For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાભિયોગનો ભોગ બનનાર ત્રીજા પ્રેસિડેન્ટ બન્યા ટ્રમ્પ, જાણો અન્ય બંને પ્રેસિડેન્ટ વિશે

મહાભિયોગનો ભોગ બનનાર ત્રીજા પ્રેસિડેન્ટ બન્યા ટ્રમ્પ, જાણો અન્ય બંને પ્રેસિડેન્ટ વિશે

|
Google Oneindia Gujarati News

US President Donald Trump Impeached: અમેરિકાના ઈતિહાસમાં આ ચોથીવાર થયું છે જ્યારે કોઈ પ્રેસિડેન્ટ પર શક્તિઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી તેમના પર મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. બે વાર વર્તમાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જ મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, પરંતુ અગાઉ બે પ્રેસિડેન્ટ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આવો જાણીએ મહાભિયોગનો ભોગ બનનાર અન્ય બંને પ્રેસિડેન્ટ કોણ હતા.

donald trump

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ 2 વાર મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયો

6 જાન્યુઆરીએ જ્યારે અમેરિકી સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનમાંથી કોણ જીત્યું તે નિશ્ચિત કરવા મતગણતરી થઈ રહી હતી તે સમયે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકી સંસદ પર હુમલો કરી દીધો. ઘણા સમય સુધી હિંસા થતી રહી અને જ્યારે હિંસાની આ જ્વાળા ઓલવાઈ ત્યાર સુધી એક પોલીસ ઑફિસર સહિત પાંચ લોકોની હત્યા થઈ ચૂકી હતી. આરોપ લગાવવામાં આવ્યો કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી લોકતંત્ર અને અમેરિકી સંવિધાનને બંધક બનાવવાની કોશિશ કરી. અને તેમના જ ઉકસાવવા પર તેમના સમર્થકોએ અમેરિકી સંસદ પર હુમલો બોલ્યો હતો.

આ આરોપો બાદ ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકી સંસદે નીચલા સદનમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યો જેને નીચલા સદનમાં 197ના મુકાબલે 230 વોટથી પાસ કરી દેવામાં આવ્યો. પ્રેસિડેન્ટ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના જ 10 સાંસદોએ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાનું સમર્થન કર્યું. અગાઉ ટ્રમ્પ પર પાછલા વર્ષે પણ મહાભિયોગ પ્રસ્તાવ સંસદના નીચલા સદનમાં પાસ કરવામાં આવ્યું હતું અને તે સમયે આરોપ લાગ્યો હતો કે યૂક્રેનને ટ્રમ્પે પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જો બિડેન વિરુદ્ધ તપાસ કરવા કહ્યું. જો કે મહાભિયોગનો આ પ્રસ્તાવ સીનેટમાં પાસ ના થઈ શક્યો.

બિલ ક્લિંટન અને એંડ્રૂ જૉયસન વિરુદ્ધ મહાભિયોગ

આની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ઈતિહાસના ત્રીજા એવા પ્રેસિડેન્ટ બની ગયા છે જેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હોય. ટ્રમ્પ પહેલાં પ્રેસિડેન્ટ બિલ ક્લિંટન અને પ્રેસિડેન્ટ એન્ડ્રૂ જૉનસન વિરુદ્ધ પણ મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.

અમેરિકી ઈતિહાસમાં સૌથી પહેલાં 1868માં પ્રેસિડેન્ટ એન્ડ્રૂ જૉનસન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ એન્ડ્રૂ જૉનસન પ્રેસિડેન્ટ બનતા પહેલાં અબ્રાહમ લિંકનના ઉપ રાષ્ટ્રપતિ પણ હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ માર્ચ 1868માં પ્રેસિડેન્ટ એન્ડ્રૂ જૉનસન ઉપર તેમના પદનો દુરુપયોગ કરવાના આરોપમાં મહાભિયોગ ચલાવવામાં આવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે મહાભિયોગ પ્રસ્તાવને યોગ્ય ના માન્યું, અને પ્રેસિડેન્ટ અન્ડ્રૂ જૉનસને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

1998માં બિલ ક્લિંટન પર મહાભિયોગ ચાલ્યું

1998માં અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિંટન પર મહાભિયોગ ચલાવવામા આવ્યો હતો. બિલ ક્લિંટન વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા હિલેરી ક્લિંટનના પતિ છે. બિલ ક્લિંટન પર વ્હાઈટ હાઉસમાં કામ કરતી 22 વર્ષની એક ઈન્ટર્ન મોનિકા લિયોંસ્કી સાથે સેક્સ્યુઅલ સંબંધ બનાવવાનો આરોપ લાગ્યો હતો. મોનિકા લિયોંસ્કી પ્રેસિડેન્ટ બિલ ક્લિંટનથી ઘણી નાની હતી. જો કે ક્લિંટને પોતાના ઉપર લાગેલા તમામ ચાર્જીસને નિરાધાર ગણાવ્યા હતા, પરંતુ મહાભિયોગમાં કહેવામાં આવ્યું હતું કે, બિલ ક્લિંટને પોતાની શક્તિઓનો ખોટો ઉપયોગ કર્યો છે, અને તેમના આ કાથી બીજા લોકો પણ આવા પ્રકારની ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે, માટે તેમને પ્રેસિડેન્શિયલ પદેથી બેદખલ કરી દેવા જોઈએ. જો કે 1999માં સીનેટે મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો, સ્નેપ ચેટે પણ લગાવ્યો કાયમી પ્રતિબંધડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો, સ્નેપ ચેટે પણ લગાવ્યો કાયમી પ્રતિબંધ

English summary
Trump becomes third president to be impeached, know history in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X