For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્રમાંથી પસાર થશે તુર્કીની આ લોકલ ટ્રેન

|
Google Oneindia Gujarati News

ઇસ્તાંબુલ, 30 ઓક્ટોબરઃ ટ્રેન જ્યારે કોઇ ટનલમાં પ્રવેશ કરે છે, તો તેનો રોમાંચ અલગ જ હોય છે, એ ટનલ પછી નાની હોય કે, મોટી, પર્વતોને ચીરીને બનાવવામાં આવી હોય અથવા તો જમીનને, પરંતુ આ ટનલનો રોમાંચ તેના કરતા અનેકગણો વધારે હશે, કારણ કે, અહીં ટ્રેન સમુદ્રની અંદરથી પસાર થશે. આ રોમાંચક નજારો દરરોજ તુર્કીમાં જોવા મળશે, જ્યાં લોકલ ટ્રેન માટે સમુદ્રની અંદર ટનલ બનાવવામાં આવી છે.

તુર્કીએ મંગળવારે સમુદ્રની અંદર ચાલનારી લોકલ ટ્રેનની શરૂઆત કરી છે. આ ટ્રેન ઇસ્તાંબુલના એશિયન અને યુરોપિય વિસ્તારને એકબીજા સાથે જોડશે. મરમરે નામથી શરૂ કરવામાં આવેલી આ રેલપથ બે દ્વીપોને એક બીજા સાથે જોડવાનું કામ કરશે. આ પથ પર દોડનારી ટ્રનમાં દર કલાકે 75 હજાર યાત્રીઓને લઇ જવાની ક્ષમતા હશે અને દિવસભર તે 10 લાખ લોકોને ગંતવ્ય સુધી પહોંચાડવાનું કામ કરશે.

turkey-train
સિન્હુઆએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ અબ્દુલ્લા ગુલ અને વડાપ્રધાન રીસેપ તય્યીપ એરડોગને લગભગ 10 હજાર લોકોની ઉપસ્થિતિમાં ટ્રેન પથના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો. તુર્કી સરકારે ગણરાજ્યની સ્થાપનાના 90 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ ટ્રેન ચલાવવામાં આવી છે. તુર્કી સરકારનો ઉદ્દેશ્ય સમુદ્રની અંદર ચાલનારી લોકલ ટ્રેન પરિયોજના માધ્યમથી ઇસ્તાંબુલની યાતાયાતને સહેલી બનાવવા અને યાત્રીઓનો સમય બચાવવાની છે.

ખાસ વાત એ છે કે, આ પરિયોજનાનો પ્રસ્તાવ આજથી લગભગ 150 વર્ષ પહેલા ઓટોમેન સુલ્તાન નામની વ્યક્તિ દ્વારા રાખવામાં આવ્યો હતો. સુલ્તાનના આ પ્રસ્તાવનો નક્શો બનાવીને તેમના વંશજ અબ્દુલ હમીદે પુનઃ રજુ કર્યો, પરંતુ સરકારે તેને અસંભવ કહીંને નકારી દીધો. 8 વર્ષ પહેલા તુર્કી સરકારે આ પ્રોજેક્ટને ફરીથી ઉઠાવ્યો અને તેના પર કામ શરૂ કરી દીધું. આજે મહેનત વિશ્વની સામે છે.

અધિકારીઓ અનુસાર આગળ જતા આ રેલવે રૂટનો ઉપયોગ પશ્ચિમી યુરોપથી ચીન સુધી પ્રસ્તાવિત રેલ માર્ગમાં પણ કરી શકાશે. આ ટનલનું નિર્માણ સમુદ્રને કાપીને બનાવવામાં આવી નથી, પરંતુ એક છેડેથી બીજા છેડા સુધી વિશાળ ટ્યૂબ નાંખવામાં આવી છે, જે ટૂકડાઓમાં જોડીને બનાવવામાં આવી છે. આ ટ્યૂબની અંદર જ ટ્રેન દોડશે. આ 55 મીટરની ઉંડાઇ પર છે. કહેવામાં આવે છે કે, વિશ્વની ત્રીજી સૌથી ઉંડી રેલવે ટનલ છે.

આ ટનલની ખાસ વાત એ છે કે, જો રિક્ટેયર પર 9ની તિવ્રતાવાળો ભૂકંપ આવે તો પણ તેને કોઇ ક્ષતિ નહીં થાય. ભુગર્ભશાસ્ત્રીઓ અનુસાર ભૂકંપની દ્રષ્ટિએ ઇસ્તાંબુલમાં આ સૌથી સુરક્ષિત સ્થળ છે. ખરા અર્થમાં આ ટ્યૂબ ફ્લેક્સિબલ જોઇન્ટ્સના માધ્યમથી જોડવામાં આવી છે. જેતી ભૂકંપના ઝટકાઓનો તેના પર કોઇ અસર નહીં થાય.

આ પહેલા જાપાનના દ્વીપો હોન્શૂ અને હોક્કાઇડોને કનેક્ટ કરનારી સમુદ્રની અંદરની સેઇકન ટનલ સૌથી ઉંડી ટનલ છે. તે સમુદ્ર તટથી 140 મીટર અને સમુદ્રની ધરતીથી 240 મીટરની ઉંડાઇ પર સ્થિત છે. આ ઉપરાંત બ્રિટેન અને ફ્રાન્સને કનેક્ટ કરનારી ચેનલ ટલન લિંકિંગ સમુદ્રની ધરતીથી 75 મીટર નીચે છે.

English summary
Turkey has opened an underwater railway tunnel linking Europe and Asia, and the two sides of Istanbul, realizing a plan initially proposed by an Ottoman sultan about 150 years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X