો આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય

2012માં જાહેર કરાયેલ એક નિવેદનમાં ફીમેન ગ્રુપના મુખ્ય ઉદ્દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગ્રુપે કહ્યુ કે તેમનુ લક્ષ્ય યુક્રેનમાં યુવા મહિલાઓના નેતૃત્વ, બૌદ્ધિક અને નૈતિક ગુણોને વિકસિત કરવા અને યુક્રેનની છબી મહિલાઓ માટે મહાન તકોવાળો દેશ બનાવવાનુ છે. આ ઉપરાંત તે યુક્રેનમાં મહિલાઓને જાગૃત કરવા માંગે છે, તેમને સામાજિક રીતે સક્રિય બનાવવા માંગે છે.

English summary
Topless women protest in front of Russian Embassy in Spain in support of Ukraine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X