For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UK-India Week 2018: ભારતીય વિદ્યાર્થીઓ બધે જઈ રહ્યા છે સિવાય યુકે

લંડનમાં ચાલી રહેલ યંગ લીડર્સ ફોરમ કોન્ક્લેવમાં આજે યુવા સશક્તિકરણ સામેના પડકારો પર ચર્ચા કરવામાં આવી.

|
Google Oneindia Gujarati News

લંડનમાં ચાલી રહેલ યંગ લીડર્સ ફોરમ કોન્ક્લેવમાં આજે યુવા સશક્તિકરણ સામેના પડકારો પર ચર્ચા કરવામાં આવી અને ડાયાસ્પોરાના યુવા નેતાઓ કેવી રીતે મજબૂત દ્વિપક્ષીય સંબંધોના નિર્માણમાં મદદ કરી શકે તેમજ વધુ સુદ્દઢ સાંસ્કૃતિક સમજને પ્રોત્સાહિત કરવા માટે કેવી રીતે મદદ કરી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવી.

dinesh patnaik

યુવા નેતાઓ સાથે વાત કરતી વખતે ઓલાના સ્ટ્રેટેજિક ઈનિશિયેટીવ્ઝના વડા આનંદ શાહે જણાવ્યુ કે તમારી ઓળખ તમારા અનુભવ પર આધારિત હોવી જોઈએ કારણકે તે તમને નેતૃત્વની શક્તિ આપે છે, પછી ભલે તમે ગમે તે વ્યવસાયમાં હોવ. તમને તમારા દેશ, તમારી જન્મ અને કર્મ ભૂમિ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. ભારતીય ડાયાસ્પોરા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, "આ દુનિયામાં તમે જે છોડો છો તે વારસાનો પ્રભાવ છે. આપણામાંના બધા આપણી ઓળખનું પ્રતિનિધિત્વ કરીએ છીએઃ અડધા બ્રિટ, અડધા ભારતીય."

35 વર્ષથી નીચેના યુવાન ઉદ્યોગ સાહસિકો, વ્યાવસાયિકો, અને પબ્લિક સેક્ટર નેતાઓને સંબોધતા કંબોડિયામાં ભારતીય હાઈ કમિશ્નર દિનેશ કે પટનાયકે જણાવ્યુ કે ભારતીય ડાયાસ્પોરાએ વધુ સક્રિય થવુ જોઈએ અને એક સૂરમાં બોલવુ જોઈએ. આપણા રાજકીય નેતાઓએ આ સમજવાની જરૂર છે. તેમણે જણાવ્યુ કે યુકે-ઈન્ડિયા કોન્ક્લેવમાં લોન્ચ કરવામાં આવેલા ટેક એક્ચેન્જ દ્વિપક્ષીય કોરિડોરમાં શરૂ થવામાં સ્ટાર્ટઅપ્સની મદદ કરવામાં આવશે. એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામ સાથે 25 યુકે કંપનીઓનો પ્રથમ સમૂહ ભારતમાં પોતાના વિસ્તરણ માટે તૈયાર છે.

દિનેશ પટનાયકે રાજકીય પક્ષોના સભ્યો સાથે વાત કરતા જણાવ્યુ કે ભારતીય વિદ્યાર્થીઓ બધે જઈ શકે છે સિવાય કે યુકે. દિનેશ ભારપૂર્વક જણાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ યુકે યુનિવર્સિટીઓ નથી જઈ રહ્યા. તેમણે જણાવ્યુ કે સંસ્થાઓને કેવી સ્થાપિત કરવી જોઈએ અને દેશોમાં એક મુક્ત ગતિશીલતાની આવશ્યકતા છે, મુખ્ય રીતે યુકેમાં. દિનેશે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતીય વિદ્યાર્થીઓમાં યુકેમાં અભ્યાસ કરવા માટે જાય છે પરંતુ બ્રિટિશ વિદ્યાર્થીઓ ભારત આવતા નથી જો કે વિઝા ધરાવતા 95 ટકા વિદ્યાર્થીઓ ભારત પાછા ફરે છે.

સેશન દરમિયાન ઈન્ડિયા ઈંકના સીઈઓ મનોજ લાડવાએ જણાવ્યુ કે ભારત યુકેની નિકાસ વિશે પણ ચિંતિત છે અને તે યુકે-ભારતની મિત્રતા દર્શાવે છે. તેમણે કોનક્લેવની થીમ જણાવતા - ગ્લોબલ બ્રિટન મીટ ગ્લોબલ ઈન્ડિયા. સોશિયલ ઈમ્પેક્ટ રાઉન્ડ ધ ટેબલમાં પહેલી વાર છે જ્યારે લોકો બ્રિટિશ એશિયાઈ ટ્રસ્ટની કામની રીતો જોવા માટે એકસાથે આવી રહ્યા છે.

તેમણે જણાવ્યુ કે, "અમે કોન્કલેવ દરમિયાન એક મજબૂત સંદેશ આપ્યો છે કે ભારતીય નોકરીઓ બનાવનાર છે નોકરીઓ લેનાર નથી. આજે અમે યુકે-ભારતના સંબંધોના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છીએ."

English summary
uk india week 2018 indian students are going everywhere but not to the uk dinesh patnaik
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X