• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રૂવાટા ઉભા કરી દેનાર આ 5 યાતનાઓ આપવામાં આવે છે જેલમાં

By Kumar Dushyant
|

વોશિંગ્ટન, 10 ડિસેમ્બર: એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકામાં સપ્ટેમ્બર 2011માં થયેલો હૂમલો દુનિયા માટે સૌથી ખતરનાક પડકાર બનીને સામે આવ્યો. આ હુમલો માનવતાની સાથે જ સુરક્ષા પર પણ ઘણા પ્રશ્નો ઉભા કરે છે. પરંતુ આ હૂમલા બાદ અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએએ જે કંઇપણ કર્યું, તે પણ કદાચ માનવતાની વિરૂદ્ધ હતું.

યૂએસ સીનેટ ઇંટેલીજેંસ રિપોર્ટમાં જે પણ સામે આવ્યું છે, તે ખરેખર રૂવાટાં ઉભા કરી દેનાર છે. 500 પેજના આ ડોક્યુમેંટમાં સીઆઇએના ટોર્ચર વિશે જણાવવામાં આવ્યું છે.

આ રિપોર્ટનું માનીએ તો અલ કાયદાના સંદિગ્ધોને સીઆઇએએ એ પ્રકારે ટોર્ચર કર્યું હતું કે કેટલાક લોકોને પોતાની જીંદગી પરથી કાબૂ ગુમાવી દિધો. આ તે સંદિગ્ધ છે જેમને સીઆઇએએ ગ્વાંતનામો બેની જેલમાં રાખવામાં આવ્યા હતા.

સીઆઇએએ અલ કાયદાના સંદિગ્ધોના નામ પર જે 119 લોકોને ડિટેન કર્યા હતા તેમને નગ્ન રાખવામાં આવતા હતા, સાંકળથી બાંધવામાં આવતા હતા, ઠંડીમાં જમીન પર ઉંધવા પર મજબૂર કરવામાં આવતા હતા, તેમનું શારિરીક શોષણ કરવામાં આવ્યું અને ત્યાં સુધી કે સીનેટ ઇંટેલીજેંસના આ રિપોર્ટના અનુસાર પાંચ સંદિગ્ધોને તો બિહેવિયરલ કંટ્રોલના નામ પર રેક્ટેલ ફીડ સુધી માટે મજબૂર કરવામાં આવ્યા.

ઇંટ્રોગેશનના નામ પર ભયાવહતા

ઇંટ્રોગેશનના નામ પર ભયાવહતા

ન્યૂયોર્ક ટાઇમ્સના અનુસાર સીઆઇએએ જેલમાં બંધ અલ કાયદા સંદિગ્ધો સાથે ઇંટ્રોગેશનના નામ પર જે કંઇ કર્યું તેના માટે કદાચ નિર્દયતા શબ્દ પણ નાનો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે વોટરબોર્ડિંગ્સ ટેક્નિકના માધ્યમથી માનસિક સંતુલન બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આથી સંદિગ્ધ હૈલ્યૂશિનેશન, પૈરાનોઇયા, ઇનસોમ્નિયાના શિકાર થઇ ગયા હતા.

 લોહી થીજી જાય એવી ઠંડી અને શરીર પર કપડાં નહી

લોહી થીજી જાય એવી ઠંડી અને શરીર પર કપડાં નહી

અફધાનિસ્તાનના એક આતંકવાદી સંગઠન હિબ્જ-એ-ઇસ્લામીના સભ્ય ગુલ રહેમાનને તેની સેલમાં સાંકડ વડે બાંધીને રાખવામાં આવ્યો. સીઆઇએના એક અધિકારીએ તે સમયે તેના કપડાં ઉતારવાનો આદેશ આપ્યો જ્યારે તે ઇંટ્રોગેશનમાં સહયોગ કરી રહ્યો ન હતો. ઠંડીના લીધે તેનું મોત નિપજ્યું.

સ્ટ્રેસ પોજિશનમાં જગાડીને રાખ્યો

સ્ટ્રેસ પોજિશનમાં જગાડીને રાખ્યો

સીઆઇએના અધિકારીઓ તેમને 180 કલાક સુધી ઉંઘથી દૂર રાખ્યા. તે સમયે તેમના શરીર પર કપડાં ન હતા અને તેમના હાથ સાંકળ વડે બંધાયેલા રહેતા હતા. એક સંદિગ્ધને તો 17 દિવસો સુધી સ્ટેંડિંગ પોજીશનમાં દિવાલના સહાએ સાંકળથી બાંધીને રાખવામાં આવ્યો હતો. કેટલાકને તો કુતરાની સ્ટાઇલમાં બેસવાનું કહેવામાં આવ્યું.

 અવાજ રેકોર્ડ કરીને પરિવારજનોને ડરાવવાનું કામ

અવાજ રેકોર્ડ કરીને પરિવારજનોને ડરાવવાનું કામ

એક સંદિગ્ધ જેનું નામ નજર અલી હતું. તે ખરાબ રીતે સીઆઇએની સામે તેને છોડી મુકવાની દયા કરતો હતો. પછી તેની બૂમો અને તેના રડવાના અવાજને રેકોર્ડ કરી તેના પરિવારજનોને મોકલવામાં આવ્યો જેથી વધુ માહિતી પ્રાપ્ત થઇ શકે.

 નિર્દોષ લોકોને પણ રાખવામાં આવ્યા જેલમાં

નિર્દોષ લોકોને પણ રાખવામાં આવ્યા જેલમાં

આ રિપોર્ટનું માનીએ તો ઓછામાં ઓછા 26 લોકો એવા હતા જેમને ખોટી રીતે પકડવામાં આવ્યા હતા. જે લોકોને પકડવામાં આવ્યા હતા તે નિયમોની વિરૂદ્ધ હતા. આ લોકોના માધ્યમથી પરિવારજનોને ડરાવી ધમકાવી કંઇક જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

 સીઆઇએએ વધારી રજૂ કરી પોતાની વાત

સીઆઇએએ વધારી રજૂ કરી પોતાની વાત

જે સમયે આ બધાની શરૂઆત થઇ તે સમયે જોર્જ ડબ્લ્યૂ બુશ જૂનિયર અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને તે સંપૂર્ણપણે આ બધાથી અજાણ હતા. ત્યાં સુધી કે તેમને ખોટી માહિતી પણ આપવામાં આવી. સીઆઇએ જર્નલિસ્ટ્સને પણ ખોટી જાણકારીઓ આપી જેથી તેને પબ્લિક સપોર્ટ મળે.

 પરંતુ સીઆઇએનો સપોર્ટ

પરંતુ સીઆઇએનો સપોર્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ આખા રિપોર્ટમાં કહ્યું છે કે તે સ્વિકારે છે કે તેમનાથી ભૂલો થઇ છે. સાથે-સાથે એ પણ દાવો કર્યો હતો કે તે સીઆઇએના આત્મવિશ્વાસને વધારતા રહેશે પરંતુ જો કંઇ ખોટું થયું તો એક્શન પણ લેશે.

English summary
Torture techniques of CIA revealed by US senate intelligence committee report. However Barack Obama defends CIA on the report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more