For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાનો દાવો- બે મહિનામાં ભારતને વેક્સીન ઉપલબ્ધ કરાવશે

રશિયાનો દાવો- બે મહિનામાં ભારતને વેક્સીન ઉપલબ્ધ કરાવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં દરરોજ 60 હજારથી વધુ કોરોના સંક્રમિતો સામે આવી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે ત્યાં સંક્રમણ અન્ય દેશોની સરખામણીએ તેજીથી ફેલાઈ રહ્યું છે. વેક્સીન આવે ત્યાં સુધી ભારતમાં લોકોને કોરોના વાયરસથી રાહત નહિ મળે. મંગળવારે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને એલાન કર્યું હતું કે તેમના દેશે કોરોનાની વેક્સીન બનાવી લીધી છે અને જલદી જ જનતા માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. હવે વેક્સીનનું ફંડિંગ કરતી સંસ્થાએ ભારત માટે રાહતભર્યા સમાચાર આપ્યા છે.

20 દેશ રસી ખરીદશે

20 દેશ રસી ખરીદશે

જણાવી દઈએ કે રશિયન ઈન્વેસ્ટમેન્ટ ફંડ નામની સંસ્થાએ રશિયન કોરોના વેક્સીન પ્રોજેક્ટ માટે ફંડિંગ કર્યું છે. સંસ્થાના હેડ કિરિલ દિમિત્રિજ મુજબ ભારત સહિત 20 દેશોએ તેની વેક્સીન ખરીદવાની ઈચ્છા જતાવી છે. આમ તો રશિયન સરકારનો ઉદ્દેશ પહેલા આપણા દેશની જનતાને વેક્સીન આપવાનો છે પરંતુ નવેમ્બર સુધી તેઓ અન્ય દેશોમાં વેક્સીનની સપ્લાઈ શરૂ કરી શકે છે. જો આવું થયું તો ભારતને નવેમ્બરમાં વેક્સીન મળી શકે છે.

જલદી જ વેક્સીનના ડેટા આવશે

જલદી જ વેક્સીનના ડેટા આવશે

જ્યારે બીજી તરફ દુનિયાભરના વૈજ્ઞાનિકો રશિયાના દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે રશિયાએ વેક્સીનનું ટ્રાયલ યોગ્ય રીતે નથી કર્યું. સાથે જ તેના સાઈડ ઈફેક્ટ પર પણ ધ્યાન નથી આપ્યું, જે કારણે વેક્સીન ખતરનાક સાબિત થઈ શકે છે. જેના પર કિરિલ દિમિત્રિજે કહ્યું કે તેમની વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેઓ આ મહિને અથવા આગલા મહિના સુધી વેક્સીન સાથે જોડાયેલ તમામ ડેટા પ્રકાશિત કરી દેશે.

38 લોકો પર પરીક્ષણ થયું

38 લોકો પર પરીક્ષણ થયું

ન્યૂજ એજન્સી Fontanka મુજબ પેપર વર્કના હિસાબે માત્ર 38 લોકો પર જ રશિયાએ કોરોના વાયરસની વેક્સીનનું ટ્રાયલ કર્યું હતું. આ ઉપરાંત માત્ર 42 દિવસની શોધ બાદ આ વેક્સીન દુનિયાને રજિસ્ટર્ડ કરાવી દેવામાં આવી. એવામાં તેનો પ્રભાવ હજી સરખી રીતે માલૂમ નથી પડી શક્યો. દુનિયાભરના વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનના એલાનને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. જો કે રશિયાએ આનાથી ઈનકાર કર્યો છે.

જેસલમેરથી જયપુર પાછા ફર્યા ગેહલોતના બેડાના ધારાસભ્ય, વીડિયો વાયરલજેસલમેરથી જયપુર પાછા ફર્યા ગેહલોતના બેડાના ધારાસભ્ય, વીડિયો વાયરલ

English summary
true friend! russia to give world's first corona vaccine to india in two month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X