For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

H-1B વીઝા : 75,000 ભારતીઓ અમેરિકા છોડવા થશે લાચાર

ડોનાલ્ડ ટ્રંપનો એક નિર્ણય અનેક ભારતીયોને અમેરિકાથી ભારત પરત ફરવા માટે કરી શકે છે મજબૂર. સાથે જ જાણો કેમ અમેરિકામાં વસતા ભારતીયો કેમ કેનેડાને આપી રહ્યા છે પ્રાધાન્ય. વધુ વાંચો

By Chaitali
|
Google Oneindia Gujarati News

અમેરિકાના ડોનાલ્ડ ટ્રંપના નિર્ણયોના લીધે અમેરિકામાં રહેતા લગભગ 7,50,000 ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. ડોનાલ્ડ ટ્રંપની સરકાર એક તેવા પ્રસ્તાવ પર કામ કરી રહી છે. જેના કારણે અમેરિકામાં એચ1બી વીઝા પર રહી ગ્રીન કાર્ડની રાહ જોતા વિદેશી ઉચ્ચ શ્રેણીના સારા નોકરીયાત વર્ગને મોટો ઝટકો લાગી શકે છે. જેનાથી ભારતીય નોકરીયાત લોકો જે અમેરિકાની કંપનીઓ માટે કામ કરી રહ્યા છે તેમની મુશ્કેલી વધી શકે છે. આ પ્રસ્તાવ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીમાં ઇંટરનલ મેમો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ડીએસએસની નાગરિકતા અને અપ્રવાસને દેખતા તેમનો ઉદ્દેશ તે એચ 1 બી વીઝા ગ્રાહકોના મામલે વિચાર કરવાનો છે જેમણે સ્થાયી નાગરિકતા માટે આવેદન આપ્યું છે. જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સ્થાનીય અમેરિકી નાગરિકોને નોકરી આપવાની નીતિ બાય અમેરિકન હાયર અમેરિકન પર આગળ વધશે તો લગભગ 5 લાખથી વધુ ભારતીય એચ1બી વીઝા ગ્રાહકોને ઘરે પાછા આવવાનો વખત આવશે.

Donald Trump

સેન જોસના ઇમિગ્રેશન વાયસના એક અધિકારીએ જણાવ્યું કે જો તેને લાગુ કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડવાનો વારો આવી શકે છે. જેના કારણે અનેક પરિવારો સામે સંકટ પેદા થશે. તેમણે કહ્યું કે આ નિર્ણયની જાહેરાત પછી જ તેને સામે પડકારી શકાય. વધુમાં સુત્રોથી તેવી વાત પણ જાણવા મળી છે કે હોમલેન્ડ સિક્યોરિટી ઓફિશિયલ્સની તરફથી આ યોજના દ્વારા ભારતીય કુશળ કારીગરોને અહીંથી પાછા મોકલીને અમેરિકાના લોકોને વધુ નોકરીઓ આ દ્વારા મળે તેવી નીતિ છે. ઉલ્લેખનીય છે કે H1B વીઝા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કડક વલણને જોતા મોટા સંખ્યામાં અમેરિકા સ્થિત ભારતીયો કેનડા તરફ વળી રહ્યા છે. ત્યાંના વીઝા નિયમો સરળ હોવાના કારણે નોકરી માટે હવે અનેક આઇટી પ્રોફેશન્સ કેનાડાની કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરી રહ્યા છે. આ કારણે કેનાડામાં હવે નવું ફાસ્ટ ટ્રેક વીઝા પ્રોગામને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તે લોકો હાઇ સ્કિલ્ડ વર્કર્સને 2 અઠવાડિયામાં જ વીઝા આપવા તૈયાર છે.

English summary
Trump admins H-1B changes could lead to mass deportation of Indians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X