બ્રસેલ્સ એરપોર્ટ, મેટ્રો સ્ટેશન અને યુરોપિયન યુનિયનની ઓફીસ બહાર બ્લાસ્ટ
યુરોપના અગત્યના દેશ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના એરપોર્ટ પર 2 બોમ્બ બ્લાસ્ટ થયાની ખબર આવી છે. હાલમાં બ્લાસ્ટના કારણે એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યો છે, અને રેલ અને હવાઈ મુસાફરી પણ બંધ કરી દીધી છે. બ્રસેલ્સના એક મેટ્રો સ્ટેશન અને યુરોપિયન યુનિયનની ઓફીસ બહાર પણ બ્લાસ્ટ થયાની ખબર આવી છે.
જાણકારી મુજબ આ હમલામાં 14 લોકોની મૌત થઇ ચુકી છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે મારવાવાળા લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. આજથી 15 દિવસ પહેલા બ્રસેલ્સમાં આતંકવાદીઓને પકડવા માટે છાપા પણ મારવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ એક બ્લાસ્ટ અમેરિકન ઐરલાઈનના ચેક ઇન એરિયામાં થયો છે. પરંતુ હમણાં આ વાતની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. બ્લાસ્ટ બ્રસેલ્સના જવેન્તેમ એરપોર્ટ પર થયો છે. એરપોર્ટના ટર્મિનલમાંથી નીકળતો ધુમાડો તમે સાફ સાફ જોઈ શકો છો.
બેલ્જિયમ ફાયર સર્વિસ તરફથી લોકલ મિડિયાને આપવામાં આવેલી માહિતી મુજબ બ્લાસ્ટમાં ઘણા લોકો માર્યા ગયા છે. બ્લાસ્ટના કારણ વિશે હજુ સુધી કોઈ જ માહિતી મળી નથી. હમણાં તેઓ એરપોર્ટને ખાલી કરાવવામાં લાગ્યા છે.