For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુર્કીમાં અમેરિકી દૂતાવાસ સામે વિસ્ફોટ, બેના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ankara
લંડન, 2 ફેબ્રુઆરી: તુર્કીની રાજધાની અંકારામાં અમેરિકી દૂતાવાસ સામે એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં આત્મધાતી હુમલાખોર અને એક સુરક્ષાગાર્ડનું મોત નિપજ્યું છે. બીબીસીના જણાવ્યા અનુસાર બોમ્બ ધમાકાથી દૂતાવાસમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી, જ્યારે વિડીયોમાં ક્ષતિગ્રસ્ત ચેકપ્વાઇન્ટ બતાવામાં આવ્યું છે.

બોમ્બ ધમાકા બાદ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. હજુ સુધી કોઇ સમૂહ અથવા સંગઠને બોમ્બ ધમાકાની જવાબદારી લીધી નથી. આ વિસ્તારમાં બીજા દૂતાવાસ પણ છે.

બીસીસીએ જણાવ્યું હતું કે એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દૂતાવાસના એક તુર્કી કર્મચારીનું મોત નિપજ્યું હોવાની જાણકારી મળી છે, પરંતુ આ અંગે કોઇ પુષ્ટી થઇ શકી નથી. બોમ્બ ધમાકો થતાંની સાથે દૂતાવાસના કર્મચારીઓને એક સુરક્ષિત રૂમમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

દૂતાવાસની સામે કાર્યાલયમાં કામ કરનાર એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું હતું કે તે સંપૂણ વિશ્વાસ છે કે આ એક આત્મઘાતી હુમલો હતો અને તેને એક લાશને હટાવતાં જોઇ હતી. બોમ્બ ધમાકા ખૂબ જ જોરદાર હતો પરંતુ વિસ્ફોટવાળી જગ્યાએ જ નુકસાન થયું છે.

અંકારામાં છેલ્લે 2007માં ભયંકર હુમલો થયો હતો જેમાં એક આત્મઘાતી હુમલાખોર તથા અન્ય નવ લોકોના મોત નિપજ્યાં હતા અને 120 લોકોને ઇજા પહોંચી હતી. હાલમાં થોડા વર્ષોમાં કેટલાક પ્રતિબંધિત ટુકડી અને ઇસ્લામીઓએ હુમલા કર્યા છે.

English summary
Two security guards were killed in a blast outside the US embassy in Ankara on Friday, local television reported, amid speculation it was a suicide attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X