For Daily Alerts
પાક.માં શ્રેણીબધ્ધ બે બ્લાસ્ટ, છના મોત સાત ગંભીર
કરાચી, 25 જાન્યુઆરી: દક્ષિણ પાકિસ્તાનના બંદરગાહ શહેર કરાચીમાં થયેલા બે વિસ્ફોટોમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહીત ચાર લોકોના મોત થયા છે. પહેલા વિસ્ફોટ લાંધી વિસ્તારમાં આવેલા એક કચરાના ડબ્બામાં થયો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોમ્બ એક ખાલી કંટેનરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતું. બીજો વિસ્ફોટ એ જ જગ્યાએ લગભગ 15 મિનિટ બાદ થયો જ્યારે ઘટના સ્થળે પોલીસકર્મીઓ અને બચાવદળના લોકો આવી પહોંચ્યા હતાં.
અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટમાં એક ડીએસપી કમાલ ખાન મંગન સહિત બે પોલીસ કર્મચારીઓ, એક ખાનગી સુરક્ષા ગાર્ડ અને એક રાહગીરનું મોત થઇ ગયું છે. બચાવદળના ઘણા લોકો પણ ઘાયલ થયા છે. ઉપરાંત પાંચ વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
જોકે હજી સુધી કોઇ આતંકવાદી સંગઠને આ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી નથી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફે બોમ્બ વિસ્ફોટોની નિંદા કરી છે.