ટ્રમ્પની તુર્કીને ધમકી, સીરિયામાં હદની બહાર ગયા તો બર્બાદ કરી દઈશ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સીરિયાની તુર્કી સરહદથી અમેરિકી સૈનિકોને હટાવાના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું હતું કે, આ ક્ષેત્રને 'પરિસ્થિતિથી જાતે જ સામનો કરવો પડશે' અને અમેરિકાએ આ 'વાહિયાત અનંત યુદ્ધ' માંથી બહાર નીકળવાની જરૂર છે. રવિવારે મોડી સાંજે અમેરિકાએ સીરિયાની ઉત્તરીય સરહદ પરના મહત્વના ઠેકાણાથી તેમના સૈનિકો હટાવવાની જાહેરાત કરી હતી. તે દરમિયાન ટ્રમ્પે તુર્કીને ધમકી આપી હતી કે જો તુર્કી સીરિયામાં હદ આગળ વધશે તો તે તેનું અર્થતંત્ર બર્બાદ કરી દેશે.
વ્હાઇટ હાઉસે સોમવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, તુર્કી ટૂંક સમયમાં લાંબા સમયથી તૈયાર કરવામાં આવેલી યોજના સાથે ટૂંક સમયમાં ઉત્તર સીરિયામાં આગળ વધશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી સશસ્ત્ર દળ ન તો જોડાશે અને ન તો આ કામગીરીમાં મદદ કરશે અને આઇએસઆઈએસની ક્ષેત્રીય 'ખલિફા' ને હરાવનારી સંયુક્ત રાજ્યની અમેરિકાની સેના હવે આ ક્ષેત્રથી અલગ રહેશે. નિવેદન બહાર પાડતાં પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ અને તુર્કીના તેમના સમકક્ષ રજબ તૈયબ એર્દોઆન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
આ અગાઉ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે તુર્કી, યુરોપ, સીરિયા, ઈરાન, ઇરાક, રશિયા અને કુર્દોએ જાતે પરિસ્થિતિનો સામનો જાતે કરવો પડશે અને તેઓ તેમના પ્રદેશોમાંથી કબજે કરેલા આઇએસ લડવૈયાઓ સાથે જે કરવા માગે છે તે કરે. તેમણે કહ્યું કે મોટાભાગના યુદ્ધ કબાયલીયોની વચ્ચે થઈ રહ્યા છે અને હવે આ વાહિયાત અનંત યુદ્ધમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે અને અમારે સૈનિકોને ઘરે પાછા બોલાવવાના છે. અમે એ યુદ્ધ લડીએ છીએ જે અમારા હિતની હોય છે અને ફક્ત જીતવા માટે લડતા હોઈએ છીએ.
અહેવાલો અનુસાર, ઉત્તર સીરિયામાં અમેરિકાના 1000 સૈનિકો છે, જેમાંથી 100 થી 150 સીરિયન-તુર્કી સરહદ વિસ્તારોમાં છે. અમેરિકા તુર્કીના હુમલા પહેલા તેમને ત્યાંથી કાઢી રહ્યું છે. ગયા ડિસેમ્બરમાં ટ્રમ્પે સીરિયાથી અમેરિકન સૈન્ય પાછુ બોલાવવાની વાત કરી હતી. આ માટે તેમની બહોળા પ્રમાણમાં ટીકા થઈ હતી. આ નિર્ણય બાદ સંરક્ષણ પ્રધાન જિમ મેટિસે રાજીનામું આપ્યું હતું.
જાણો કોણ છે 16 વર્ષની ગ્રેટા, જેણે ક્લાઈમેટ ચેન્જ પર ટ્રમ્પને ખરીખોટી સંભળાવી દીધી