For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનની સંસદમાં Brexitને મંજૂરી મળી, 31 જાન્યુઆરીએ EUથી અલગ થઈ જશે દેશ

બ્રિટનની સંસદમાં Brexitને મંજૂરી મળી, 31 જાન્યુઆરીએ EUથી અલગ થઈ જશે દેશ

|
Google Oneindia Gujarati News

લંડનઃ 31મી જાન્યુઆરીએ બ્રિટેન યૂરોપિયન યૂનિયનથી અલગ થઈ જશે અને તેની સાથે જ પાછલા ચાર વર્ષોથી ચાલી રહેલી બ્રેક્ઝિટની દલીલો પર પણ પણ બ્રેક લાગી જશે. બ્રિટનની સંસદ હાઉસ ઑફ કોમન્સે ઈયૂથઈ બહાર નિકળવાના પીએમ બોરિસ જૉનસનની ડીલને ગુરુવારે મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીના પક્ષમાં 330 વોટ જ્યારે વિરોધમાં 231 વોટ પડ્યા. આ વોટ્સની સાથે જ હવે બ્રિટનનો ઈયૂથી નિકળવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.

brexit

વર્ષ 2016માં જનમત સંગ્રહ થયો હતો

હજી 'ઈયૂ-યૂકે વિથડ્રોવલ એગ્રીમેન્ટ બિલ'ને બ્રિટનની ઉપલી સંસદ હાઉસ ઑફ લોર્ડ્સ અને યૂરોપીય સંસદ તરફથી મંજૂરી મળવી પણ જરૂરી છે. જો કે આને બસ એક અનૈપચારિકતા માનવામાં આવી રહ્યું છે. બ્રિટન યૂરોપિયન યૂનિયન 50 વર્ષ જૂની પોતાની સભ્યતા ખતમ કરવા તરફ આગળ વધી રહ્યું છે. બ્રેક્ઝિટ એટલે કે બ્રિટેનનું ઈયૂથી બહાર થઈ જવું છે. વર્ષ 2016માં બ્રેક્ઝિટ પર જનમત સંગ્રહ થયો હતો. જેમાં 52 ટકા લોકોએ બ્રિટનને યૂરોપીયન યૂનિયનથી બહાર કાઢવાની વાતને સમર્થન કર્યું હતું. જ્યારે 48 ટકા લોકો બ્રેક્ઝિટના વિરોધમાં હતા. આ જનમત સંગ્રહના કારણે તત્કાલીન બ્રિટિશ પીએમ ડેવિડ કેમરુનની ખુરશી પણ ચાલી ગઈ હતી.

Brexitની માંગણી કેમ ઉઠી

વર્ષ 2008માં બ્રિટેન પણ આર્થિક મંદીની ચપેટમાં આવી ગયું હતું. મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન જનતા માંગ કરવા લાગી હતી કે બ્રિટેનને ઈયૂથી અલગ થઈ જવું જોઈએ. આ માંગ પાછળ તર્ક હતો કે બ્રિટેને દર વર્ષે ઈયૂના બજેટ માટે 9 અબજ ડૉલર આપવાના હોય છે. આ ઉપરાંત ફ્રી વીજા પૉલિસીને કારણએ પણ બ્રિટેનને નુકસાન થઈ રહ્યું છે. ઈયૂથી અલગ થવાની માંગ કરનાર લોકોનું માનવું હતું કે ઈયૂએ બ્રિટેનની મંદીને દૂર કરવા માટે કંઈ ખાસ કર્યું નથી જ્યારે બ્રિટેને હંમેશા ઈયૂ માટે ઘણુંબધું કર્યું છે. હાલમાં જ બ્રિટેનમાં ચૂંટણઈ થઈ અને પીએમ બોરિસ જૉનસનની કન્ઝર્વેટિવ પાર્ટી માટે બ્રેક્ઝિટ સૌથી મોટો મુદ્દો હતો.

ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકાઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા

English summary
UK set to leave European Union on 31st Jan as British MPs approve Brexit deal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X