
UK-India Week 2018: શિલ્પા શેટ્ટીને ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ
યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી.
આ અદભૂત એવોર્ડ સમારંભમાં વેપાર, રાજકારણ, ડિપ્લોમસી, મીડિયા, કલા અને સંસ્કૃતિના વિશ્વભરમાંથી 400 વરિષ્ઠ વ્યક્તિઓ આવ્યા હતા. યુકે-ઈન્ડિયા એવોર્ડ્ઝ માટે બ્રિટિશ-ઈન્ડિયા પાર્ટનરશીપના શ્રેષ્ઠીઓના નોમિનીઝને બિઝનેસ ટાયકુન સુનીલ ભારતી મિત્તલ, માનનીય પ્રીતિ પટેલ એમપી, બેરી ગાર્ડિનર એમપી અને લોર્ડ માર્લેન્ડ દ્વારા જજ કરવામાં આવ્યા.
બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયે આ વર્ષના યુકે-ઈન્ડિયા એવોર્ડનું હોસ્ટિંગ કર્યુ. બ્રિટિશ ઈન્ડિયન એન્ટરપ્રેન્યોર અને રાજકીય સ્ટ્રેટેજીસ્ટ અને યુકે-ઈન્ડિયા વીકના ફાઉન્ડર મનોજ લાડવાએ જણાવ્યુ કે યુકે-ઈન્ડિયા એવોર્ડ એ ઈવેન્ટ છે જેમાં યુકે અને ભારત વચ્ચેના સંબંધોની ઉજવણી કરવામાં આવે છે અને નોંધપાત્ર લોકો આ વિનિંગ પાર્ટનરશીપને નવીનતા અને સર્જનાત્મકતા અર્પે છે.
બીજા વાર્ષિક યુકે-ભારત એવોર્ડ્ઝની યાદીઃ
એસબીઆઈ સ્પોન્સર્ડ ફાઈનાન્સિયલ સર્વિસીઝ એવોર્ડઃ એલએસઈ (લંડન સ્ટોક એક્સચેન્જ), નિખિલ રાઠીએ એવોર્ડ લીધો.
લૉ ફર્મ ઓફ ધ યરઃ ટ્રાઈલીગલ, ભારત સ્થિત લૉ ફર્મ
કન્સલ્ટન્સી ફર્મ ઓફ ધ યરઃ સન્નમ 4, ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ, સન્નમ એસ4 - એડવર્ડ ડીક્સને એવોર્ડ લીધો.
મીડિયા આર્ટ્સ એન્ડ કલ્ચર એવોર્ડ્ઝ પાર્ટીશન મ્યૂઝિયમ - અદિતિ કિશ્વર દેસાઈએ એવોર્ડ લીધો.
પીઆર ફર્મ ઓફ ધ યર સ્ટર્લિંગ મીડિયા - નતશ મુધરે એવોર્ડ લીધો.
સાયન્સ ઈનોવેશન એન્ડ ટેક એવોર્ડઃ કાર્બન ક્લીન સોલ્યુશન્સ, અનિરુધ્ધ શર્માએ એવોર્ડ લીધો.
સન ગ્લોબલ ડીલ ઓફ ધ યરઃ UK IREDA, IREDA ના સતીષકુમાર ભાર્ગવે એવોર્ડ લીધો.
ટ્રેડ પ્રમોશન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યરઃ માન્ચેસ્ટર ઈન્ડિયા પાર્ટનરશીપ
પ્રોફેશનલ ઓફ ધ યરઃ પેનીંગ્ટન્સ માન્ચીઝના પાર્ટનર અને હેડ પત સાઈની દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યો.
સોશિયલ ઈન્પેક્ટ ઓફ ધ યર એવોર્ડઃ સ્ટાડર્ડ ચાટર્ડ - કરીન રામ- સોશિયલ ઈન્પેક્ટ.
યુકે-ઈન્ડિયા રિલેશન્સ એવોર્ડઃ બ્રિટિશ કાઉન્સિલ ઈન્ડિયા, એલેન જેમેલ દ્વારા લેવામાં આવ્યો.
ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડઃ શિલ્પા શેટ્ટી કુંદ્રાને આપવામાં આવ્યો.