For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટન-જર્મનીમાં કોરોના વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ, 80 ટકા સફળતાની ઉમ્મીદ

બ્રિટન-જર્મનીમાં કોરોના વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ, 80 ટકા સફળતાની ઉમ્મીદ

|
Google Oneindia Gujarati News

લંડનઃ બ્રિટન અને જર્મનીમાં આજથી માણસો પર કોરોના વાયરસ વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. હાલ વેક્સીનને લઈ બેશક 150 પરિયોજનાઓ ચાલી રહી છે પરંતુ જર્મની અને બ્રિટન દુનિયાના એવા પાંચ દેશોમાં સામેલ છે જેમણે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે. બ્રિટનની ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલય 510 સ્વાસ્થ્ય લોકો અને જર્મનીના ફેડરલ ઈન્સ્ટીટ્યૂટ 200 સ્વાસ્થ્ય લોકો પર કોરોનાના વેક્સીનનું પરીક્ષણ કરશે.

વેક્સીનનું ટ્રાયલ

વેક્સીનનું ટ્રાયલ

જે લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરવામમાં આવશે તેમને 18 વર્ષથી 55 વર્ષની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ટ્રાયલ દરમિયાન અલગ અલગ લોકોને અલગ અલગ વેક્સીનનો ભાગ આપીને જોવામાં આવશે કે કોના કઈ વેક્સીન કારગર છે. આની સાથે જ બાદમાં તેના દુષ્પરિણામોને પણ અલગથી પરિક્ષણ કરવામાં આવશે. બ્રિટેનના હેલ્થ સેક્રેટરી મૈટ હૈનકૉકનું કહેવું છે કે આ વેક્સીન કોરોના વાયરસથી લડવાની એકમાત્ર કારગર રીત છે.

સફળ થવાની 80 ટકા જેટલી સંભાવના

સફળ થવાની 80 ટકા જેટલી સંભાવના

ઑક્સફોર્ડની શોધ નિદેશક પ્રોફેસર સારા ગિલ્બર્ટે અનુમાન લગાવ્યું કે વેક્સીનના સફળ થવાની 80 ટકા જેટલી સંભાવના છે. ઑક્સફોર્ડની ટીમના એક સબ્યનું કહેવું છે કે જો આ પરીક્ષણ સફળ થાય છે તો, આ વર્ષે શરદ ઋતુ સુધી ઉપયોગ માટે લાખો વેક્સીન ઉપલબ્ધ થઈ શકે છે. બ્રિટનના હેલ્થ સેક્રેટેરી મેટ હૈનકૉકે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય આ વેક્સીનને તૈયાર કરવા માટે બનતું બધું જ કરવા તૈયાર છે. કેમ કે આ કોરોના વાયરસ મહામારીથી લડવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી શકે છે. હૈનકૉકે આગળ કહ્યું કે આગલ ાતબક્કાની તૈયારી માટે બ્રિટિશ સરકાર ઈંપીરિયલ કોલેજ લંડનનને વેક્સીન પર રિસર્ચ કરવા માટે 22.5 મિલિયન પાઉન્ડ આપશે.

વેક્સીન તૈયાર કરવામાં વર્ષો લાગી જાય

વેક્સીન તૈયાર કરવામાં વર્ષો લાગી જાય

તેમણે આગળ કહ્યું કે, આમ તો વેક્સીન તૈયાર કરવામાં વર્ષો લાગી જાય છે પરંતુ બ્રિટન આ બીમારી વિરુદ્ધ લડાઈમાં સૌથી આગળ ઉભું છે. અમે કોઈપણ દેશની સરખામણીએ આની વેક્સીન શોધવા માટે સૌથી વધુ પૈસા ખર્ચ કર્યા છે. જેનાથી વધુ જરૂરી કંઈ ના હોય શકે. વેક્સીનનું ઉત્પાદન ટ્રાયલ અને ભૂલો માટે જ થાય ચે પરંતુ બ્રિટેન તેના પુખ્તા ઈલાજ માટે કંઈપણ આપવા તૈયાર ચે.

વેક્સીનનું નામ BNT162 રાખવામાં આવ્યું

વેક્સીનનું નામ BNT162 રાખવામાં આવ્યું

જ્યારે જર્મનીની બાયોટેક કંપની બાયો એન ટેકે અમેરિકી દવા કંપની ફાઈબર સાથે મળી સંયુક્ત રૂપે વેક્સીનનું નિર્માણ કર્યું છે. આ વેક્સીનનું નામ BNT162 રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કા બાદ વેક્સીનના બીજા તબક્કાના પરીક્ષણમાં વેક્સીનનો ઉપયોગ એવા લોકો પર કરવામાં આવશે જેઓ કોરોના સંક્રમિત હોવાની વધુ આશંકા છે. ઉલ્લેખનીય છે કે દુનિયાના કેટલાય દેશોના વૈજ્ઞાનિક આ વાયરસની વેક્સીન બનાવવામમાં લાગ્યા છે. પરંતુ હજી સુધી ક્યાંય પણ કોઈ રાહતના સમાચાર આવ્યા નથી.

જે 20 વર્ષમાં ક્યારેય નહોતુ થયુ એ લૉકડાઉને કરી બતાવ્યુજે 20 વર્ષમાં ક્યારેય નહોતુ થયુ એ લૉકડાઉને કરી બતાવ્યુ

English summary
trial of coronavirus vaccine starts in britain and germany 80 percent chance of success says scientists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X