For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુગાન્ડાએ નાગરિકો પર લગાવ્યો સોશ્યિલ મીડિયા ટેક્સ, દરરોજ થશે 4 રૂપિયાનો ટેક્સ

પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડા, જ્યાં 666.10 અમેરિકન ડોલર માથાદીઠ આવક છે, ત્યાંના નાગરિકો ને જુલાઈથી સોશ્યિલ મીડિયા ટેક્સ આપવો પડશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડા, જ્યાં 666.10 અમેરિકન ડોલર માથાદીઠ આવક છે, ત્યાંના નાગરિકો ને જુલાઈથી સોશ્યિલ મીડિયા ટેક્સ આપવો પડશે. યુગાન્ડાના સંસદે ગુરુવારે સોશ્યિલ મીડિયા ટેક્સ પાસ કરીને તેને જરૂરી બનાવ્યું છે. સોશ્યિલ મીડિયા ટેક્સ દ્વારા, નાગરિકોને પ્રતિ દિવસ 200 શિલિંગ્સ એટલે પાંચ અમેરિકી સૅટ્સની રકમ ચૂકવવી પડશે. આ ટેક્સ એવા લોકો માટે લાવવામાં આવ્યો છે જેઓ વ્હોટ્સએપ , ફેસબુક, ટ્વિટર અને બીજા આવા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જો આપણે ભારતીય રૂપિયા વિશે વાત કરીએ તો તે 3.75 પૈસા છે. આ ટેક્સનો હેતુ સોશ્યિલ મીડિયા દ્વારા ફેલાયેલો ગપસપ પર પ્રતિબંધિત મુકવા માટે છે. કેટલાક લોકો યુગાન્ડામાં બોલવા માટે સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકતા હોવાનું કહેવાય છે.

રાષ્ટ્રપતિએ આપ્યું સમર્થન

રાષ્ટ્રપતિએ આપ્યું સમર્થન

વર્ષ 2016 માં ટ્રેંડિંગ ઇકોનોમિક્સ તરફ થી આવેલા એક રિપોર્ટ મુજબ, યુગાન્ડાના પ્રતિ વ્યક્તિ દીઠ આવક 666.10 અમેરિકી ડોલર છે. આ આવકમાં રહેલા લોકોની જીવન અત્યંત દુર્લભ બની ગયું છે, આવામાં જે ટેક્સ લગાવવામાં આવ્યો છે તે અમાનવીય તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવરી મુસેવેનીએ સંસદ તરફથી આ પાસ એવા આ નવા બિલને ટેકો આપ્યો છે. તેઓ માને છે કે સોશ્યિલ મીડિયા લોકોને ગપસપ માટે પ્રોત્સાહન આપે છે. નવો કાયદો 1 જુલાઈથી લાગુ થશે. પરંતુ તે સ્પષ્ટ નથી કે સરકાર કેવી રીતે લોકોનું નિરીક્ષણ કરશે અને ટેક્સ એકત્રિત કરશે.

શું થયું હતું વર્ષ 2016 માં

શું થયું હતું વર્ષ 2016 માં

વર્ષ 2016 માં જ્યારે રાષ્ટ્રપતિ મુસેવેની ચૂંટણી માટે મેદાનમાં હતા ત્યારે તેમણે સોશ્યિલ મીડિયાના ઍક્સેસ ને જ સસ્પેન્ડ કરી દીધો હતો. હવે આ બિલ આ દેશમાં સોશ્યિલ મીડિયાના ઉપયોગને નિયમોની અંદર લાવવામાં નવા અને વિચિત્ર માર્ગ માટેનો કરાર આપવામાં આવી રહ્યો છે. આ નવો નિયમ રાજકીય ઇરાદા સાથે જોડાયેલો જોઈ રહ્યા છે. જોકે, યુગાન્ડા સિવાય, પાપુઆ ન્યુ ગિની જેવા દેશોમાં પણ સોશ્યિલ મીડિયા પર કડક નિયમો લગાડવાની જાહેરાત કરી હતી.

પાપુઆ ન્યૂ ગિની બંધ કરશે ફેસબુક

પાપુઆ ન્યૂ ગિની બંધ કરશે ફેસબુક

પાપુઆ ન્યુ ગિનીએ એક મહિના માટે ફેસબુકનો ઉપયોગ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. જણાવ્યું છે કે તેઓ એક મહિના સુધી આ વાતનો અંદાજ લગાવવામાં આવશે કે લોકો કેવી રીતે અને કેટલો આ સોશ્યિલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. છતાં તે બાબત સ્પષ્ટ નથી કરવામાં આવી છે શા માટે સરકાર ડેટાનીમા હિતી મેળવવા માટે ફેસબુક બંધ કરવાની જરૂર શા માટે પડી રહી છે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની જેવા દેશોના નાગરિકો માટે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ સીમિત કરવા માંગે છે.

English summary
Uganda's parliament passed a controversial "social media tax on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X