For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દ્રા નૂઈ બનશે વર્લ્ડ બેન્કની નવી પ્રેસિડેન્ટ, ટ્રમ્પની દીકરીએ કરી નામની ભલામણ

ઈન્દ્રા નૂઈ બનશે વર્લ્ડ બેન્કની નવી પ્રેસિડેન્ટ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ વર્લ્ડ બેંકના વર્તમાન પ્રેસિડેન્ટ જિમ યોંગ કિમ ફેબ્રુઆરીમાં રિટાયર થનાર છે. તેમના પદ માટે ટ્ર્મ્પ પ્રશાસન કેટલાક નામો પર વિચાર કરી રહ્યું છે જેમાં એક નામ ઈન્દ્રા નૂઈનું પણ છે. પેપ્સીકોની પૂર્વ સીઈઓ ઈનદ્રાએ 12 વર્ષ બાદ પાછલા વર્ષે ઓગસ્ટમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જિમ યોંગ કિમે એલાન કર્યું છે કે તેઓ એક પ્રાઈવેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈનવેસ્ટમેન્ટ ફર્મથી જોડાવવા જઈ રહ્યા છે અને માટે પોતાનું પદ છોડી રહ્યા છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે આ અંગેની જાણકારી આપી છે. ભારતમાં જન્મેલ 63 વર્ષીય ઈન્દ્રા નૂઈ જો વર્લ્ડ બેંકની પ્રેસિડેન્ટ બને છે તો એ નિશ્ચિત રીતે દેશ માટે ઐતિહાસિક પળ હશે.

ઈવાંકાએ નામનો પ્રસ્તાવ આપ્યો

ઈવાંકાએ નામનો પ્રસ્તાવ આપ્યો

ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી કહેવામાં આવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ તરફથી નૂઈના નામનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ઈવાંકા, પ્રેસિડેન્ટની પસંદગી માટે મહત્વનો રોલ નિભાવી રહી છે. આ રિપોર્ટમાં કેટલાય લોકાનો હવાલો આપવામાં આવ્યો છે જે આ પ્રક્રિયાથી પરીચિત છે. તેમનું કહેવું છે વર્લ્ડ બેંકની ટોપ પોસ્ટ માટે નિર્ણય પ્રક્રિયા હજુ શરૂઆતી તબક્કામાં છે અને દરેક ઉમેદવારની ચકાસણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે તેમનું નામ મોકલતા પહેલા તેમને સારી રીતે ચકાસવામાં આવશે. ે બાદ તેઓ કોઈ એક નામ પર મોહર લગાવશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે જો ટ્રમ્પ પ્રશાસન નૂઈની પસંદગી કરે છે તો તેઓ આ પદ સ્વીકારશે કે નહિ. અમેરિકી રાષ્ટ્રપતિ એકલા વર્લ્ડ બેંકના પ્રેસિડન્ટની પસંદગી નથી કરી શકતા. આ પસંદગીને બેંકના બોર્ડની મંજૂરી મળવી બહુ જરૂરી છે.

ઈવાન્કાએ નૂઈને લેટર ટ્વીટ કર્યો

ઈવાન્કાએ નૂઈને લેટર ટ્વીટ કર્યો

ઈવાન્કાએ પણ ટ્વીટ કરી આ બાજુ ઈશારો કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં નૂઈને એક મેન્ટર અને પ્રેરણા જણાવ્યાં. સાથે જ નૂઈનું નામ સંભવિત ઉત્તરાધિકારીઓમાં સામેલ થઈ ગયું છે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ જિમ યોંગ કિમે જાન્યુઆરીમાં પોતાનું પદ છોડવાનું એલાન કરી દીધું હતું. જિમ ત્રણ વર્ષથી આ પદ પર હતા અને તેમણે કાર્યકાળ ખતમ થતા પહેલા જ પોતાના રાજીનામાં વિશે જણાવીને સૌને ચોંકાવી દીધા હતા. અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિમના ઉત્તરાધિકારીની પસંદગી પ્રક્રિયા અમેરિકાના નાણામંત્રી સ્ટીવન મ્યૂશિન, કાર્યવાહક ચીફ ઑફ સ્ટાફ મિક મુલવાને અને ઈવાન્કા ટ્રમ્પની દેખરેખમાં થઈ રહી છે. ઈવાન્કાના રોલ વિશે વ્હાઈટ હાઉસ તરફથી સોમવારે જાણકાી આપવામાં આવી હતી.

ઈવાન્કાની ભૂમિકાની આલોચના

ઈવાન્કાની ભૂમિકાની આલોચના

વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટની પસંદગીમાં ઈવાન્કાની ભાગદારીથી કેટલાક લોકો આલોચના પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિની દીકરી છે અને તેમને આવા પ્રકારના આર્થિક મામલામાં સામેલ કરવાનો મતલબ હિતોના ટકરાવની સંભાવના થઈ શકે છે. ઈવાન્કાએ પણ પહજુ સુધી ખુદને પોતાની સંપત્તિથી પૂરી રીતે અલગ નથી કરી. મંગળવારે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ માટે ટ્રમ્પની સલાહ બાદ કેટલાક ઈન્ટ્વ્યૂ થવાના હતા. નૂઈએ ટ્રમ્પના બિઝનેસ કાઉન્સિલને જોઈન કરી હતી પરંતુ જલદી જ કાઉન્સિલ ખતમ કરી દેવામાં આવી હતી કેમ કે કેટલાય લોકો તેને છોડીને ચાલ્યા ગયા હતા. ઓગસ્ટ 2017માં શૈરલૉટ્સવિલેમાં થયેલ દુર્ઘટના માટે જ્યારે ટ્રમ્પે કેટલાય પક્ષોને જવાબદાર ઠેરવ્યા તો સીઈઓઝ તેમનાથી નારાજ થઈ ગયા અને કાઉન્સિલને અલવિદા કહીને ચાલ્યા ગયા.

નૂઈએ હંમેશાથી ટ્મ્પની આલોચના કરી

નૂઈએ હંમેશાથી ટ્મ્પની આલોચના કરી

વર્ષ 2016માં જ્યારે ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા તે બાદ નૂઈની કમેન્ટથી ભારે હંગામો થયો હતો. નૂઈએ ન્યૂયોર્ક ટાઈમ્સની એક પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું હતું, અમારી ઈમ્પ્લોયીઝ થઈ રહી છે અને જે સવાલ તેઓ પૂછી રહ્યા છે તે ખાસ કરીને ઉદન લોકોની તફથી આી રહયા છે જે અશ્વેત છે અે તેઓ પૂછી રહ્યા છે કે શું અમે સુરક્ષિત છીએ? મહિલાઓ પૂછી રહી છે કે શું અમે સુરક્ષિત છીએ અને એલજીબીટીના લોકો પોતાની સુરક્ષા વિશે સવાલ કરી રહ્યા છે. એક રીતે જોઈએ તો ઈન્દ્રા નૂઈ પહેલેથી જ ડોનાલ્ડ ટ્મ્પની આલોચક રહી છે.

ચીને બનાવી 'અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ', જાણો તેની ખાસિયતચીને બનાવી 'અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ', જાણો તેની ખાસિયત

English summary
Trump administration is considering ex Pepsi CEO Indra Nooyi for World Bank President post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X