For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારતને મોટી સફળતા, મિડલમેન ભારતને સોંપવાનો ચૂકાદો

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં બ્રિટિશ નાગરિક અને કથિત મિડલમેન ક્રિશ્ચિયન મિશેલને યુએઈની કોર્ટે ભારતને સોંપવાનો ચૂકાદો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં બ્રિટિશ નાગરિક અને કથિત મિડલમેન ક્રિશ્ચિયન મિશેલને યુએઈની કોર્ટે ભારતને સોંપવાનો ચૂકાદો આપ્યો છે. આરોપ છે કે ક્રિશ્ચિયને 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈ હેલીકોપ્ટર ડીલમાં કમિશન લીધુ હતુ. ત્યારબાદ કોર્ટે તેને ભારતને સોંપવાનો ચૂકાદો સંભળાવ્યો છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યુ કે કોર્ટે મંગળવારે પોતાનો ચૂકાદો ભારત દ્વારા આ મામલે સીબીઆઈ અને ઈડીની તપાસના રિપોર્ટ બાદ આપ્યો છે.

Agusta Westland

માનવામાં આવી રહ્યુ છે કે કોર્ટના ચૂકાદાની સંપૂર્ણ જાણકારી આજે મળી શકે છે. કોર્ટે પોતાનો ચૂકાદો અરબી ભાષામાં આપ્યો છે. જેનો ભારતીય અધિકારીઓ અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યા છે. યુએઈની કોર્ટનો આ ચૂકાદો ભારતની મોટી સફળતા માનવામાં આવી રહ્યો છે. સીબીઆઈ અને ઈડી આ ચૂકાદાનો પોતાની મોટી સફળતાના રૂપમાં જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મિશેલ એ ત્રણ મિડલમેનમાંથી એક છે જેણે આ કેસમાં કમિશન લીધુ હતુ. આ ઉપરાંત ગીડો હશકે અને કાર્લો ગેરોસા પણ આમાં શામેલ છે.

આ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રીનો પલટવાર-યુપીએ સરકાર જણાવે HAL સાથે રાફેલ ડીલ કેમ ન થઈ?આ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રીનો પલટવાર-યુપીએ સરકાર જણાવે HAL સાથે રાફેલ ડીલ કેમ ન થઈ?

સીબીઆઈ અને ઈડીએ આ મામલે ઈન્ટરપોલના આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાનું કહ્યુ હતુ. આ ત્રણે સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવ્યુ હતુ. ભારતીય મીડિયાએ દુબઈમાં મિશેલનું ઈન્ટરવ્યુ કર્યુ હતુ. સીબીઆઈ અને ઈડી બંને ઈચ્છે છે કે આ મામલાની તપાસમાં મિચેલ શામેલ થાય.

English summary
UAE court orders extradition of alleged middleman Christian Michel in Agusta Westland case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X