Trump on iran : ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ, ટ્રમ્પે બોમ્બમારો કરવાની ધમકી આપી
Trump on iran : અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તણાવ આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને ગંભીર ધમકી આપી છે.
તેમણે કહ્યું છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સહમત નહીં થાય તો અમેરિકા બોમ્બમારો કરશે. એટલું જ નહીં, ટ્રમ્પે ઈરાન પર વધુ સખત આર્થિક પ્રતિબંધો લગાવવાની પણ ચેતવણી આપી છે.

હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જો ઈરાન પરમાણુ કરાર માટે સમજૂતી નહીં કરે તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે. એ પણ ઈશારો કર્યો કે ફરીથી ઈરાન પર સેકન્ડરી ટેરિફ લાદવામાં આવશે, જે ચાર વર્ષ પહેલાં પણ લાગુ કરવામાં આવ્યા હતા.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની ટિપ્પણીઓએ તણાવ વધાર્યો છે. તેમણે સીધી વાટાઘાટોની કોઈ શક્યતા નહીં છોડી. તેમ છતાં પરોક્ષ વાટાઘાટો માટે દરવાજા હજુ ખુલ્લા છે.
2018માં અમેરિકાએ જોઈન્ટ કોમ્પ્રીહેન્સિવ એક્શન પ્લાન (JCPOA)માંથી ઈરાનને બહાર કરી દીધું હતું. આ નિર્ણય બાદ અમેરિકા દ્વારા ઈરાન પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા.
તાજેતરમાં ઈરાને તેના પરમાણુ કાર્યક્રમના વિસ્તરણની જાહેરાત કરી છે, જેનાથી અમેરિકાની ચિંતાઓ વધી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે વધુ તણાવ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
